મુસ્લિમ યુવક આરિફમાંથી બન્યો આનંદ, હિંદુ ધર્મ અપનાવ્યો કહ્યું-મને કોઇનો ડર નથી

મધ્ય પ્રદેશમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો છે અને સનાતન ઘર્મની વિધી પ્રમાણે મુંડન કરાવી લીધું છે. તાજેતરમાં  જ મધ્ય પ્રદેશમાં  મુસ્લિમ સમાજના 250 લોકોએ હિંદુ ધર્મ અપનાવી લીધો હતો.

મધ્ય પ્રદેશના શાજાપુરના આરીફે સનાતન ધર્મ અપનાવ્યો અને તેનું નામ આનંદ રાખી દીધું છે. તેણે તાજેતરમાં માથું મુંડન કરાવ્યું હતું અને કેસરી વસ્ત્રો પહેર્યા હતા. આરીફે મા રાજરાજેશ્વરી મંદિર પરિસરમાં સનાતન વિધિ વિધાન સાથે હિંદુ ધર્મ અપનાવ્યો. આ પ્રસંગે આનંદ બનેલા આરીફે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ દબાણ નથી. તેને કોઈ સમાજનો ડર નથી. તે તેનો પોતાનો નિર્ણય છે.

મધ્યપ્રદેશના શાજાપુરમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અપનાવ્યો. હિંદુ ધર્મ અપનાવ્યા બાદ આરીફ હવે આનંદ બની ગયો છે. 11મી જાન્યુઆરીએ જિલ્લામાં યોજાયેલા શૌર્ય યાત્રાના કાર્યક્રમમાં આરીફે મુંડન કરાવ્યું હતું અને ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા હતા. તેણે મા રાજરાજેશ્વરી મંદિર પરિસરમાં સનાતન વિધિ વિધાન સાથે સંસ્કાર પૂર્ણ કર્યા.

આ પ્રસંગે શુજલપુરના રહેવાસી આરીફે જણાવ્યું કે તે લાંબા સમયથી હિન્દુ ધર્મથી પ્રભાવિત હતો.પરંતુ, તેણે હવે સંપૂર્ણ રીતે હિંદુ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ દબાણ નથી. આરિફે કહ્યું કે તે કોઈ સમાજથી ડરતો નથી.  આ તેનો પોતાનો નિર્ણય છે.

શુજલપુરના રહેવાસી આરીફે થોડા દિવસો પહેલા એક હિન્દુ મહિલા સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.. મહિલા સાથે શાજાપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચવાની માહિતી મળતાં જ કેટલાક લોકોએ અહીં હંગામો મચાવ્યો હતો. લાલઘાટી પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તે બંનેને પોલીસ સ્ટેશન પણ લઈ ગઈ હતી. યુવકે કહ્યું કે બંને એકબીજાને પ્રેમ કરે છે, તેથી જ લગ્ન કર્યા છે.

હિન્દુવાદી સંગઠનના કાર્યકરોએ યુવકો સામે લવ જેહાદનો કેસ નોંધવાની પણ માંગ કરી હતી. જોકે, મહિલાએ પણ લગ્ન માટે સંમતિ આપતા મામલો શાંત પડ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તે પરિણીત છે, પરંતુ પતિ તેને ત્રાસ આપે છે, તેથી તે આરિફ સાથે રહેવા માંગે છે. મહિલા તેની પડખે ઉભી રહી. તેથી જ  યુવાન આરીફે પણ તેના માટે સનાતની બનવાની વાત કરી.

શાજાપુર જિલ્લામાં સનાતની બનવાનો આ પહેલો કિસ્સો છે. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના અધિકારીઓ કહી રહ્યા છે કે ઘર વાપસીનું આ અભિયાન આમ જ ચાલુ રહેશે.

About The Author

Related Posts

Top News

શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું...
Tech and Auto 
શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક U-...
Business 
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત...
Sports 
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ

દાહોદ જિલ્લામાં વીજ મીટરોમાં છેડછાડ કરી મોટા પાયે વીજ ચોરી કરવાનું એક મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. MGVCL (મધ્ય ગુજરાત...
Gujarat 
દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.