- Astro and Religion
- સાઉદી અરબની હિન્દી પ્રત્યે નારાજગી કેમ? ભારતના મુસ્લિમો આ સુવિધાથી વંચિત
સાઉદી અરબની હિન્દી પ્રત્યે નારાજગી કેમ? ભારતના મુસ્લિમો આ સુવિધાથી વંચિત

હજ યાત્રા પર દર વર્ષે લાખોની સંખ્યામાં મુસ્લિમો સાઉદી અરેબિયા જાય છે. ભારતમાંથી પણ લાખોની સંખ્યામાં લોકો હજ યાત્રા માટે દર વર્ષે સાઉદી અરેબિયા જાય છે. દુનિયામાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે બે વર્ષ હજ યાત્રાને અસર થઈ હતી. મહામારીનો ખતરો ટળી ગયા પછી હવે હજયાત્રા માટેની તમામ સુવિધાઓ સરળ થઈ ગઈ છે. આ વર્ષે પણ હજ યાત્રા માટે લાખોની સંખ્યામાં ભારતીય મુસલમાનોએ નોંધણી કરાવી છે.
હજ માર્ગદર્શન હિન્દીમાં નથી
ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે, આ વર્ષે સાઉદી અરબે તીર્થયાત્રીઓની મદદ માટે એક ખાસ માર્ગદર્શન તૈયાર કર્યું છે. આ માર્ગદર્શનની મદદથી, તીર્થયાત્રીઓ તમામ જરૂરી જાણકારી મેળવી શકે છે. આ માર્ગદર્શન આપતી માર્ગદર્શિકા 14 ભાષાઓમાં જાહેર કરવામાં આવી છે. પરંતુ આ માર્ગદર્શિકા હિન્દીમાં જાહેર કરવામાં નથી આવી. જો કે, દર વર્ષે લાખો ભારતીય મુસ્લિમો હજ યાત્રા માટે સાઉદી અરબ જાય છે. સાઉદી અરબે તીર્થયાત્રીઓ માટે એક અનોખી જાગરૂકતા પહેલ હેઠળ આ માર્ગદર્શનને રજૂ કર્યું છે.
આ ભાષાઓમાં જાહેર થઈ માર્ગદર્શિકા
ઈ-માર્ગદર્શિકા અરબી, અંગ્રેજી, ફ્રેન્ચ, ઉર્દુ, બંગાળી, ઈન્ડોનેશિયાઈ, મલય, હૌસા, અમ્હારિક, ફારસી, સ્પેનિશ, તુર્કી, રૂસી અને સિંહલી ભાષાઓમાં જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં હજ અને ઉમરાહ તીર્થયાત્રીઓને યાત્રાના દરેક પાસાઓ વિશે આવશ્યક મૂળભૂત જાણકારી સીધી, વ્યાપક રીતે આપવામાં આવી છે.
ઇસ્લામમાં માનનારા લોકો માટે હજ પર જવું એ જીવનમાં સૌથી મોટી ખુશીની વાત હોય છે. દરેક મુસલમાન પોતાના જીવનમાં એકવાર હજ પર જરૂરથી જવા માંગે છે. આ વખતે હજની શરૂઆત 19 ઓગસ્ટથી થઈ રહી છે. આ યાત્રા 24 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે, હજ પર ગયા પછી, હજયાત્રીઓએ (જેને હાજી અથવા હજરીન કહેવામાં આવે છે) ત્યાં શું-શું કરવાનું હોય છે? વાસ્તવમાં ઇસ્લામી મહિનો ધુ-અલ-હિજાહ 8 તારીખથી શરૂ થાય છે. તેની તારીખ આપણા અંગ્રેજી (ગ્રેગોરિયન) કેલેન્ડર મુજબ બદલાતી રહે છે. અહીં દુનિયાના ખૂણે-ખૂણાથી લોકો સાઉદી અરબના મક્કા ખાતે પહોંચે છે. મક્કા ગયા બાદ જેદ્દા એરપોર્ટ પર ઉતરે છે. મક્કામાં ઈસ્લામમાં નહીં માનનારા લોકોને પ્રવેશવાની મનાઈ છે. હજ યાત્રીઓ ત્યાં પહોંચ્યા પછી, તેઓ આ પ્રક્રિયાઓ દ્વારા પોતાની હજ યાત્રા પૂર્ણ કરે છે. આ બધી પ્રક્રિયાઓ પયગંબર અબ્રાહમે જે-જે કર્યું હતું, તેનું પુનરાવર્તન હોય છે.
ઇહરામ
આનો મતલબ થાય છે કે, હજ યાત્રીઓ ખાસ પ્રકારના કપડાં પહેરે છે. પુરૂષો બે ટુકડાવાળા સિલાઈ વગરના સફેદ ઝભ્ભા પહેરે છે. મહિલાઓ પણ આવા સફેદ કપડાં પહેરે છે, જેમાં સિલાઈ નથી હોતી અને તેમાંથી ફક્ત તેમના હાથ અને ચહેરો જ દેખાય છે. આ દરમિયાન હજ યાત્રીઓએ સેક્સ, લડાઈ-ઝઘડો, અત્તર અને વાળ-નખ કાપવાથી દૂર રહેવાનું હોય છે.
તવાફ
મક્કા પહોંચ્યા પછી, હજ યાત્રીઓ હરમ શરીફની (મુખ્ય મસ્જિદ) તવાફ કરે છે. માને કાબાની સાત વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્રદક્ષિણા કરે છે.
સઈ
હાજી મસ્જિદના બે પહાડો વચ્ચે સાત વાર દોડે છે. જેને સઈ કહેવામાં આવે છે. તે પયગંબર ઇબ્રાહિમની પત્ની હાઝરાની પાણીની શોધમાં કરવામાં આવેલી ભાગદોડની યાદમાં હોય છે.
અત્યાર સુધી જે થયું તે હજ નથી. આને ઉમરા કહે છે. હજની મુખ્ય વિધિઓ હવે પછી શરૂ થાય છે. આની શરૂઆત ત્યારે થાય છે, જ્યારે હાજી મુખ્ય મસ્જિદથી પાંચ કિલોમીટર દૂર મીના પહોંચે છે.
જબલ ઉર રહમા
બીજા દિવસે લોકો જબલ ઉર રહમા નામની ટેકરીની પાસે ભેગા થાય છે. મીનાથી 10 કિમી દૂર અરાફાતની ટેકરીની આસપાસ ભેગા થયેલા આ લોકો નમાજ અદા કરે છે.
મુઝદલફા
સૂર્યાસ્ત થયા પછી, હાજી અરાફાત અને મીનાની વચ્ચે આવેલ મુઝદલફા ખાતે જાય છે. ત્યાં તેઓ અડધી રાત સુધી રહે છે. ત્યાં જ તેઓ શેતાનને મારવા માટે પથ્થરો ભેગા કરે છે.
પછી ઈદ
બીજા દિવસે ઈદ ઉલ અઝહા (બકરીદ) મનાવવામાં આવે છે. જ્યારે હાજી મીના પરત ફરે છે. ત્યાં તેઓ દિવસમાં ત્રણ વખત શેતાનને પથ્થર મારવાની વિધિ કરે છે. સામાન્ય રીતે સાત પથ્થર મારવાના હોય છે.
પહેલીવાર પત્થર મારવો
પહેલીવાર પત્થર માર્યા પછી બકરા હલાલ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોમાં તેનું માંસ વહેંચવામાં આવે છે. બકરો અથવા અન્ય પશુઓની કુરબાનીને અલ્લાહ માટે અબ્રાહમના પોતાના પુત્ર ઇસ્માઇલના બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે.
સફાઈ
હવે હાજી વાળ કપાવે છે. પુરુષો બધા જ વાળ કઢાવી નાંખે છે એટલે કે ટાલ કરાવે છે, જ્યારે સ્ત્રીઓ એક આંગળી સુધીના પોતાના વાળ કપાવે છે. અહીંથી તેઓ તેમના સામાન્ય કપડાં પહેરી શકે છે.
ફરીથી તવાફ
હાજી ફરી મક્કાની મુખ્ય મસ્જિદમાં પરત ફરે છે અને કાબાના સાત ફેરા કરે છે.
પથ્થર મારવું (રમીજમારત)
હાજી ફરીથી મીના જાય છે અને પછીના બે-ત્રણ દિવસ સુધી પથ્થર મારવાની વિધિ થાય છે.
અને પછી કાબા
એકવાર ફરી લોકો કાબા જાય છે અને તેના સાત ફેરા ફરે છે. આની સાથે હજ પૂર્ણ થાય છે.
Related Posts
Top News
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે?
Opinion
