નર્મદા પરિક્રમા બંધ કેમ કરી દેવામાં આવી છે, ક્યારે શરૂ થશે?

નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે આ પરિક્રમાને સ્થગિત કરી દેવાની જાહેરાતથી આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે નર્મદા પરિક્રમાને ઝડપથી ચાલુ કરવાની માંગ કરી છે. જો પરિક્રમા ચાલું નહીં થાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ હિંદુ સંસ્થાએ આપી છે.

નર્મદા પરિક્રમાને સ્થગિત કરી દેવા પાછળનું કારણ એવું છે કે, નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઇસના 3 ટર્બાઇન ચાલું થવાને કારણે ઉત્તરવાહિની નર્મદા પરિક્ર્માને 10 દિવસ માટે સ્થગિત કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. 29 એપ્રિલે રાત્રે નર્મદા ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું એટલે પરિક્રમા કરનારાઓને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તિલકવાડા અને શહેરાવ વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવવામાં આવ્યો છે. જો કે પુલ પરથી પાણી જતું હોય તો પુલનો ઉપયોગ નહીં કરવાની પણ સુચના આપવામાં આવી છે.

નર્મદા પરિક્રમાનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે અને હજારોની સંખ્યામાં લોકો પરિક્રમા કરવા માટે આવે છે.મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાંથી લોકો નર્મદા પરિક્રમા માટે આવેલા છે.

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે કલેક્ટરને આવેદન પત્ર આપીને પરિક્રમાને જલ્દી ચાલુ કરવાની માંગ કરી છે. પરિષદે ચીમકી આપી છે કે જો પરિક્રમા ચાલું નહીં થાય તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે.

હિંદુ સંસ્થાએ કહ્યું હતું કે, ગયા વર્ષે પણ તંત્ર દ્રારા પરિક્રમા રોકી દેવામાં આવી હતી. સાધુ-સંતો અને હિંદુઓના વિરોધ પછી પરિક્રમા ફરી શરૂ કરવામાં આવી હતી.

Related Posts

Top News

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.