Xiaomi 15 Ultra ફોન લોન્ચ, 200MP કેમેરા, 6000mAh બેટરી ક્ષમતા, જાણો શું છે કિંમત

Xiaomiએ ચીનમાં Xiaomi 15 Ultraનામનું એક નવું ફ્લેગશિપ ડિવાઇસ લોન્ચ કર્યું છે. આ નવું પ્રીમિયમ મોડેલ Leica-ટ્યુન્ડ ક્વાડ-રીઅર કેમેરા, Qualcommનું ફ્લેગશિપ ચિપસેટ અને શક્તિશાળી બેટરી સાથે આવે છે. તો ચાલો અમે તમને તેની સુવિધાઓ અને કિંમત વિશે જણાવી દઈએ.

આ સ્માર્ટફોન 16GB રેમ સાથે આવે છે. ઉપરાંત, આ સ્માર્ટફોનમાં 6.73 ઇંચની 2K TCL સ્ક્રીન છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 એલીટ સાથે આવે છે, જે સૌથી ઝડપી પ્રોસેસરોમાંનો એક છે. ઉપરાંત, તેમાં 3200 નિટ્સની બ્રાઇટનેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં તમને 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ મળશે. ફોનમાં 6000mAh બેટરી જોવા છે. આ સ્માર્ટફોનમાં 200MP પેરિસ્કોપ લેન્સનો સમાવેશ થાય છે.

Xiaomi 15 Ultra
gadgets360.com

Xiaomi 15 Ultraના ફીચર્સ: Xiaomi 15 Ultraમાં 6.73 ઇંચ 2K LTPO OLED ડિસ્પ્લે હશે. 3200 નિટ્સની ટોચની બ્રાઇટનેસ. તેમાં HDR10+ અને ડોલ્બી વિઝનનો સપોર્ટ જોવા મળશે. ફોનમાં Xiaomi સિરામિક ગ્લાસ 2.0 પ્રોટેક્શન મળશે. આ સ્માર્ટફોન 16GB રેમ અને 1TB સુધીના સ્ટોરેજ સાથે આવશે. તેમાં ડ્યુઅલ ચેનલ વેપર લિક્વિડ સેપરેશન કૂલિંગ સિસ્ટમ હશે. આ ફોન Xiaomi HyperOS 2.0 પર ચાલી શકશે. તેમાં AI પોટ્રેટ ડાયનેમિક વોલપેપર પણ સામેલ કરવામાં આવ્યું છે.

હવે વાત કરીએ ફોનના કેમેરા વિશે... ફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ જોવા મળશે. તેનો મુખ્ય લેન્સ 50MP છે, જે 1-ઇંચ સેન્સર સાથે આવે છે. આ ઉપરાંત, તેમાં 50MP અલ્ટ્રાવાઇડ કેમેરા પણ સામેલ કરવામાં આવ્યો છે. 50 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ ત્રીજો કેમેરો છે. ચોથું સેન્સર 200MP પેરિસ્કોપ ટેલિફોટો છે. તે 1/1.4-ઇંચ HP9 સેન્સરનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોનનો કેમેરા 4.3x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરી શકે છે.

Xiaomi 15 Ultra
smartprix.com

ફોનની મોટી 6000mAh બેટરી 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, ફોનમાં રિવર્સ વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ જોવા મળશે.

કિંમતની વાત કરીએ તો, 12 GB રેમ, 256 GB સ્ટોરેજવાળા Xiaomi 15 Ultra ફોનના પ્રારંભિક વેરિઅન્ટની કિંમત 6499 યુઆન (લગભગ 78,000 રૂપિયા) છે. આ ઉપરાંત, સ્માર્ટફોનનું 16 GB રેમ, 512 GB સ્ટોરેજ વેરિઅન્ટ 6999 યુઆન (લગભગ 84,000 રૂપિયા)માં ઉપલબ્ધ છે. તેના 16 GB રેમ, 1 TB સ્ટોરેજ વેરિઅન્ટ વિશે વાત કરીએ તો, તમને તે 7799 યુઆન (લગભગ 93,500 રૂપિયા)માં મળશે. આ ફોનનું વેચાણ 2 માર્ચથી શરૂ થશે.

Related Posts

Top News

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.