આ કેરીનો કિલોનો ભાવ છે 3 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ

તમે કેરીની વેરાયટી બાબતે સાંભળ્યું જ હશે, પરંતુ દુનિયાની સૌથી મોંઘી કેરી કેવી હોય છે અને તે કેવી દેખાય છે. ચાલો અમે તમને જણાવીએ. આ કોઈ સામાન્ય કેરી નથી. આ એક જાપાની કેરી છે. જેને મિયાજાકી તઈયો નો તમાંગો કહેવામાં આવે છે.

આ કેરીને જબલપુરના ખેડૂત સંકલ્પ સિંહ પરિહારે પોતાના ખેતરમાં ઉગાડી છે. ખાસ વાત એ છે કે આ કેરીઓની કિંમત લાખો રૂપિયામાં છે કેમ કે વિદેશમાં આ કેરીઓની ભારે માગ છે. આજ કારણ છે કે ચોરોથી આ કેરીઓને બચાવવા માટે 2 ગાર્ડ્સ તેમજ અડધા ડઝનથી વધુ જર્મન શેફર્ડ અને CCTV કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. જેને જોઈને બધા હેરાન રહી ગયા છે.

miyazaki-mango1

ખેડૂત સંકલ્પ સિંહ પરિહારે જણાવ્યું કે જાપાની કેરીની વેરાયટી સાથે જ, ઓસ્ટ્રેલિયાની R2 O2 સહિત ઓલ ટાઈમ કેરી પણ ખેતરમાં તૈયાર કરવામાં આવી રહી છે. આ સાથે જ, દેશી વેરાયટીની કેરી પણ ઉગાડવામાં આવી છે. જેમાં મલ્લિકા, આમ્રપાલી આરકા, હાપુસ, કેસર, ચૌંસા લંગડા કેરીની વેરાયટી સામેલ છે. તેમણે જણાવ્યું કે બગીચામાં કેરી પાકવા લાગી છે. જેના કારણે એડવાન્સ બુકિંગ પણ ચાલુ થઈ ગયું છે.

મિયાજાકી વેરાયટીની કેરીનું વજન લગભગ 1 કિલો હોય છે. જે પાક્યા બાદ પીળી અને લાલ રંગની દેખાય છે. તે ખાવામાં મીઠી હોય છે પણ તેમાં રેસા હોતા નથી. જાણકારી અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં મિયાજાકી કેરીની કિંમત પ્રતિ કિલો લગભગ ત્રણ લાખ રૂપિયા છે. જે સામાન્ય રીતે હોતો નથી. આ કેરીની સંભાળ સાથે જ દેખરેખ કરવાનું પણ સરળ નથી કેમ કે આ કેરી ખૂબ જ નાજુક હોય છે.

Donald-Trump-Elon-Musk3
amarujala.com

ખેડૂત સંકલ્પ સિંહ પરિહારે જણાવ્યું કે, લગભગ 5 વર્ષ અગાઉ તેણે શોખ-શોખમાં જાપાની કેરી રોપવાની ચાલુ કરી હતી. તેને ઉગાડવામાં ઘણા પડકારો હતા કેમ કે તેમાં ખૂબ ઓછા ફળ આવે છે. પરંતુ બાદમાં જાપાની કેરીને ઉગાડવામાં સફળ થયો. તેણે જણાવ્યું કે જાપાનમાં આ કેરી પોલીહાઉસની અંદર ઉગાડવામાં આવે છે, જ્યારે ભારતમાં તેને ખુલ્લા વાતાવરણમાં પણ ઉગાડી શકાય છે.

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીના ...
National 
સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.