- Agriculture
- હેક્ટરે 5300 કિલો ઉત્પાદન આપતી બાજરીની નવી જાત જામ શક્તિ ખેડૂતોને ન્યાલ કરશે
હેક્ટરે 5300 કિલો ઉત્પાદન આપતી બાજરીની નવી જાત જામ શક્તિ ખેડૂતોને ન્યાલ કરશે

(દિલીપ પટેલ), જામ શક્તિ (GHB 1129) સંકર જાત વિકસાવી છે. જે ઉનાળુ બાજરીમાં હેક્ટરે 53 ક્વિન્ટલ જબ્બર ઉત્પાદન આપે છે. જ્યારે ચોમાસામાં 29.57 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. કેટલાંક રોગો સામે પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. ફફૂંદી, સ્મટ અને એર્ગોટ રોગ સામે લડી શકે છે.
બીજીએ મોતી શક્તિ (GHB 1225) સંકર જાત વિકસાવી છે જે સરેરાશ 3.23 ક્વિન્ટલનું ઉત્પાદન ચોમાસા અને ઉનાળામાં આપે છે. બન્ને 82-83 દિવસોમાં પાકી જાય છે. 1950માં હેક્ટરે માંડ 275 કિલો બાજરી પાકતી હતી. જે હવે 2021માં નવી જામ શક્તિ જાતના કારણે 5300 કિલો ઉત્પાદન મળશે. નવો વિક્રમ સ્થાપિત થશે.
દેશમાં ગુજરાત સતત સૌથી વધું ઉત્પાદકતામાં આગળ રહેશે. 70 વર્ષના કૃષિ ઇતિહાસમાં સંકર બાજરીના ઉત્પાદકતામાં કૃષિ વિજ્ઞાનીઓએ 1827 ટકાનો વધારો કરી બતાવ્યો છે. ઉત્પાદકતામાં બીજા એક પણ પાકમાં આટલો વધારો થયો નથી. પણ ગુજરાતના લોકો પરંપરાગત બાજરી અને જુવાર, મકાઈનો ખોરાક છોડીને ઘઉં અને ચોખા ખાવા તરફ વળ્યા છે. તેથી આરોગ્યના પ્રશ્નો ઊભા થયા છે.
ગુજરાતમાં 4 હજાર વર્ષ પહેલા બાજરી, મગ, જવ અને ઘઉંની ખેતી થતી હતી. ધોળાવીરા જેવી લોથલની સંસ્કૃત્તિમાં બાજરી થતી હોવાના પુરાવા મળે છે. 4 હજાર વર્ષના ઇતિહાસમાં હાલ સૌથી વધું ઉત્પાદન મળી રહ્યું છે. નવી જાતને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા માન્યતા આપીને જાહેર કરી છે ત્યારે હવે ગુજરાત ફરી એક વખત ઉત્પાદનમાં દેશથી આગળ રહેશે. બીજા રાજ્યોમાં આટલું ઉત્પાદન મળતું નથી.
2002-21માં ખરીફ અને ઉનાળુ મળીને કુલ 4.56 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું. જેમાં 10.42 લાખ ટન પાકવાની ધારણા કૃષિ વિભાગની હતી. સરેરાશ હેક્ટરે 2281 કિલોની આવે છે. જેમાં ચોમાસામાં 1.84 લાખ હેક્ટર અને ઉનાળામાં 2.72 લાખ હેક્ટર વાવેતરની અને ઉત્પાદનની 7.59 લાખ ટન એટલે કે હેક્ટરે 2786 કિલોની ધારણા કૃષિ વિભાગની હતી.
રાજ્યની 6.50 કરોડની વસતી માંથી અડધી વસતીને બાજરીનું અનાજ પૂરું પાડવામાં બનાસકાંઠા આગળ નિકળી ગયું છે. ગુજરાતમાં વાવેતર વધી રહ્યું છે. 1.80થી 2 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થાય છે. જેમાં 50 ટકા તો માત્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાવેતર કરે છે.
આમ બનાસકાંઠાના ખેડૂતોએ બાજરીના વાવેતરમાં પ્રભુત્વ ઊભું કરી દીધું છે. ત્યાર પછી કચ્છ અને ભાવનગરના સૂકા ઓછા પાણી વાળા વિસ્તારોમાં બાજરી પાકે છે. સુકા વિસ્તારો બાજરીને અનુકૂળ આવે છે. જ્યારે ભેજ અને વધુ પાણી ધરાવતાં દક્ષિણ ગુજરાતમાં એક પણ ખેતરમાં બાજરી પાકતી નથી.
ભાવનગરને પાછળ રાખ્યું
જોકે 2014-13-12ના ત્રણ વર્ષની સરેરાશ 2.73 લાખ હેક્ટરની હતી. જે 2014માં ઘટીને 1.78 લાખ હેક્ટરે આવીને ઊભી હતી. જ્યારે 2015માં 1.46 લાખ હેક્ટર જ બાજરીનું વાવેતર થયું હતું. પાંચ વર્ષ પહેલા બનાસકાંઠાના ખેતરોનું ચિત્ર જ જૂદું હતું. 2015માં રાજ્યમાં કુલ વાવેતરની સામે બનાસકાંઠામાં માંડ 19500 હેક્ટર વાવેતર હતું. ત્યારે સૌથી વધું બાજરી ભાવનગરમાં 33000 હેક્રમાં થઈ હતી. ત્યાર બાદ ખેડામાં 23500 હેક્ટર વાવેતર હતું. આમ બનાસકાંઠો ત્રીજા નંબર પર હતો.
પણ 3 વર્ષમાં બનાસકાંઠાના ખેડૂતોએ કાઠું કાઢીને બાજરીના વવેતરમાં ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. 2015માં સૌથી વધું સૌરાષ્ટ્ર પછી મધ્ય ગુજરાત અને ત્યાર બાદ ઉત્તર ગુજરાતમાં બાજરીના ખેતરો હતા. પણ હવે સમગ્ર ઉત્તર ગુજરાતને બાજરીના વાવેતરમાં સૌથી આગળ બનાસકાંઠાના ખેડૂતો લાવી શક્યા છે.
બાજરીનો વારસો
1949-50માં 18.61 લાખ હેક્ટરમાં બાજરી વવાતી હતી, 5.12 લાખ ટન પાકતી હતી. એક હેક્ટર ખેતરમાં 275 કિલો બાજરી થતી હતી. જે 2008-9માં એક હેક્ટર ખેતરમાં 1231 કિલો પાકવા લાગી હતી. આમ 350 ટકાનો ઉત્પાદકતામાં વધારો ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓએ કરી બતાવ્યો હતો. 1950માં હેક્ટરે માંડ 275 કિલો બાજરી પાકતી હતી. જે હવે 2021માં નવી જામ શક્તિ જાતના કારણે 5300 કિલો ઉત્પાદન મળશે. નવો વિક્રમ સ્થાપિત થશે. દેશમાં ગુજરાત સતત સૌથી વધું ઉત્પાદકતામાં આગળ રહેશે.
1953-54માં 23.45 લાખ હેક્ટરમાં 6.60 લાખ ટન બાજરી પાકી હતી. આજે એટલાજ વીઘામાં 3-4 ગણું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યાં છે. 2003-4માં 12 લાખ હેક્ટરમાં 17 લાખ ટન બાજરી પાકી હતી. હવે 8 લાખ ટન બાજરી ગુજરાતમાં થાય છે. હકીકતમાં 50 વર્ષમાં વસતી 3 ગણી થઈ પણ બાજરીનું ઉત્પાદન એટલું જ રહ્યું છે.
ગુજરાતના પૂર્વજોનો મૂળ ખોરાક બાજરી હતો તે છોડીને હવે ઘઉં અને ચોખા ખાવાનું વલણ વધ્યું છે. આ બન્ને ખોરાક ગુજરાત માટે અનુકૂળ આવ્યા નથી એ હઠીલા રોગચાળા પરથી સ્પષ્ટ થાય છે. ડાયાબિટીશ, ઝાડીયાપણું, બ્લડપ્રેશર, હ્રદયના રોગો, કેન્સર જેવા મોટા અને નાના અનેક રોગો વધ્યા છે.
બાજરી શ્રેષ્ઠ ખોરાક
રાજસ્થાન, હરિયાણા સારી એવી બાજરી ખાય છે. ખીચડી, સૂપ, રબડી કે રાબ, રોટલા શ્રેષ્ઠ બને છે. રોગ પ્રતિકાર વધારે છે. ગ્લૂટન નથી, એમિનો એસિડ્સ, નિયાસિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ન્યૂટ્રિશન્સ, આયરન સારા છે. એબ્ઝોર્વ થઇ જાય છે. પાચન બગડેલું હોય તેમને માટે ફાયદો છે. લોહીની ઊણપ-એનીમિયાને દૂર કરે છે. ડાયાબિટીઝથી બચાવે છે, લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ કરે છે. મોટાપો દૂર કરે છે, ભૂખ ઓછી લાગે છે, ધીરે પચે, પેટ ભરેલું રહે છે. ગર્ભવતી મહિલાઓ માટે આયરન અને કેલ્શિયમની ઉણપમાં ફાયદાકારક. માતાનું દૂધ વધારે છે. વેરાવળ આસપાસના ખેતરોમાં દેશની શ્રેષ્ઠ બાજરી પાકે છે જેનો ભાવ તમામ અનાજમાં ઊંચો હોય છે.
Related Posts
Top News
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
Opinion
