ભારતમાં આ 8 પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર છે ગ્રાહકોના ફેવરિટ

પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ભારતમાં ગ્રાહકોને આકર્ષિત કરવામાં ખૂબ સફળ રહ્યા છે અને ઓલા ઇલેક્ટ્રિકના ટોપ વેરિયન્ટ Ola S1 Proનું બમ્પર વેચાણ તેના સૌથી મોટા પુરાવા છે. એવામાં જે લોકો આ દિવસોમાં પોતાના માટે 1 લાખ રૂપિયાથી વધુ પ્રાઇઝ રેન્જવાળા ઇલેક્ટ્રિક સ્કૂટર દેખાઈ રહ્યા છે, તેમને આજે અમે 8 એવા ઇ-સ્કૂટર બાબતે બતાવવા જઇ રહ્યા છીએ, જે પોતાના સારા લૂક અને સારા ફીચર્સ સાથે જ શાનદાર બેટરી રેન્જ અને સ્પીડ માટે જાણીતા છે. જો કે, આ પ્રીમિયમ ઇલેક્ટિક ટૂ વ્હીલર વાહન છે, એવામાં તેની કિંમત પણ એક લાખ રૂપિયાથી વધુ છે.

ઓલા એસ1 પ્રો:

ઓલા ઇલેક્ટ્રિકના પ્રીમિયમ સ્કૂટર ઓલા એસ1 પ્રોના એક્સ શૉરૂમ પ્રાઇઝ 1.3 લાખ રૂપિયા છે. તેમાં મોટું બેટરી પેક લાગ્યું છે, જેણે એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ 195 કિલોમીટર સુધીની રેન્જ હાંસલ કરી શકે છો. પછી બાકી ઓલા એસ1 ટોપ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધીની છે અને તેની બેટરીને ફૂલ ચાર્જ થવામાં 6.5 કલાક લાગે છે.

TVS Iqube:

TVS મોટર કંપનીના બેસ્ટ સેલિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર TVS Iqubeના એક્સ શૉરૂમ પ્રાઇઝ 1.17 લાખ રૂપિયાથી લઈને 1.25 લાખ રૂપિયા સુધી છે. Iqube ઇલેક્ટરીની ટોપ સ્પીડ 78 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તેને એક વખત ફૂલ ચાર્જ કરવા પર 100 કિલોમીટર સુધીની રેન્જ હાંસલ કરી શકે છે.

બજાજ ચેતક:

બજાજ ઓટોના એકમાત્ર ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકની એક્સ શૉરૂમની પ્રાઇઝ 1.15 લાખ રૂપિયાથી લઈને 1.44 લાખ રૂપિયા સુધી છે. બજાજ ચેતકની સિંગલ ચાર્જ રેન્જ 127 કિલોમીટર સુધી છે અને તેની ટોપ સ્પીડ 63 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેની બેટરીને ફૂલ ચાર્જ થવામાં 4 કલાકથી વધુનો સમય લાગે છે.

એથર 450 X:

એથર એનર્જીના ટોપ સેલિંગ મોડલ એથર 450Xની એક્સ શૉરૂમ પ્રાઇઝ 1.26 લાખ રૂપિયાથી લઈને 1.29 લાખ રૂપિયા સુધી છે. તેની બેટરીને ફૂલ ચાર્જ કરીને 150 કિલોમીટર સુધીની રેન્જ હાંસલ કરી શકે છે. તો એથર 450Xની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેમાં ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેમાં લાગેલી બેટરીને ફૂલ ચાર્જ થવામાં 5.45 કલાક લાગે છે.

હીરો વીડા V1 પ્રો:

હીરો મોટોકોર્પના વીડા બ્રેડના ઇલેક્ટ્રિક સ્કૂટર વીડા V1 પ્રોના એક શૉરૂમ પ્રાઇઝ 1.46 લાખ રૂપિયા છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તેની બેટરીને ફૂલ ચાર્જ કરવા પર 110 કિલોમીટર સુધીની રેન્જ હાંસલ કરી શકે છે.

સિમ્પલ વન:

સિમ્પલ એનર્જીના પોપ્યુલર સ્કૂટર સિમ્પલ વનના એક્સ શૉરૂમ પ્રાઇઝ 1.45 લાખ રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધી છે. આ પ્રીમિયમ સ્કૂટર્ન સિંગલ ચાર્જ પર રેન્જ 212 કિલોમીટર સુધીની છે અને તેની ટોપ સ્પીડ 105 કિલોમીટર સુધીની છે.

TVS X:

TVS મોટર કંપનીના મોંઘા ઇલેક્ટ્રિક સ્કૂટર TVSના X શૉરૂમ પ્રાઇઝ 2.5 લાખ રૂપિયા છે. શાનદાર લુક અને ફિચર્સવાળા આ પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટરની સિંગલ ચાર્જ રેન્જ 80 કિલોમીટર સુધીનું છે. તો ટોપ સ્પીડ 105 કિલોમીટર પ્રતિ કલાકની છે.

એમ્પિયર મેગ્નસ EAX:

એમપિયર મેગ્નસ EAX શૉરૂમ પ્રાઇઝ 1.05 લાખ રૂપિયા છે. તેની સિંગલ ચાર્જ બેટરી રેન્જ 121 કિલોમીટર સુધી છે અને ટોપ સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ સ્કૂટરને ઘર પર 6-7 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે.

Related Posts

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.