વૈભવ સૂર્યવંશી હજુ વધુ રેકોર્ડ તોડશે? કુંડળીમાં 4 ગ્રહોના યોગ આપી રહ્યા છે મોટા સંકેત

IPL 2026ની સીઝનમાં વૈભવ સૂર્યવંશીના બેટે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રનનો વરસાદ કર્યો. 15 વર્ષીય સૂર્યવંશીએ 16 ઇનિંગ્સમાં 237.30ના શાનદાર સ્ટ્રાઇક રેટથી 776 રન બનાવ્યા અને ઓરેન્જ પોતાના નામે કરી. આ સાથે જ, તે IPL ઇતિહાસમાં ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે. હવે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરેક જગ્યાએ આ ઉભરતી પ્રતિભાની પ્રશંસા થઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૈભવ સૂર્યવંશીના ગ્રહ હાલમાં તેના શિખર પર છે. તેની કુંડળીમાં બનેલા ઘણા દિવ્ય યોગ તેને ખૂબ સહયોગ કરી રહ્યા છે.

જ્યોતિષ શાસ્ત્ર નિષ્ણાતોનું કહેવું છે કે આટલી નાની ઉંમરે આવી અસાધારણ પ્રતિભા મળવી એ એ ફક્ત પ્રેક્ટિસનું પરિણામ નથી. IPL દરમિયાન, આપણે વૈભવ સૂર્યવંશીની નિર્ભય બેટિંગ શૈલી જોઈ અને તેની પાછળ તેની કુંડળીમાં ચાર મોટા યોગ કામ કરી રહ્યા છે, જેથી સૂર્યવંશીની પ્રતિભા વિશ્વ સમક્ષ સામએ આવી છે.

vaibhav1
BCCI

ચાર મુખ્ય ગ્રહોનો યોગ

વૈભવ સૂર્યવંશીની કુંડળીમાં સૂર્ય, મંગળ, બુધ અને ગુરુનો શાનદાર સંયોગ છે. જ્યારે કોઈ જાતિની કુંડળીમાં સૂર્ય અને મંગળ એક સાથે હોય છે, ત્યારે તેમાં નિર્ભય દૃષ્ટિકોણ પેદા થાય છે. અને, જો અહી ગુરુનો સાથ પણ મળ્યો તો ભગવાનની કૃપા પણ રહે છે. અને જ્યારે અહી બુધનો પ્રભાવ પણ મળી જાય તો વ્યક્તિને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળે છે. કુંડળીમાં આ ચાર ગ્રહોનો યોગ વૈભવને આટલી નાની ઉંમરે આગળ વધવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. ગ્રહોની આ દિશા સૂચવે છે કે સૂર્યવંશી ભવિષ્યમાં વધુ મોટા રેકોર્ડ તોડી શકે છે.

શનિની મજબૂત સ્થિતિ

જ્યોતિષીઓનું કહેવું છે કે વૈભવ સૂર્યવંશીની કુંડળીમાં શનિની સ્થિતિ ખૂબ જ મજબૂત દેખાય છે. આ જ કારણ છે કે તેની ઉચ્ચ સ્પર્ધાત્મક ભાવના વધારે જોવા મઆલે છે અને  મેદાન પર પોતાના હરીફોને પછાડવાનું તેનો ગ્ર દૃઢ નિશ્ચય સ્પષ્ટપણે દેખાય છે. એકવાર સૂર્યવંશી કોઈ ચોક્કસ બોલર પર નજર નાખે છે, પછી તે બોલરના દિવસને સંપૂર્ણપણે બગાડે ત્યાં સુધી પીછો છોડતો નથી. આવા લોકોમાં શાનદાર વિનિંગ સ્કિલ હોય છે.

kundali
grahasutra.com

પૂર્વાષાઢ નક્ષત્રનો ચંદ્રમા

વૈભવ સૂર્યવંશીની કુંડળીમાં ચંદ્રમા પૂર્વાષાઢ નક્ષત્રનો છે. વૈદિક જ્યોતિષમાં, પૂર્વાષાઢ નક્ષત્રને 'અજય' (અજીત) કહેવામાં આવે છે. આનો અર્થ છે કે આ નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિઓ સરળતાથી હાર સ્વીકારતા નથી. આવા લોકોમાં મનોબળ ખૂબ મજબૂત હોય છે. એકવાર તેઓ કંઇક વિચારી લે તો તેને પૂર્ણ કરીને જ દમ લે છે. આવા લોકો પોતાના ઉદ્દેશ્યોથી ક્યારેય ડગમગતા નથી.

ચતુષ્સાગર રાજયોગ

વૈભવ સૂર્યવંશીની કુંડળીમાં, ચારેય ખાના ગ્રહોથી ભરેલા છે, જે ચતુષ્સાગર રાજયોગનું નિર્માણ કરે છે. આવા લોકો તેમના જીવનમાં અપાર ખ્યાતિ મેળવે છે. તેમની સફળતાના જોરદાર પડઘા ચારેય દિશામાં ગુંજે છે. જોકે, આવા વ્યક્તિઓની એક ખાસ વાત એ છે કે જ્યારે પણ તેમની પ્રશંસા કરવામાં આવે છે, ત્યારે તેમનું ધ્યાન તેના પર બિલકુલ હોતું નથી; પરંતુ તે પોતાની અગ્રિમ યોજના બાબતે વિચારી રહ્યા હોય છે.

About The Author

Related Posts

Top News

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-06-2026 દિવસ: ગુરુવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.