દશરથ માંઝીની પૌત્રી લડવા માગે છે બિહાર વિધાનસભાની ચૂંટણી, રાહુલ ગાંધી પાસે માગી ટિકિટ

બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે ગયા જિલ્લાના ગહલોર ગામની મુલાકાત લીધી હતી.. આ ગામ માઉન્ટેન મેન કહેવાતા દશરથ માંઝીનું ગામ છે. રાહુલ ગાંધી અહીં તેમના પરિવારને મળ્યા અને દશરથ માંઝીના જીવન અને સંઘર્ષને યાદ કર્યા. ગહલોર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ પહેલા દશરથ માંઝીની પ્રતિમાને ફૂલ-માળા અર્પણ કરી. પછી તેઓ તેમના ઘરે ગયા, જ્યાં તેમણે માંઝીના પુત્ર ભાગીરથ માંઝી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી. રાહુલે લગભગ 10 મિનિટ તેમની સાથે વિતાવી અને તેમના હાલચાલ જાણ્યા. ત્યારબાદ, તેઓ દશરથ માંઝી સ્મૃતિ ભવન અને તે સ્થળ પર પણ ગયા, જ્યાં માંઝીએ પર્વત કાપીને રસ્તો બનાવ્યો હતો.

Rahul-Gandhi1
ANI

 

રાહુલ ગાંધી જ્યારે રાજગીર જવા રવાના થયા, તો તેમણે માંઝીના પુત્ર ભાગીરથને પણ પોતાની સાથે કારમાં બેસાડ્યો. પરિવારને રાહુલની આ મુલાકાતથી ઘણી અપેક્ષાઓ છે. ભાગીરથ માંઝીએ કહ્યું કે તેમને આશા છે કે કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં બોધગયા સીટ પરથી તેની પુત્રી અંશુ કુમારીને ટિકિટ આપશે.

અંશુ પોતે પણ ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. તેણે કહ્યું કે રાહુલ ગાંધી પાસેથી તેમને આશા છે કે તેમનો પરિવાર હવે વધુ સારું જીવન જીવી શકશે. હાલમાં બોધગયા સીટ પરથી RJDના કુમાર સર્બજીત ધારાસભ્ય છે, એવામાં કોંગ્રેસ સામે સીટ વહેંચણીને લઈને પડકાર ઊભો થઈ શકે છે. રાહુલ ગાંધીના ગહલોર ગામ પહોંચ્યા બાદ, દશરથ માંઝીના પરિવારજનોને આશા જાગી છે કે તેમના દિવસ આવશે અને પરિવારનું ભલું થશે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે

(ઉત્કર્ષ પટેલ) બાળકો અરીસા જેવા હોય છે જેમાં તમારું વ્યક્તિત્વ, વર્તન અને વિચારો પ્રતિબિંબિત થાય છે. તમે લોકો સાથે જે...
Opinion 
તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.