શું મસ્ક નવી પાર્ટી બનાવશે? X પર લખ્યું- 'ધ અમેરિકા પાર્ટી'; 'સોશિયલ મીડિયા પોલમાં 80 ટકા સમર્થન'

ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા તૂટી ગઈ છે. બંને વચ્ચે શબ્દ યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, મસ્કે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જરૂરિયાત અંગે એક મોટું નિવેદન આપ્યું છે. હકીકતમાં, એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અભિયાન ચલાવ્યું હતું, જેમાં તેમણે પૂછ્યું હતું કે, શું અમેરિકામાં એક નવો રાજકીય પક્ષ બનાવવો જોઈએ. હવે આ અભિયાનના પરિણામો જાહેર કરતાં તેમણે કહ્યું કે 80 ટકા લોકોએ સમર્થનમાં મતદાન કર્યું છે.

Elon-Musk,-Donald-Trump1
agniban.com

મસ્કે X પર લખ્યું કે જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો છે, અમેરિકાને એક નવા રાજકીય પક્ષની જરૂર છે, જે 80 ટકા મધ્યમ વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ કરે અને બરાબર 80 ટકા લોકોએ તેને સમર્થન આપ્યું હોય. આ નિયતિ છે. આ પછી, તેમણે બીજી એક પોસ્ટમાં ફક્ત એટલું જ લખ્યું કે, 'ધ અમેરિકા પાર્ટી'.

આ એવા સમયે થયું જ્યારે સોશિયલ મીડિયા પર મસ્ક અને ટ્રમ્પ વચ્ચે શબ્દ યુદ્ધ વધુ તીવ્ર બન્યું. મસ્કે ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું અને લખ્યું હતું કે, મારા વિના ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત. આ પછી તેમણે લખ્યું કે આવી બેઈમાની.

Elon-Musk1
aajtak.in

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર મસ્કને વિશ્વાસઘાતી બતાવીને બદલો લીધો અને ચેતવણી આપી કે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તેમણે કહ્યું કે, બજેટમાં અબજો ડોલર બચાવવાનો સૌથી સરળ રસ્તો એલોન મસ્કની સરકારી સબસિડી અને કરારોને બંધ કરવાનો છે.

Elon-Musk3
aajtak.in

મસ્ક દ્વારા સૂચવવામાં આવેલી અમેરિકા પાર્ટી હાલમાં ફક્ત એક વિચાર છે, પરંતુ તેને અમેરિકન રાજકારણમાં એક નવા યુગની શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને જ્યારે મસ્કની સોશિયલ મીડિયા પહોંચ અને પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે.

Donald-Trump2
aajtak.in

અહીં તમને જણાવી દઈએ કે, 30 મેના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક બંને સાથે જોવા મળ્યા હતા. બંને એકબીજાનો આભાર માનતા સાંભળવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન, એક ક્ષણ માટે પણ એવું લાગ્યું નહીં કે બંનેને એકબીજા પ્રત્યે આટલી નફરત છે, કારણ કે છ દિવસમાં, ટ્રમ્પ બિગ બ્યુટીફુલ બિલ પર એટલા નારાજ થઈ ગયા કે તેઓ ગુસ્સાથી લાલચોળ થઇ ગયા. આ પછી, મસ્કે સોશિયલ મીડિયા પર હુમલાઓનો દોર શરૂ કર્યો અને દાવો કર્યો કે, ટ્રમ્પ તેમના વિના ચૂંટણી જીતી શક્યા ન હોત. મસ્કે ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવા અને તેમને હટાવવાનું પણ સમર્થન કર્યું અને અમેરિકામાં ત્રીજા પક્ષની જરૂરિયાત પર એક મતદાન કર્યું, જેમાં 80 ટકા લોકો મસ્ક સાથે સંમત થયા.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.