5 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતે લોન્ચ થયો ફોન, બે કેમેરાની સાથે આપ્યા છે આ ફીચર્સ

એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં વધુ એક ફોન લોન્ચ થયો છે. આ ફોનનું નામ Itel A24 Pro રાખવામાં આવ્યું છે. આ ફોનમાં નાનું ડિસપ્લે ચંકી બેઝલ્સની સાથે આપવામાં આવ્યું છે. ફોનના ફ્રન્ટ અને રિયરમાં સિંગલ કેમેરા સેન્સર આપ્યા છે. આ ફોનમાં 4G કનેક્ટિવિટીનો પણ સપોર્ટ આપ્યો છે. Itel A24 Proમાં 5 ઈંચની IPS LCD સ્ક્રીન આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 850*480 પિક્સેલનું છે.

આ ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. જોકે કંપની સિક્યોરિટી માટે આ ફોનમાં ફેસ એનલોકનું પણ ફીચર આપી રહી છે. આ એન્ટ્રી લેવલના ફોનમાં એન્ડ્રોઈડ 12 (Go Edition) આપવામાં આવ્યુ છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો તેના રિયરમાં 2 મેગા પિક્સેલનો કેમેરો LED ફ્લેશની સાથે આપવામાં આવ્યો છે. જ્યારે ફોનના ફ્રન્ટમાં 0.3 મેગા પિક્સેલનો કેમેરો આપ્યો છે. ફોનનું પોલિકાર્બોનેટ રિયર ટ્રેન્ડી ડિઝાઈન સાથે આવે છે.

આ ફોનમાં 3020 mAhની બેટરી આપવામાં આવી છે. તેને માઈક્રો USB પોર્ટથી ચાર્જ કરવામાં આવી શકે છે. આ હેન્ડસેટમાં ક્વોડ કોર 1.4 GHz Unisoc SC9832E પ્રોસેર આપવામાં આવ્યું છે. ફોનની RAMને લઈને હજુ કંપનીએ કોઈ જાણકારી આપી નથી. આ ફોનમાં 32 GBની ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. એડિશનલ સ્ટોરેજ માટે એક્સટર્નલ સ્ટોરજ સ્લોટ આપવામાં આવ્યો છે.

તેમાં માઈક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 32 GB સુધી વધારવામાંઆવી શકે છે. આ ફોનનું મેઝરમેન્ટ 145.4*73.9*9.85 mm છે. Itel A24 Proને હજુ ભારતમાં લોન્ચ નથી કરવામાં આવ્યો. આ ફોનને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેને હજુ બાંગ્લાદેશમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. તેની કિંમત 5990 BDT એટલે કે આશરે 4600 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનને ગ્રાહકો માત્ર ગ્રીન કલરના ઓપ્શનમાં ખરીદી શકશે. ભારતમાં ફોનના લોન્ચિંગની અને કંઈ રીતે તેની ખરીદી કરી શકાશે તે અંગેની કોઈ જાણકારી કંપની તરફથી હજુ આપવામાં આવી નથી.  

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.