- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 21-09-2025
વાર- રવિવાર
મેષ - દિવસભર કામમાં વ્યસ્ત રહી શકશો, સાંજ પછી કમજોરીનો અનુભવ થાય, આજના દિવસે ઠંડા પીણા ટાળજો.
વૃષભ - તમારી વાણી અને ઓળખાણથી ધારેલુ કામ કઢાવી શકશો, આર્થિક બાબતોમાં વધારે ધ્યાન રાખવું, આજે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો.
મિથુન - તણાવોમાં વધારો થઈ શકે છે, પ્રવાસ ટાળવો.
કર્ક - સાંજ થતા તમારો દિવસ પ્રગતિમય બને, તમારી લાગણીઓ આજે લોકોને દેખાશે, આજે તમે શિવજીનું સ્મરણ ચોક્કસ કરો.
સિંહ -આજે ભાગીદારીમાં સાચવીને કામ કરવું, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાદ વિવાદથી દૂર રહો.
કન્યા - તમારા ખર્ચ આજે વધી શકે છે, તમારી ધાર્મિકતામાં વધારો થશે, આજે દેવસ્થાનની મુલાકાત અવશ્ય લો.
તુલા - વિદ્યા અભ્યાસમાં વધારે ધ્યાન આપો, ધારેલો લાભ મેળવી શકશો, આજે કુળદેવીનું ધ્યાન કરો.
વૃશ્ચિક - ધંધા નોકરી માટેના વિચારો સતત મનમાં રહે, ચિંતાઓ વધતી જશે, આજે હનુમાનજીનું ધ્યાન કરો.
ધન - ધંધા માટે નવી ઓળખાણ જોડાણની સંભાવના રહે, નવા લોકોને મળી આનંદનો અનુભવ થાય, આજે રાધા કૃષ્ણનું સ્મરણ કરો.
મકર - કોઈપણ વિવાદોથી આજે દૂર રહો, ધન વૃદ્ધિના વિચારો આવે, દૂધની બનાવટની વસ્તુઓ આજે ટાળવી.
કુંભ - તમારા આપેલા વચનો ખોટા પડી શકે છે, ભાગીદાર સાથે સંબંધોમાં સુધારો લાવો, આજે કુળદેવતાનું ધ્યાન ચોક્કસ કરો.
મીન - બહારની ખણી પીણી આજે ટાળવી, તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી, આજે જળાશય કે નદીના દર્શન અવશ્ય કરો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

