મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 87 રન બનાવીને ટીમને ફાઇનલમાં પહોંચાડી. આ બધા વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેપ્ટન ઐયર તેના સાથી ખેલાડી શશાંક સિંહ પર ગુસ્સો કરતા જોવા મળે છે.

Shreyas Iyer
navbharatlive.com

મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં શશાંક સિંહ એક મહત્વપૂર્ણ તબક્કે રન આઉટ થયો હતો. આ દરમિયાન, શ્રેયસ ઐયર પણ મેદાન પર હાજર હતો, જે શશાંકની ભૂલથી ખુશ દેખાતો નહોતો. જોકે, પંજાબે મેચ તો જીતી લીધી, પરંતુ મેચ સમાપ્ત થયા પછીનો એક વીડિયો વાયરલ થયો જેમાં ઐયર શશાંક સિંહને કંઈક કહેતો જોવા મળે છે. વીડિયો જોઈને એવું લાગે છે કે, ઐયર તે રન આઉટ પર તેની સાથે ગુસ્સો કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આવા જ કેટલાક દાવા કરવામાં આવી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મેચ પછી ઐયરે શશાંક સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે, આ સમય દરમિયાન ઐયરે શશાંક સાથે ખરાબ વ્યવહાર કર્યો. ઇન્ટરનેટ લિપ રીડિંગ નિષ્ણાતોએ પણ દાવો કર્યો હતો કે ઐયરે શશાંકને કહ્યું હતું, 'તું કઈ બોલતો જ નહીં મારી સામે...'

Shreyas Iyer
news18.com

શ્રેયસ ઐયરે આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ઐયર શશાંક સિંહે જે રીતે વિકેટ ગુમાવી તેનાથી નાખુશ હતો. અહીં તમને જણાવી દઈએ કે 17મી ઓવરના ચોથા બોલ પર શશાંક સિંહ રન આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાના સીધા થ્રોએ સ્ટમ્પ્સને ઉખાડી નાખ્યા હતા. આ સમયે ટીમને 20 બોલમાં 35 રનની જરૂર હતી, તેથી શશાંકનું આઉટ થવું પંજાબ કિંગ્સ માટે મોંઘુ સાબિત થઈ શક્યું હોત. મેચ પછી, શશાંક સિંહના ચહેરા પર પણ ઉદાસી દેખાઈ રહી હતી અને કોચ રિકી પોન્ટિંગ તેમને સમજાવતા જોવા મળ્યા હતા.

જોકે, ઐયરે આવું થવા દીધું નહીં અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવી. તેણે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટના સારા બોલ પણ બાઉન્ડ્રી લાઇનની પેલે પાર મોકલ્યા. મેચની 19મી ઓવરમાં, ઐયરે ડાબા હાથના બોલર અશ્વિની કુમારની ઓવરમાં ચાર છગ્ગા ફટકારીને 27 રન બનાવ્યા.

1 જૂનના રોજ બીજા ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા, MI6 વિકેટે 203 રન બનાવ્યા. આ દરમિયાન MI માટે તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 44-44 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા, PBKSMIને એક ઓવર બાકી રહેતા 5 વિકેટે હરાવ્યું.

About The Author

Top News

કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

મેગન કેરીગન બેરન, જે એક અનુભવી શિક્ષિકા અને બે બાળકોની માતા છે, અચાનક ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી છે....
World 
કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.