- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 11-09-2025
વાર- ગુરુવાર
મેષ - મનની શાંતિને ખલેલ પહોંચી શકે છે, શારીરિક નિર્બળતા, આળસ પણ રહેશે, આજના દિવસે ગણેશજીનું ધ્યાન કરો.
વૃષભ - આજના દિવસમાં ખર્ચ ઉપર કાબુ રાખો, સંતાનની બાબત અને વિદ્યા અભ્યાસ પર વધુ ધ્યાન આપો.
મિથુન - સંતાનોની બાબતમાં વધારે ધ્યાન આપી શકશો, ઘરના સામાન પર ખર્ચ વધે, આજે ખોટી જગ્યાએ રોકાણ ન થઈ જાય ધ્યાન રાખવું.
કર્ક - આજે કામ ધંધામાં વધારે મહેનત રહેશે, ખોટા સાહસથી બચો, તમારા વચનો ખોટા પડી શકે છે.
સિંહ - હરવા ફરવામાં આનંદ રહે, આર્થિક દૃષ્ટિએ સારો દિવસ, આજના દિવસમાં કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.
કન્યા - બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખવું, ધનની સ્થિતિ આજે મજબુત બનશે, આજે મનોરંજન પાછળ સમય અવશ્ય આપો.
તુલા - ભાગીદાર સાથે આજે આનંદ રહેશે, તમે સરળતાથી તમારું કામ કરી શકશો, આજના દિવસે તમે તણાવમાંથી મુક્ત થવામાં સફળ થશો.
વૃશ્ચિક - શરદી ખાંસી જેવી બીમારીથી સાવચેત, તમારી બચતમાં વધારો થશે, તમારા સંબંધીઓ સાથે આજે સંપર્ક ચોકસ બનાવો.
ધન - આજે તમને તમારી મહેનતનું સારું ફળ મળશે, સમાજમાં મન પ્રતિષ્ઠામાં વધારો થાય, આજે શિવજીનું સ્મરણ અવશ્ય કરો.
મકર - નોકરી ધંધામાં તમને આજે સહનુકુળતા રહેશે, ઘરમાં તણાવ ઓછો થાય, આજે રામ દરબારના દર્શન અવશ્ય કરો.
કુંભ - આજે હરવા ફરવામાં આનંદ રહે, ભાગ્ય સાથ આપતું જણાય, આજે તમે મિત્ર વર્ગના સંપર્કમાં જાઓ.
મીન - આજના દિવસમાં ધનલાભ થશે, તમારી ભક્તિમાં વધારો થાય, પિતૃઓના આશીર્વાદ મળશે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

