જન્માષ્ટમી પર કઈ રીતે કરશો ભગવાન કૃષ્ણની આરાધના?

જ્યારે-જ્યારે અસુરોનો અત્યાચાર વધ્યો છે અને ધર્મનું પતન થયું છે, ત્યારે-ત્યારે ભગવાને પૃથ્વી પર અવતાર લઈને સત્ય અને ધર્મની સ્થાપના કરી છે. હાલ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરામાં ભગવાન કૃષ્ણએ અવતાર લીધો હતો.

ભગવાન સ્વયં આ દિવસે પૃથ્વી પર અવતર્યા હતા, આથી આ દિવસને કૃષ્ણ જન્માષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો રાત્રે 12 વાગ્યા સુધી વ્રત કરે છે. મંદિરોમાં હિંડોળા સજાવવામાં આવે છે અને ભગવાન કૃષ્ણને પારણું ઝુલાવવામાં આવે છે. જન્માષ્ટમીનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા-આરાધના કરવામાં આવે છે.

કેવી રીતે કરશો વ્રત અને પૂજા

  • ઉપવાસની આગલી રાતે હળવું ભોજન કરીને બ્રહ્રચર્યનું પાલન કરવું.
  • ઉપવાસનાં દિવસે વહેલી સવારે સ્નાનાદિ વિધી પતાવવી.
  • ત્યારબાદ સૂર્ય, સોમ, યમ, કાલ, સંધિ, ભૂત, પવન, દીપક, ભૂમિ, આકાશ, ખેચર, અમર અને બ્રહ્માદીને નમસ્કાર કરી પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખીને બેસવું,
  • ત્યારબાદ જળ, ફૂલ, દરોઈ અને ચોખા લઈ સંકલ્પ કરવો-

મમખિલપાપપ્રશમનપૂર્વક સર્વાભીષ્ટ સિદ્ધયે

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રતમહં કરિષ્યે।।

  • હવે મધ્યાહ્નનાં સમયે કાળા તલનાં જળથી સ્નાન કરી દેવકીજી માટે સૂતિકાગૃહ નિયત કરો.
  • પછી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.
  • ત્યારબાદ વિધી-વિધાનથી પૂજા કરવી.
  • પૂજામાં દેવકી, વાસુદેવ, બલદેવ, નંદ, યશોદા અને લક્ષ્મી આ તમામનાં નામ ક્રમશઃ લઈ નીચે લખેલા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરો-

પ્રણમે દેવ જનની ત્વયા જાતસ્તુ વામનઃ।

વસુદેવાત તથા કૃષ્ણો નમસ્તુભ્યં નમો નમઃ।

સુપુત્રાર્ધ્યં પ્રદત્તં મેં ગૃહાણેમં નમોસ્તુતે।।

About The Author

Related Posts

Top News

હોર્મુઝ પછી હવે બાબ અલ-મંડેબ દ્વારા વૈશ્વિક વેપાર માટે ખતરો ઉભો કરાયો

ઈરાન સહિત મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષના કારણે વૈશ્વિક વેપાર માટે બીજો એક મહત્વપૂર્ણ ખતરો ઉભો થઇ રહ્યો છે. ઈરાન...
World 
હોર્મુઝ પછી હવે બાબ અલ-મંડેબ દ્વારા વૈશ્વિક વેપાર માટે ખતરો ઉભો કરાયો

શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની તૈયારી છે? પેટ્રોલિયમ મંત્રાલયે દૂર કરી દીધી મૂંઝવણ

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા વચ્ચે, વિશ્વના ઘણા ભાગોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા...
National 
શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની તૈયારી છે? પેટ્રોલિયમ મંત્રાલયે દૂર કરી દીધી મૂંઝવણ

કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી વિજ્ઞાન અને સામાન્ય જનતા બંનેને ચોંકાવી દીધા...
National 
કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

પશ્ચિમ બંગાળ અને આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની નિમણૂંકને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ...
National 
બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.