- South Gujarat
- રત્નકલાકારોને 35000ના મેડીક્લેઇમની સહાય આ રીતે મળશે
રત્નકલાકારોને 35000ના મેડીક્લેઇમની સહાય આ રીતે મળશે

છેલ્લાં લાંબા સમયથી ડાયમંડ ઉદ્યોગમા જોવા મળેલી મંદીને કારણે મુશ્કેલીમાં મુકાયેલા રત્નકલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) રિજિયોનલ ઓફિસ દ્રારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે 35000 રૂપિયાનો મેડીક્લેઇમ મફત આપવામાં આવશે. આનું પ્રીમિયમ GJEPC ભરશે અને કેશલેશ સુવિધા મળશે.
GJEPCના રિજિયોનલ ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે, સરકારી રાહત મેળવવા માટે ડેટા ભેગા કરવાના ભાગરૂપે યોજના રાખવામાં આવી છે. ડાયમંડ કે જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરને પરિચય કાર્ડ આપવામાં આવશે અને જેમનો પરિચય કાર્ડ બનશે એમને 3 વર્ષ માટે મફત આરોગ્ય સેવા 35000 સુધી આપવામાં આવશે. GJEPCની વેબસાઇટ પર જઇને Online ફોર્મ ભરવું અને ડાયમંડ વર્કર યુનિયન કે સુરત ડાયમંડ એસોસિસેયન પાસેથી વેરિફેકેશન મળ્યા પછી વીમો મળી જશે.
Related Posts
Top News
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
Opinion
