- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહુર્ત
તારીખ 19-08-2025
વાર મંગળવાર
આજની રાશિ મિથુન
ચોઘડિયા, દિવસ
રોગ 06:20 - 07:55
ઉદ્વેગ 07:55 - 09:31
ચલ 09:31 - 11:07
લાભ 11:07 - 12:42
અમૃત 12:42 - 14:18
કાળ 14:18 - 15:53
શુભ 15:53 - 17:29
રોગ 17:29 - 19:04
ચોઘડિયા, રાત્રિ
કાળ 19:04 - 20:29
લાભ 20:29 - 21:53
ઉદ્વેગ 21:53 - 23:18
શુભ 23:18 - 24:42
અમૃત 24:42 - 26:07
ચલ 26:07 - 27:31
રોગ 27:31 - 28:56
કાળ 28:56 - 30:20
રાહુ કાળ 15:53 - 17:29
યમ ઘંટા 09:31 - 11:07
અભિજિત 12:17 - 13:08
મેષ - બહાર કે બહારગામનું કામ કરી શકશો, તમારા સંબંધોને મજબુત બનાવો, ભગવાન ગણેશજીનું નામ લઈ આજે કામ શરૂ કરજો.
વૃષભ - તમારી વાણીના પ્રભાવથી ધારેલું કામ થાય, નોકરી ધંધા માટે આજનો દિવસ સારો રહેશે, ચંદનનું તિલક કરવું આપના માટે શુભ રહેશે.
મિથુન - ભાગીદારીના કામમાં આજે પ્રગતિ થશે, તમારી પ્રતિભામાં આજે વધારો થાય, ગાય માતાના દર્શન અવશ્ય કરશો.
કર્ક - આવક કરતા જાવક વધારે ન થઈ જાય કાળજી લેવી, આરોગ્યની કાળજી લેવી જરૂરી, મહામૃત્યુંજય મંત્ર બોલી અથવા સાંભળી કામ શરૂ કરો.
સિંહ - વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, તમારા કર્મનું ફળ મેળવવામાં વિલંબ થાય, આજે માં ગાયત્રીનું ધ્યાન કરી બહાર નીકળવું.
કન્યા - ઘર પરિવારમાં ધ્યાન આપી શકશો, નોકરી ધંધામાં મહેનત વધશે, તુલસીનું પાન મોઢામાં રાખી બહાર નીકળો.
તુલા - ભાઈ બહેન કે વિદેશથી લાભ થાય, ઘરની વસ્તુઓ પાછળ ખર્ચ વધશે, તમારી કુળદેવીનું સ્મરણ કરી બહાર નીકળવું.
વૃશ્ચિક - તમારા ધનમાં આજે વૃદ્ધિ થશે, બહારનું ખાવા પીવામાં સાચવવું, માં અંબેનું સ્મરણ કરી આજે કામ શરૂ કરો.
ધન - તમારી સમજદારીથી તમે આજે કામ લેશો, શારિરીક કમજોરીનો અનુભવ થાય, આજના દિવસમાં વિષ્ણુ કે કૃષ્ણ મંદિરની મુલાકાત અવશ્ય લેજો.
મકર - તમારી બચતમાં વધારો કરી શકશો, કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે, સૂર્યના દર્શન આજે અવશ્ય કરજો.
કુંભ - આજે તમારા કામમાં વધારે ધ્યાન આપજો, આર્થિક લાભમાં વધારો થશે, કોઈપણ મંદિરની ધ્વજાના દર્શન ચોક્કસ કરજો.
મીન - ઘર પરિવારની ચિંતા રહે પણ કામમાં ધ્યાન આપવું જરૂરી, સમાજના કામમાં પણ ભાગ લઈ શકશો, આજે તમે માતાજીના દર્શન કરી બહાર નીકળો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

