TikTok પર કેમ બેન નથી લગાવી શકતું અમેરિકા, ચીની એપને ત્રીજી વખત ચાન્સ આપવાનું કારણ શું છે?

અમેરિકામાં TikTok ચલાવતી બાઇટડાન્સને ત્રીજી વખત રાહત આપવામાં આવી છે. શોર્ટ વીડિયો પ્લેટફોર્મને ત્યાં 90 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ અને અમેરિકન સરકાર ઇચ્છે છે કે TikTok પોતાના અમેરિકન બિઝનેસને અમેરિકન કંપનીને વેચી દે, પરંતુ અત્યાર સુધી આવું થઈ શક્યું નથી. અમેરિકાની પાછલી બાઈડેન સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને TikTok પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય પર હતી. ત્યારબાદ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની ગયા અને તેઓ TikTok માટે કામ ચાલુ રાખવાની સમયસીમાં વધારતા જઈ રહ્યા છે. આખરે આ ટ્રમ્પના નિયંત્રણમાં કેમ નથી? અમેરિકા ચીની એપ પર પ્રતિબંધ કેમ લગાવી શકતું નથી? ચાલો તેની પાછળના કારણો સમજીએ.

tiktok
today.com

 

કોઈપણ અમેરિકન શોર્ટ વીડિયો પ્લેટફોર્મની તુલનમાં TikTok અમેરિકામાં ખૂબ પોપ્યુલર છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકામાં લગભગ 17 કરોડ લોકો TikTok ચલાવી રહ્યા છે. TikTokને લઈને અનિશ્ચિતતાનો ફાયદો મેટાના ઇન્સ્ટાગ્રામને થયો છે. ઇન્સ્ટા પર અમેરિકન યુઝર્સની સંખ્યા પણ 17 કરોડની આસપાસ છે. જો અમેરિકામાં TikTok પર પ્રતિબંધ લગાવવામાં  આવે છે, તો લોકો તેને એપલ એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ નહીં કરી શકે.

TikTok જેવા શોર્ટ વીડિયો પ્લેટફોર્મસ માત્ર મનોરંજનનું માધ્યમ નથી. તે ક્રિએટર્સને આર્થિક રૂપે પણ સપોર્ટ કરે છે. રિપોર્ટ્સ મુજબ, હજારો અમેરિકન ક્રિએટર્સ જેમના સારા એવા ફોલોઅર્સ છે, તેઓ TikTok પર બ્રાન્ડ પ્રમોશન દ્વારા પૈસા કમાય છે. આ રીતે TikTok અમેરિકન નાગરિકો માટે પણ આવકનો સ્ત્રોત બની ગયું છે અને ટ્રમ્પ સરકાર તેને અમેરિકામાં કામ કરતી જોવા માગે છે. બાઇટડાન્સે ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને સપોર્ટ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે. જો કે સત્ય એ છે કે બાઇટડાન્સને પોતાનો અમેરિકન બિઝનેસ વેંચવો પડશે, ત્યારે જ તે અમેરિકામાં ઓપરેટ કરી શકશે.

trump
ndtv.com

 

અમેરિકાની ઘણી કંપનીઓ- જેમાં અમેઝોન, પરપ્લેક્સિટી વગેરેનો સામેલ છે, આ કંપનીઓ TikTokના અમેરિકન બિઝનેસને ખરીદવામાં રસ ધરાવે છે. બાઇટડાન્સને કોઈપણ નિર્ણય સુધી પર પહોંચવા માટે ચીની સરકારની મંજૂરીની જરૂર પડશે. કહેવામાં આવે છે કે બંને દેશો પરિણામ સુધી પહોંચવાના હતા, પરંતુ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફથી ચીન નારાજ થઈ ગયું. TikTok પર આરોપ લગતા રહ્યા છે કે તે યુઝર્સના ડેટાને ચીનમાં ઉપસ્થિત ડેટા સેન્ટરોમાં મોકલે છે. જો કે, બાઇટડાન્સનું કહેવું છે કે તેના કોઈપણ કામથી અમેરિકન યુઝર્સની સિક્યોરિટીને જોખમ નથી.

About The Author

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.