- Business
- GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!
GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

છ મહિનાથી વધુ સમય પછી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક જુલાઈની શરૂઆતમાં સંસદના ચોમાસા સત્ર પહેલા મળવાની ધારણા છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, કાઉન્સિલની બેઠક પહેલા જૂનમાં યોજાવાની હતી, પરંતુ હવે તેની સામે મોટો એજન્ડા હોવાના કારણે, આ બેઠક જુલાઈમાં યોજાવાની શક્યતા છે.
GST કાઉન્સિલની બેઠકની ઔપચારિક તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને એજન્ડાને પણ પછીથી અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. જોકે, સૂત્રોએ સંકેત આપ્યો છે કે GST દરોમાં ફેરફારની સાથે, વળતર સેસમાં પણ ફેરફારને લઈને તેના પર ચર્ચા કરવામાં આવશે. સેસને સરળ બનાવવાની વધતી માંગ સાથે, રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓની એક અલગ ટાસ્ક ફોર્સ પણ સ્થાપી શકાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વળતર સેસ પર ચર્ચા એક મહત્વપૂર્ણ મુદ્દો રહેશે, કારણ કે તે માર્ચ 2026માં સમાપ્ત થવા જઈ રહ્યો છે. શક્યતા છે કે સેસને ટેક્સમાં રૂપાંતરિત કરી શકાય, કારણ કે કેટલાક રાજ્યો ચિંતિત છે કે, સેસ સીધો કેન્દ્રને જશે. આને એમ પણ સમજી શકાય છે કે, વળતર ઉપકર પર રચાયેલા મંત્રીઓના જૂથે પણ GST દરોમાં સેસના મર્જરને ટેકો આપ્યો છે, જે હાલમાં ઓટોમોબાઈલ, તમાકુ અને ઠંડા પીણા જેવા ઉપકરવાળા માલ પર લાગુ થશે.

રાજ્યોને મહેસૂલના નુકસાનની ભરપાઈ કરવા માટે વળતર ઉપકર લાદવામાં આવ્યો હતો અને GST 1 જુલાઈ 2017ના રોજ અમલમાં આવ્યો. ત્યારપછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર GST સિસ્ટમના અમલીકરણને કારણે રાજ્યોને મહેસૂલના નુકસાનની ભરપાઈ કરશે અને હવે આ સિસ્ટમ માર્ચ 2026માં સમાપ્ત થવા જઈ રહી છે. પહેલા તે જૂન 2022માં સમાપ્ત થવાનું હતું, પરંતુ કોવિડ દરમિયાન, કેન્દ્રએ રાજ્યોને મહેસૂલના નુકસાનની ભરપાઈ કરવા માટે લોન લીધી હતી. લોનના પૈસા ચૂકવવા માટે સેસનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રીઓના જૂથે હાલના સેસને દૂર કરવા સંમતિ આપી છે અને હવે તેની જગ્યાએ આરોગ્ય ઉપકર અને સ્વચ્છ ઉર્જા ઉપકર લાદવાનો પ્રસ્તાવ છે. તમાકુ જેવા sin goods પર આરોગ્ય ઉપકર લાદવામાં આવશે. કોલસા અને લક્ઝરી ઓટોમોબાઇલ્સ પર સ્વચ્છ ઉર્જા ઉપકર લાદવામાં આવશે.
Related Posts
Top News
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
Opinion
