આજે છે વિશ્વકર્મા જયંતી, આ રીતે કરો દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માની પૂજા

દેવશિલ્પી તરીકે જાણીતા ભગવાન વિશ્વકર્માની પૂજા દર વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે દેવશિલ્પીનો જન્મ થયો હતો તેઓ વાસ્તુશાસ્ત્રના પ્રણેતા પણ છે અને તેમણે જ વિવિધ લોક અને દેવો માટે મહેલ, હથિયાર અને ભવનોનું નિર્માણ કર્યું છે. આ દિવસે ગુજરાતમાં ખાસ કરી સુથાર અને મેવાડા સમાજના લોકો વિશેષ પૂજા અર્ચના કરતાં હોય છે.

ભગવાન વિશ્વકર્માની પૂજાનું મહત્ત્વ

ભગવાન વિશ્વકર્માના જન્મ દિવસે વિશ્વકર્મા પૂજન કરવામાં આવે છે. માન્યતા છેકે ભગવાન વિશ્વકર્મા સૃષ્ટિના રચયિતા બ્રહ્માના 7મા ધર્મપુત્રના રૂપે જન્મ લીધો હતો. ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર, વાસ્તુશાસ્ત્રના દેવતા, પ્રથમ એન્જિનિયર, દેવતાઓના એન્જિનિયર અને મશીનના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિષ્ણુપુરાણાં વિશ્વકર્માને દેવબઢઇ તરીકે આલેખવામાં આવ્યા છે એટલે જ તેમના પૂજનનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવ્યું છે. જો મનુષ્ય પાસે શિલ્પનું જ્ઞાન જ ન હોતે તે તે કેવી રીતે નિર્માણ કરી શકતે? જો નિર્માણ જ ન થતે તો માનવ સભ્યતાનો વિકાસ અટકી પડતે.

કોણ છે ભગવાન વિશ્વકર્મા?

ભગવાન વિશ્વકર્માને નિર્માણના દેવતા માનવામાં આવે છે. માન્યતા છેકે દેવતાઓના વિવિધ ભવ્ય મહેલો અને ભવન, હથિયાર અને સિંહાસનોનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. એક વખત અસુરોથી પરેશાન દેવતાઓની પ્રાર્થના પર ભગવાન વિશ્વકર્માએ મહર્ષિ દધિચીના હાડકાઓથી દેવરાજ ઇન્દ્ર માટે વજ્ર નામનું અતિઘાતક હથિયાર બનાવ્યું હતું જેનાથી અસુરોનો સંહાર થઈ ગયો હતો.

ભગવાન વિશ્વકર્માના અપ્રતિમ કારીગરી

ભગવાન વિશ્વકર્માએ રાવણની લંકા, કૃષ્ણની દ્વારીકા નગરી, પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ નગરી અને હસ્તિનાપુરા તેમજ ઉડીસા સ્થિત જગન્નાથ મંદિર માટે ભગાવાન જગન્નાથ સહિત બલભદ્ર અને સુભદ્રાની પ્રતિમાનું નિર્માણ પણ તેમણે સ્વંય કર્યું હતું. આ ઉપરાંત તેમણે ભગવાન શિવનું ત્રિશુલ, ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર અને યમરાજનું કાલદંડ શામિલ છે. આ ઉપરાંત તેમણે દાનવીર કર્ણનું કુંડલ અને પુષ્પક વિમાન પણ બનાવ્યા હતા જેને ભગવાન રામે રાવણને યુદ્ધમાં હરાવીને અયોધ્યા લઈ આવ્યા હતા.

આ રીતે કરો ભગવાન વિશ્વકર્માની પૂજા

  • સૌથી પહેલા ગાડી, મોટર અથવા દુકાનની મશીનરીની સફાઇ કરી લો.
  • મંદિરમાં બેસીને ભગવાન વિષ્ણનું ધ્યાન ધરો.
  • તાંબાનું પાત્ર લઇને તેમાં પુષ્પ નાંખો.
  • ભગવાન વિશ્વકર્માનું ધ્યાન ધરીને તેમને પુષ્પ અર્પમ કરો.
  • 7 પ્રકારના અનાજ ધરાવો.
  • 7 પ્રકારના પ્રસાદ ધરાવીને તેમની પૂજા કરો.
  • અંતમાં તેમની આરતી કરો.

વિશ્વકર્માની જન્મની વાર્તા (વિશ્વકર્મા પૂજા કથા)

એક દંતકથા અનુસાર, ભગવાન વિષ્ણુ વિશ્વની રચનાની શરૂઆતમાં દેખાયા હતા. બ્રહ્માજી વિષ્ણુના નાભિ કમળથી દ્રષ્ટિથી દૃશ્યમાન થઈ રહ્યા હતા. બ્રહ્માના પુત્ર "ધર્મ" એ "વસ્તુ" સાથે લગ્ન કર્યા છે. ધર્મના સાતમા પુત્ર, તેમના સાતમા પુત્રનું નામ 'વાસ્તુ' રાખવામાં આવ્યું હતું, જે હસ્તકલાથી ભરેલી હતી. 'વસ્તુ' ના લગ્ન પછી, તેમને વિશ્વકર્મા નામનું એક પુત્ર થયો, જે વાસ્તુકળાના અનન્ય ગુરુ બન્યા.

ભગવાન વિશ્વકર્માનો પૂજા મંત્ર

ओम आधार शक्तपे नम: और ओम् कूमयि नम:
ओम अनन्तम नम:, पृथिव्यै नम:

About The Author

Related Posts

Top News

અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

અમેરિકામાં સ્થાયી થવા માગતા અને ત્યાં કામ કરતા હજારો ઇમિગ્રન્ટ્સ માટે એક બહુ મોટા રાહતના સમાચાર આવ્યા છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટનની...
World 
અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

સરકારે LPG સબસિડી કેમ વર્ષના 9 સિલિન્ડરથી ઘટાડીને 4 કરી દીધી? જાણો અસલી કારણ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ સબસિડીવાળા LPG  સિલિન્ડર રિફિલની સંખ્યા ઘટાડવાના સરકારના તાજેતરના નિર્ણયે દેશના અનેક પરિવારોમાં સવાલો ઊભા...
National 
સરકારે LPG સબસિડી કેમ વર્ષના 9 સિલિન્ડરથી ઘટાડીને 4 કરી દીધી? જાણો અસલી કારણ

'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

રાજસ્થાનના રાજકારણમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના સંબંધો અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ તાજેતરમાં સપ્ટેમ્બર ...
Politics 
'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યૂસુફ પઠાણ માટે મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે વડોદરામાં અતિક્રમણના કેસ...
Gujarat 
વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’
Copyright (c) Khabarchhe All Rights Reserved.