મુસલમાનોએ ડરવાની જરૂર નથી, માત્ર બણગા ફુંકવાનું બંધ કરવું પડશે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતના મુસ્લિમોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતમાં મુસ્લિમોએ ડરવાની જરૂર નથી, પરંતુ તેઓએ તેમની શ્રેષ્ઠતા વિશે ડીંગ હાંકવાનુંબંધ કરી દેવું જોઇએ. મતલબ કે બણંગા ફુંકવાનું બંધ કરી દેવું જોઇએ. સંઘ પ્રમુખે RSS ના મુખપત્ર ઓર્ગેનાઇઝર અને પંચજન્યને આપેલી મુલાકાતમાં વિગતવાર વાત કરી હતી.

મોહન ભાગવતે કહ્યુ કે આ સરળ સત્ય છે કે હિંદુસ્તાનને હિંદુસ્તાન જ રહેવા દેવું જોઇએ. આજે ભારતમાં વસતા મુસલમાનોને કોઇ જોખમ નથી, ઇસ્લામનો કોઇ ખતરો નથી. પરંતુ સાથે સાથે મુસલમાનોએ મોટાઇ કરવા વાળા નિવેદનો આપવાનું બંધ કરવું પડશે.

મોહન ભાગવતે મુસ્લિમો વિશે કહ્યું,  આપણે એક મહાન જાતિના છીએ, આપણે આ દેશ પર એકવાર શાસન કર્યું છે, અને ફરીથી શાસન કરીશું, ફક્ત આપણો રસ્તો સાચો છે, બાકીના બધું ખોટું છે. આપણે અલગ છીએ, તેથી આપણે આવા જ રહીશું, આપણે સાથે નહીં રહી શકીએ એવું નેરેટીવ મુસલમાનોએ છોડી દેવું જોઇએ. વાસ્તવમાં, અહીં રહેતા તમામ લોકોએ તે પછી હિંદુ હોય કે સામ્યવાદી આ તર્ક છોડી દેવો જોઇએ.

સંઘ પ્રમુખે કહ્યું કે સમગ્ર વિશ્વમાં હિંદુઓમાં એક પ્રકારની આક્રમકતા જોવા મળી રહ્યો છે, કારણ કે આ સમાજમાં એક જાગૃતિ આવી છે જે 1000 વર્ષથી યુદ્ધમાં હતો. તેમણે કહ્યું, તમે જોયું હશે કે હિંદુ સમાજ 1000 વર્ષ સુધી યુદ્ધની સ્થિતિમાં રહ્યો. વિદેશી કબજા, વિદેશી પ્રભાવ અને વિદેશી ષડયંત્ર સામે આ લડાઈ ચાલુ રહી. સંઘે તેને સમર્થન આપ્યું છે. અન્ય લોકોએ પણ સપોર્ટ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યું કે ઘણા લોકોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અને આ કારણોને લીધે હિંદુ સમાજ જાગૃત થયો છે, જેઓ લાંબા સમયથી લડી રહ્યા છે તેઓ આક્રમક બને તે સ્વાભાવિક છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાએ કહ્યું કે, ઈતિહાસની ગણતરી શરૂ થઈ ત્યારથી જ ભારત એક છે, પરંતુ જ્યારે પણ હિંદુ ભાવનાને ભૂલવામાં આવી ત્યારે ભારતનું વિભાજન થતું રહ્યું. તેમણે કહ્યું, હિંદુ આપણી ઓળખ છે, આપણો રાષ્ટ્રવાદ છે, આપણી સંસ્કૃતિની વિશેષતા છે.એક એવો ગુણ જે દરેકને પોતાના તરીકે સ્વીકારે છે, દરેકને સાથે લઈને ચાલે છે. ભાગવતે કહ્યુ કે, અમે ક્યારેય એવું નથી કહેતા કે અમારું જ સત્ય સાચું છે અને તમારું મિથ્યા છે. તમે તમારી જગ્યાએ સારો છો, અમે અમારી જગ્યા પર સારા છીએ. એટલે લડાઇ શું કામ, ચાલો સાથે સાથે આગળ વધીએ અને એ જ હિંદુત્વ છે.

મોહન ભાગવતે કહ્યુ કે પહેલાં સંઘને અપમાનની દ્રષ્ટિથી જોવામાં આવતું હતું, પરંતુ હવે એ દિવસો ખતમ થઇ ગયા છે. મોહન ભાગવતે કહ્યું હતું કે અમારા માર્ગમાં અગાઉ જે કાંટાઓનો સામનો કરવો પડ્યો હતો તે હવે તેમના ચરિત્રમાં બદલાવ આવ્યો છે. ભૂતકાળમાં અમારે વિરોધ અને તિરસ્કારના કાંટાનો સામનો કરવો પડ્યો હતો. જે આપણે ટાળી શક્યા હોત. અને ઘણી વખત અમે તેમને ટાળ્યા પણ છીએ. પરંતુ આપણે જે નવો સ્વીકાર કર્યો છે તેણે આપણને સંસાધનો, સગવડ અને વિપુલતા આપી છે.

About The Author

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.