‘30 મે 2025 બાદ બદલાઈ જશે ભારતનું ફ્યૂચર..’, ઓપરેશન સિંદુર બાદ સ્વામીનો જૂનો વીડિયો વાયરલ

જ્યારથી ભારતે પહેલગામમાં 22 થયેલા કાયરતાપૂર્ણ હુમલા વિરુદ્ધ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારથી સોશિયલ મીડિયાનો ભારતીય પક્ષ ભારતીય સેના માટે હાઇપ ગ્રાઉન્ડ બની ગયો છે. તેને લઈને એક 'ભવિષ્યવાણીનો વીડિયો' ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં ઉપસ્થિત આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર બળોએ આ ઓપરેશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું છે. ભારતીય સેનાએ મંગળવારે રાત્રે 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલાના સમાચાર જેવા જ ચર્ચામાં  આવ્યા, નેટીઝન્સે ઘણી ભવિષ્યવાણીઓ સાથે તેના પર ટિપ્પણી કરવાનું ચાલુ કરી દીધું.

Swami1
youtube.com

 

આ બધી ભવિષ્યવાણીઓ વચ્ચે સ્વામી યોગેશ્વરાનંદ ગિરીના 2024ના ઇન્ટરવ્યૂએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે, જેમાં સ્વામી ભારતના ભવિષ્ય પર વાત કરી રહ્યા હતા. છેલ્લા 1000 વર્ષ કઠિન બતાવતા સ્વામીએ દાવો કર્યો કે 30 મે, 2025બાદ ભારતનું ભવિષ્ય બદલાઈ જશે. તેમણે વધુમાં દાવો કર્યો કે ભારત તેના 'સ્વર્ણિમ કાળ'માં પ્રવેશવા માટે પૂરી રીતે તૈયાર છે. સ્વામીએ આ ઇન્ટરવ્યૂ રણવીર અલ્હાબાદિયાને આપ્યું હતું.

પહેલગામના બૈસરન મેદાનમાં થયેલી આ ઘટનામાં 26 લોકો માર્યા ગયા હતા અને તેની જવાબદારી આતંકવાદી ગ્રુપ લશ્કર-એ-તૈયબાની એક શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. સ્વામીજીએ યુદ્ધને લઈને ભવિષ્યવાણી કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'તારાઓ એવી રીતે ગોઠવાઈ રહ્યા છે જેમ કે મહાભારતનો સમય હોય.' આ સંરેખણ ભારત માટે સોનેરી છે. યુદ્ધ થવું નક્કી છે. ભારત હાવી હશે. છેલ્લા 1000 વર્ષ દેશ માટે મુશ્કેલ રહ્યા.

Swami
youtube.com

 

સ્વામી યોગેશ્વરાનંદે આ વીડિયોમાં આગળ કહ્યું કે, ભારતનું ભવિષ્ય બદલાશે. 30 મે, 2025 બાદ ભારત માટે વસ્તુઓને બદલાતી જોશો. આ વીડિયો યુટ્યુબ પર રણવીર અલ્હાબાદિયાનામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટને 9 મહિના અગાઉ શેર કરવામાં આવી હતી અને તેને નેટીઝન્સે 3 મિલિયનથી વધુ વખત જોયો છે.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.