- Tech and Auto
- iPhone 11 સીરિઝ લોન્ચ. જાણો ભારતમાં શું રહેશે કિંમત
iPhone 11 સીરિઝ લોન્ચ. જાણો ભારતમાં શું રહેશે કિંમત
Apple ના ત્રણ નવા iPhones લોન્ચ થઈ ચૂક્યા છે. એ છે- iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max. આ ત્રણેય ફોનનું વેચાણ ભારતમાં 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. એના માટે તમે 13 સપ્ટેમ્બરથી ફોનની પ્રી-બુકીંગ કરાવી શકો છો. કંપનીએ ભારતીય કિંમતોનું એલાન પણ કરી લીધું છે.
કિંમત અને સ્ટોરેજઃ

iPhone 11 Pro ની કિંમતઃ

iPhone 11 Pro અને iPhone 11 Pro Max ત્રણ મોડેલમાં મળશે. 64GB, 256GB અને 512GB. કલરની વાત કરીએ તો આ ફોન તમને મિડનાઈટ ગ્રીન, સ્પેસ ગ્રે, સિલ્વર અને ગોલ્ડમાં ખરીદી શકો છો. 64GB મોડેલની કિંમત ભારતમાં 99,900 રૂપિયા છે. તો 256GB મોડેલની કિંમત 1,09,900 રૂપિયા રાખવામાં આવી છે. 512GB મોડેલની કિંમતની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
iPhone 11 ની કિંમતઃ

iPhone 11 6 કલર મોડેલમાં મળશે. તેના માટે પણ પ્રી-ઓર્ડર 13 મી સપ્ટેમ્બરથી લેવામાં આવશે. આ ફોન 64,900 રૂપિયાથી શરૂ થાય છે. iPhone 11 ત્રણ સ્ટોરેજ મોડેલમાં મળશે. બેઝ મોડેલમાં 64GB ઈન્ટરનલ સ્ટોરેજ મળશે, તો બીજા મોડેલમાં 128GB ની મેમોરી મળશે, જ્યારે ટોપ મોડેલમાં 256GB નું સ્ટોરેજ મળશે.
કલરઃ
iPhone 11 ગ્રીન, યલો, બ્લેક, પર્પલ, વ્હાઈટ અને પ્રોડક્ટ રેડ કલરમાં મળશે.
iPhone 11 Pro અને iPhone 11 Pro Max સ્લૈશ, વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. આ ફોનને IP68 ની રેટિંગ મળી છે.
iPhone 11 Pro અને iPhone 11 Pro Max ના ફિચર્ય અને સ્પેસિફિકેશનઃ

Apple iPhone 11 Pro અને iPhone 11 Pro Max માં A13 Bionic ચિપસેટ આપવામાં આવ્યું છે. આમાં નવો ટ્રિપલ રિઅર કેમેરા પણ આપવામાં આવ્યો છે. ડિઝાઈનની વાત કરીએ તો આ iPhone X અને iPhone XS જેવો જ છે, પણ બેક પેનલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ડિસ્પ્લેમાં શું છે ખાસઃ
Apple iPhone 11 Pro અને iPhone 11 Pro Max ના ડિસ્પ્લેની વાત કરીએ તો આમાં કંપનીએ Super Retina XDRનો યુઝ કર્યો છે. આ એક પ્રકારનું કસ્ટમ મેડ OLED પેનલ છે જો વધારે સારું HDR એક્સપિરિઅન્સ આપે છે. હેપ્ટિક ટચનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. iPhone 11 Pro માં 5.8 ઈંચનું OLED ડિસ્પ્લે છે, જ્યારે iPhone 11 Pro Max માં 6.5 ઈંચનું OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
કેમેરામાં નવું શું છેઃ
Apple iPhone 11 Pro અને iPhone 11 Pro Max માં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ત્રણેય કેમેરા 12 મેગાપિક્સલના છે. કેમેરાની ખાસિયત એ છે કે પોટ્રેટ મોડમાં પ તમે વાઈડ એંગલ ફ્રેમ સિલેક્ટ કરી શકો છો. ગ્રૃપ ફોટોમાં પણ પોટ્રેટ મોડ સરળતાથી યુઝ કરી શકાશે. આમાં ટેલીફોટો કેમેરા પણ છે જે iPhone XS ના મુકાબલે 40 ટકા લાઈટ કેપ્ચર કરીને સારા ફોટા અને વીડિયો તૈયાર કરે છે.
કેમેરામાં નેક્ટ જનરેશન HDR આપવામાં આવ્યું છે જે મશીન લર્નિંગને યુઝ કરીને સબજેક્ટની ઓળખાણ વધુ સારી રીતે કરી શકે છે.
Apple iPhone 11ના ફિચર્સ અને સ્પેસિફિકેશનઃ

iPhone 11માં 6.1 ઈંચની LCD રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે અને એ iPhone XR જેવી જ છે. આ ફોનમાં નોચ મળે છે. આ ફોનમાં 12 મેગાપિક્સલના બે રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. મેઈન કેમેરો વાઈડ એંગલ લેંસ છે, જ્યારે બીજો કેમેરો અલ્ટ્રા વાઈડ છે.
iPhone 11ના કેમેરામાં નાઈટ મોડ ફીચર પણ આપવામાં આવ્યો છે. નાઈટ મોડ ઓટો સ્ટાર્ટ થશે. તેની સાથે જ તેમાં 64fps થી 4K રેકોર્ડિંગ પણ થઈ શકશે. iPhone 11 માં A13 Bionic ચિપસેટ આપવામાં આવ્યું છે. અને કંપનીના કહેવા પ્રમાણે ચે સૌથી વધારે ઝડપી છે. આની બેટરી પાછલા iPhone ના મુકાબલે કલાક વધારે બેકઅપ આપશે.

