દશેરાએ RSSના વડા મોહન ભાગવતે લોકસભા-2024ની ચૂંટણી મામલે આપ્યું મોટું નિવેદન

દેશની સૌથી મોટી સંસ્થામાની એક રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) માટે વિજ્યાદશમીની ઉજવણીનું ખાસ મહત્ત્વ છે. RSS દશેરાના દિવસે શસ્ત્રોની પુજા કરે છે અને RSSના વડા મોહન ભાગવત કાર્યકરોને સંબોધન કરે છે. આ વખતે પણ મોહન ભાગવતે સંબોધન કર્યું અને લોકસભાની ચૂંટણી વિશે પણ વાત કરી છે.

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે લગભગ 6 મહિના બાકી છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (rss)ના વડા મોહન ભાગવતે લોકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની તોફાન અને ઉશ્કેરણીનો શિકાર ન બને.

નાગપુરમાં RSSના વાર્ષિક વિજ્યાદશમી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે લોકોને દેશની એકતા, અખંડતા, ઓળખ અને વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું આહવાન કર્યું હતું.

તેમણે પોતાના સંબોધનમાં મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમને સંબોધતા મોહન ભાગવતે મંગળવારે સવાલ કર્યો હતો કે શું મણિપુરમાં જાતિ હિંસામાં સરહદ પારના ઉગ્રવાદી સામેલ હતા? મોહન ભાગવતે કહ્યું, 'મૈતેઇ અને કુકી સમુદાયના લોકો ઘણા વર્ષોથી સાથે રહે છે. તેમની વચ્ચે અચાનક હિંસા કેવી રીતે ફાટી નીકળી? બાહ્ય શક્તિઓ સંઘર્ષથી લાભ મેળવે છે. શું બાહ્ય પરિબળો સામેલ છે?'

તેમણે આગળ કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસ મણિપુરમાં હતા. વાસ્તવમાં સંઘર્ષને કોણે વધાર્યો? આ હિંસા થઇ નથી રહી તેને કરાવવામાં આવી રહી છે.

RSSના પ્રમુખ કહ્યુ કે તેમને સંઘના એ કાર્યકરો પર ગર્વ છે. જેમણે મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં કામ કર્યું હતું. ભાગવતે કહ્યુ કે, કેટલાંક અસામાજિક તત્ત્વો પોતાને સાંસ્કૃતિક માર્કસવાગી કહે છે, પરંતુ તેઓ માર્ક્સને ભુલી ગયા છે.

મોહન ભાગવતે કહ્યું, જીવનમાં સમસ્યાઓ રહે છે અને તે કોઈ મોટી વાત નથી, પરંતુ આપણે બતાવી રહ્યા છીએ કે અમે તેને કેવી રીતે સુધારી શકીએ છીએ.આજે દુનિયા સમસ્યાઓના ઉકેલ માટે ભારત તરફ જોઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણા નેતૃત્વના કારણે આજે વિશ્વમાં ભારતની છબી ઉંચી બની છે. આ વખતે આપણા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં 100થી વધારે મેડલ જીત્યા છે. આપણો દેશ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. ડિજિટલનો ઉપયોગ ગરીબ કલ્યાણ માટે થઇ રહ્યો છે. સ્ટાર્ટઅપમાં પણ ક્રાંતિ થઇ, આપણે ખેતીથી માંડીને અવકાશ સુધી પ્રગતિ કરી છે. આપણે આગળ વધી રહ્યા છીએ.

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.