- Tech and Auto
- GST ઘટાડા બાદ મારુતિએ જાહેર કર્યા પોતાની તમામ કારના ભાવ, જુઓ કેટલા લાખ ઘટ્યા
GST ઘટાડા બાદ મારુતિએ જાહેર કર્યા પોતાની તમામ કારના ભાવ, જુઓ કેટલા લાખ ઘટ્યા
આપણે 'મોડા આવ્યા સારું કર્યું' એમ નહીં કહીએ, કારણ કે આ તો થવાનું જ હતું. પરંતુ મોડેથી આવ્યા તે જરૂર કહી શકીશુ, આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે, ટાટા, મહિન્દ્રા અને હ્યુન્ડાઇ સહિત અન્ય કાર કંપનીઓએ જે કામ બે અઠવાડિયા પહેલા જે કર્યું હતું, તે જ કામ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ (મારુતિએ સ્વિફ્ટ, ડિઝાયર, બલેનો અને બ્રેઝાના ભાવ ઘટાડ્યા)ને કરવામાં થોડો વધુ સમય લાગ્યો. તમે કદાચ અનુમાન લગાવ્યું હશે. અમે કાર પરના GST દરમાં ઘટાડા અને ત્યારપછીના નવા ભાવ વિશે વાત કરી રહ્યા છીએ.
આખરે, દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ તેની કાર પરના GST દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 22 સપ્ટેમ્બર, 2025થી લગભગ દરેક મારુતિ કાર પરના ઘટાડેલા GSTનો લાભ ગ્રાહકોને મળશે.
મારુતિએ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડને જાણ કરી છે કે, ગ્રાહકોને નવા GST દરનો લાભ મળશે. ગ્રાહકોની સૌથી પ્રિય Alto K10 પર રૂ. 107,600 સુધીની બચત કરી શકે છે. ગ્રાહકો સામાન્ય માણસની કાર વેગનR પર રૂ. 79,600 સુધીની બચત કરી શકે છે.
ગ્રાહકો તેમની મનપસંદ હેચબેક સ્વિફ્ટ પર રૂ. 84,600 સુધીની બચત કરી શકે છે. દેશની સૌથી વધુ વેચાતી અને દરેકની પ્રિય કાર ડિઝાયર પર રૂ. 87,700 સુધીનો ફાયદો ગ્રાહકો મેળવી શકે છે. બલેનો પર રૂ. 86,100 સુધીની બચત થશે, જ્યારે ટૂર S (ડિઝાયરનું કોમર્શિયલ મોડેલ) પર રૂ. 67,200 સુધીનો ફાયદો થશે.
હવે વાત કરીએ મોટા વાહનોની, એટલે કે SUV અને મધ્યમ કદની SUVની તો, ગ્રાહકો ફ્રોન્ક્સ પર રૂ. 112,600 સુધીની બચત કરી શકે છે. તેઓ બ્રેઝા પર રૂ. 100 વધુ, એટલે કે રૂ. 12,700 સુધી બચાવી શકે છે. જો તમે ગ્રાન્ડ વિટારા ખરીદવા માંગતા હો, તો તમે રૂ. 107,000 સુધીની બચત કરી શકો છો. Ertiga પર 46,400 રૂપિયા અને xL6 પર 52,000 રૂપિયા સુધીની બચત થશે. નવા GST સ્લેબ હેઠળ મારુતિની ઓફ-રોડર જિમ્નીને 51,900 રૂપિયાનો ફાયદો મળશે.
અહીં તમારી માહિતી માટે બતાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આ વર્ષે દિવાળી પર એક મોટી ભેટ હશે. આ પછી, 3 સપ્ટેમ્બર, 2025ના રોજ નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 56મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, હવે ફક્ત બે GST સ્લેબ રહેશે: 5 ટકા અને 18 ટકા.
આ નિર્ણય પછી, કાર પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જોકે, લક્ઝરી કાર પર હવે 40 ટકા GST લાગશે. પરંતુ તેમની કિંમતો પણ ઘટાડવામાં આવશે (મોટી કાર પણ સસ્તી થશે). ઘણી મોટી કારની કિંમતમાં 10 ટકા ઘટાડો જોવા મળશે, જ્યારે અન્યમાં 8 ટકા અને 5 ટકા ઘટાડો જોવા મળશે.

