- Agriculture
- સીરિયા અને ઉંઝાના જીરા વચ્ચે શું છે સંબંધ? જાણો
સીરિયા અને ઉંઝાના જીરા વચ્ચે શું છે સંબંધ? જાણો

જીરાની ખેતી ગુજરાત અને રાજસ્થાનમાં જ વધુ થાય છે, તેમાંય ગુજરાતના મહેસાણાનું જીરું તો ખાસ્સું જાણિતું છે. પરંતુ જીરામાંથી ખાસ મળતર રહેતું ન હતું. પરંતુ જીરાના મુખ્ય ઉત્પાદક સીરિયા અને તૂર્કીમાં પાક ઘટતા નિકાસ ઓછી થઇ રહી છે, ત્યારે મહેસાણાના જીરુ પકવતા ખેડૂતોને ક્વિન્ટલે 21000 રૂપિયા મળી રહ્યા છે.
જીરુંની મુખ્ય ખેતી ભારતમાં છે, એ બાદ જીરુંની નિકાસ કરનારા મુખ્ય ઉત્પાદકોમાં સીરિયા અને તુર્કી આવે છે. સીરિયામાં 2011ના વર્ષથી ગૃહયુધ્ધ ચાલે છે, તેને કારણે સીરિયામાં ખેતી નષ્ટ થઇ રહી છે. યુધ્ધના કારણે જે જીરું પેદા થાય છે, તે પણ આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચી શકતું નથી. બીજી તરફ તુર્કીની રાજકિય સ્થિરતા પણ જોખમાઇ રહી છે, તેને કારણે તુર્કીની જીરાની નિકાસ પણ ઘટી રહી છે. આ બંને દેશોના ઉત્પાદનો અને આયાત ઘટવાને કારણે જીરું ખરીદનારા દેશોએ ભારત તરફ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નજર કરી છે અને તેને કારણે ભારતમાંથી જીરુંની નિકાસ વધી રહી છે.
સીરિયા અને તુર્કી આંતરરાષ્ટ્રીય જરૂરિયાત પૂરી કરવામાં નિષ્ફળ જતાં ખરીદદારોએ ભારત ભણી નજર દોડાવી છે. ભારતમાં પેદા થતા જીરુંનું 70 ટકા જીરું તો સ્થાનિક બજારમાં જ વેચાઇ જાય છે, જ્યારે 30 ટકા જીરું નિકાસ કરાય છે. ગયા વર્ષે 90000 ટન જીરાની નિકાસ થઇ હતી. સીરિયા અને તુર્કી પાસેથી જીરું ખરીદનારા દેશોમાંથી અમેરિકા, કેનેડા, દક્ષિણ અમેરિકાના દેશો તેમજ મધ્યપૂર્વના દેશો ભારત પાસેથી જીરું ખરીદી રહ્યા છે અને તેનો લાભ ઉંઝાના ખેડૂતોને મળી રહ્યો છે.
વધતી જતી નિકાસને પગલે જીરાના ભાવ પણ સારા મળતા થયા હોવાને કારણે હવે જીરુંની ખેતી પણ વધી રહી છે. 2012-13ના વર્ષમાં 5.93 લાખ હેક્ટર જમીનમાં જીરુની ખેતી થઇ હતી, જે હવે વધીને 2016-17માં 7.60 લાખ હેક્ટરમાં થઇ છે. જીરુનું ઉત્પાદન પણ 3.94 લાખ ટનથી વધીને 4.85 લાખ ટન હતુ. 2015-16માં ઉત્પાદન 5.03 લાખ ટન થયું હતું.
જીરુંની નિકાસ વધવાને કારણે ભાવ પણ સારા મળી રહ્યા છે. ક્વિન્ટલે 21000 રૂપિયાના ભાવે જીરુંની ખરીદી થઇ રહી છે. એક વીઘું જમીન હોય તો 25થી 30 હજાર રૂપિયા મળતર રહે છે. વળી જીરુંની ખેતી ઓછા પાણી અને ઓછી મહેનતે થાય છે. 90 દિવસ એટલે કે ત્રણ મહિનામાં જ પાક તૈયાર થઇ જાય છે, તેથી ખેડૂતોને પણ ફાયદો રહે છે.
Related Posts
Top News
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Opinion
-copy.jpg)