Mahindra XUV 3XO REVX Edge લોન્ચ! મળશે પેનોરેમિક સનરૂફ, કિંમત 10 લાખથી નીચે

ભારતીય બજારમાં Mahindra & MahindraXUV 3XO REVX લાઇનઅપમાં 'REVX Edge' નામનું નવું વેરિયન્ટ લોન્ચ કર્યું છે. તેની શરૂઆતની કિંમત ₹9.39 લાખ (એક્સ-શૉરૂમ) છે. આ ઉપરાંત, હાલના REVX M(O) વેરિયન્ટ માટે પેટ્રોલ ઓટોમેટિક વિકલ્પ પણ રજૂ કરવામાં આવ્યો છે, જેનાથી REVX સીરિઝમાં ₹10 લાખથી ઓછી કિંમતના સેગમેન્ટમાં પણ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળી ગયું છે.

Mahindra XUV 3XO REVX Edge: ફીચર્સ

REVX Edgeને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, ઓછી કિંમતે ગ્રાહકોને મોંઘા વેરિયન્ટ્સવાળી ફીચર મળી શકે. REVX Edge (O) વેરિયન્ટની કિંમત ₹9.89 લાખ (પેટ્રોલ મલ્ટી ટર્મિનલ) થી શરૂ થાય છે. ખાસ વાત એ છે કે, ₹10 લાખથી ઓછી કિંમતના XUV 3XO વેરિયન્ટમાં પ્રથમ વખત પેનોરેમિક સનરૂફ આપવામાં આવી છે.

Mahindra-XUV-3XO-REVX-Edge1
cardekho.com

હવે ફીચર્સની વાત કરીએ તો, REVX Edgeમાં વાયરલેસ Android Auto અને વાયર્ડ Apple CarPlay સાથે 10.25-ઇંચની HD ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, લેધરેટ સીટ્સ અને રિયર-વ્યૂ કેમેરાનો સમાવેશ થાય છે. REVX Edge (O) વેરિયન્ટમાં પેનોરેમિક સનરૂફ, રૂફ રેલ્સ, ઇલેક્ટ્રિકલી ફોલ્ડેબલ બાહ્ય મિરર, પેસિવ કીલેસ એન્ટ્રી, પુશ-બટન સ્ટાર્ટ અને ઓટોમેટિક હેડલાઇટ્સ તથા વાઇપર્સ જેવી વધારાના ફીચર્સ મળે છે. આટલું જ નહીં, REVX Edge અને REVX Edge (O) બંનેમાં સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), ISOFIX ચાઇલ્ડ-સીટ માઉન્ટ્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, તમામ મુસાફરો માટે થ્રી-પોઇન્ટ સીટબેલ્ટ અને સીટબેલ્ટ રિમાઇન્ડર્સનો સમાવેશ થાય છે.

Mahindra-XUV-3XO-REVX-Edge3
ndtv.com

REVX Edge બે એન્જિન વિકલ્પો સાથે આવે છે: 1.2-લીટર mStallion ટર્બોચાર્જડ પેટ્રોલ એન્જિન અને CRDe ટેક્નોલોજીથી સજ્જ 1.5-લીટર ટર્બો-ડીઝલ એન્જિન. પેટ્રોલ એન્જિનને 6-સ્પીડ મેન્યુઅલ (MT) અથવા ઓટોમેટિક (AT) ગિયરબોક્સ સાથે જોડી શકાય છે, જ્યારે ડીઝલ એન્જિન હાઇ કેટેગરીના મોડલ્સમાં 6-સ્પીડ મેન્યુઅલ અથવા ઓટોમેટેડ મેન્યુઅલ (AMT) ગિયરબોક્સ સાથે આવે છે. REVX Edge પેટ્રોલ MT: ₹9.39 લાખ.

REVX Edge પેટ્રોલ AT: ₹10.59 લાખ

REVX Edge ડીઝલ MT: ₹10.59 લાખ

REVX Edge (O) પેટ્રોલ મોડલની શરૂઆતની કિંમત ₹9.89 લાખ છે, જ્યારે પેટ્રોલ ઓટોમેટિક અને ડીઝલ મોડલ્સની કિંમત અનુક્રમે ₹11.09 લાખ અને ₹11.91 લાખ છે. આ ઉપરાંત, પેટ્રોલ REVX M(O)માં હવે ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત ₹9.99 લાખ છે.

આ કાર બજારમાં ત્રણ વેરિયન્ટ્સ અને પાંચ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે: એવરેસ્ટ વ્હાઇટ, સ્ટેલ્થ બ્લેક, ટેંગો રેડ, નેબૂલા બ્લૂ અને ગેલેક્સી ગ્રે.

About The Author

Related Posts

Top News

પાર્થિવ પટેલ 'ચીફ સિલેક્ટર' બન્યા તો થઇ શકે છે કરોડોનું નુકસાન; જાણો અજીત અગરકરને કેટલા પૈસા મળે છે

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલને અજીત અગરકર બાદ BCCIના આગામી 'ચીફ સિલેક્ટર' બનશે તેવી ચર્ચા તેજ...
Sports 
પાર્થિવ પટેલ 'ચીફ સિલેક્ટર' બન્યા તો થઇ શકે છે કરોડોનું નુકસાન; જાણો અજીત અગરકરને કેટલા પૈસા મળે છે

હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી મુજબ બેરિયાટ્રિક સર્જરીનો ક્લેઇમ મળવાપાત્ર છે: કોર્ટ

સુરત. આધુનિક યુગમાં અસંખ્ય લોકો ઓબેસીટીથી પીડાય છે. કેટલાક તેને માટે બેરિયાટ્રીક સર્જરી પણ કરાવે છે. પરંતુ, વીમા કંપનીઓ બેરિયાટીક...
Gujarat 
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી મુજબ બેરિયાટ્રિક સર્જરીનો ક્લેઇમ મળવાપાત્ર છે: કોર્ટ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-09-2026 દિવસ: રવિવાર મેષ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય, આરોગ્યનું ધ્યાન રાખવું. વૃષભ: સમય પ્રગતિકારક રહે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Mahindra XUV 3XO REVX Edge લોન્ચ! મળશે પેનોરેમિક સનરૂફ, કિંમત 10 લાખથી નીચે

ભારતીય બજારમાં Mahindra & Mahindraએ XUV 3XO REVX લાઇનઅપમાં 'REVX Edge' નામનું નવું વેરિયન્ટ લોન્ચ કર્યું છે. તેની શરૂઆતની...
Astro and Religion 
Mahindra XUV 3XO REVX Edge  લોન્ચ! મળશે પેનોરેમિક સનરૂફ, કિંમત 10 લાખથી નીચે
Copyright (c) Khabarchhe All Rights Reserved.