GDPની વૃદ્ધિ 7.8% પર ઉભા થયા પ્રશ્નો, સરકારે 'અતાર્કિક' ગણાવીને દરેક સવાલના આપ્યા જવાબ

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના GDPના આંકડા સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. ડેટા અંગે કેટલાક લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો બાદ, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)એ પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે ભારતની 7.8% GDP વૃદ્ધિ દરને લગતા પ્રશ્નો અને ટીકાઓ પર પોતાની સ્પષ્ટતા જાહેર કરી છે.

ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ અને કેટલાક અર્થશાસ્ત્રીઓએ ડેટા ગણતરી પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવ્યા બાદ મંત્રાલયે આ સ્પષ્ટતા જાહેર કરી કે વૃદ્ધિ દરના આંકડાઓમાં કોઈ હેરબદલ કે મિકેનિકલ વધારો કરવામાં આવ્યો નથી.

બેઝ યર વર્ષ અને જૂના GDP ડેટાનું સંશોધન

સુભાષ ચંદ્ર ગર્ગે આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળા (Q1 FY26) માટે નોમિનલ GDP (વર્તમાન ભાવે) માટેનો અંદાજ ₹86.05 લાખ કરોડથી ઘટાડીને ₹80 લાખ કરોડ કરી દેવામાં આવ્યો, જેથી ચાલુ વર્ષના વિકાસ દરને ઊંચો દેખાય. આના જવાબમાં મંત્રાલયે જણાવ્યું કે ₹86.05 લાખ કરોડનો આંકડો 2011-12ના આધાર વર્ષ (જૂની શ્રેણી) પર આધારિત હતો.

GDP-Growth3
ndtvprofit.com

જ્યારે 2022-23 આધાર વર્ષ લાગૂ કરવામાં આવ્યું, ત્યારે ડેટા સ્ત્રોતોમાં ફેરફાર અને ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)ની નવી શ્રેણીને કારણે પાછલા ત્રિમાસિક ગાળાનો આધાર ₹80.32 લાખ કરોડ (પાછળથી સુધારીને ₹80 લાખ કરોડ) થઈ ગયો. તેથી, બે અલગ-અલગ આધાર-વર્ષ શ્રેણીના આંકડાઓની સીધી સરખામણી કરવી સંપૂર્ણપણે ખોટી છે, અને ટીકાકારો ડેટાને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.

ઉત્પાદન ક્ષેત્રમાં નકારાત્મક ડિફ્લેટર (-1.5%)નું ગણિત

વિવેચકોએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે ઉત્પાદન અને કાચા માલ બંનેના ભાવ વધ્યા છે, ત્યારે ઉત્પાદન ક્ષેત્રનું ઇમ્પલિસિટ GVA ડિફ્લેટર માઈનસ 1.5% પર કેવી રીતે રહ્યું. આના જવાબમાં, સરકારનું કહેવું છે કે ભારતમાં હવે 'ડબલ ડિફ્લેશન પદ્ધતિ'નો ઉપયોગ થાય છે, જેમાં આઉટપૂટ અને કાચા માલના ભાવ અલગથી એડજસ્ટ કરવામાં આવે છે.

જ્યારે કાચા માલના દરો આઉટપુટની કિંમતો કરતા ઝડપથી વધે છે, ત્યારે વાસ્તવિક GVA વૃદ્ધિ નોમિનલ GVA વૃદ્ધિ કરતા વધુ દેખાય છે. મંત્રાલયનો તર્ક રે છે કે Q1માં, નોમિનલ GVA 7.7% અને વાસ્તવિક GVA 9.2% રહ્યો, જેનાથી ડિફ્લેટર -1.5% આવ્યો. આનો અર્થ એ નથી કે ઉત્પાદનો સસ્તા થયા છે.

આટલું જ નહીં, મંત્રાલયે OECD સંશોધનનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે વૈશ્વિક ઊર્જા અને કાચા માલના ભાવમાં ઝટકાના સમયગાળા દરમિયાન ડબલ ડિફ્લેશન પદ્ધતિનો ઉપયોગ કરતા દેશોમાં નકારાત્મક ડિફ્લેટર દેખાવા એ એક સ્વભાવિક આર્થિક પ્રક્રિયા છે.

MoSPIનું કહેવું છે કે GDP ગણતરીઓમાં નવા અને વધુ સચોટ ડેટા સ્ત્રોતો, જેમ કે ઉત્પાદક ભાવ સૂચકાંક (PPI) અને બેંકિંગ સેવાઓ ભાવ સૂચકાંકને સામેલ કરવામાં આવ્યા છે. પરિણામે, 7.8% વૃદ્ધિ દર આર્થિક વાસ્તવિકતાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત પદ્ધતિઓ પર આધારિત છે.

GDP-Growth2
dailypioneer.com

વડાપ્રધાન મોદીએ 7.8% GDP વૃદ્ધિને ઉભરતું ભારત ગણાવ્યું

સોમવારે GDPના આંકડા જાહેર થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે, ‘વૈશ્વિક અનિશ્ચિતતાઓ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને પુરવઠા શૃંખલામાં વિક્ષેપો છતા ભારતીય અર્થતંત્રએ તેની મજબૂતી સાબિત કરી છે. નિરાશાવાદીઓના તમામ અનુમાનોને નકારતા ભારતે ફરી એકવાર વિશ્વ સમક્ષ તેની આર્થિક સ્થિરતા અને ઝડપી વૃદ્ધિની ક્ષમતા સાબિત કરી છે.

તો, નાણામંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે ભારતે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શાનદાર આર્થિક પ્રગતિ હાંસલ કરી છે. વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.8% નોંધવામાં આવ્યો હતો, જ્યારે સામાન્ય GDP વૃદ્ધિ 10.3% રહી હતી. તો વાસ્તવિક GVA વૃદ્ધિ 8.2% નોંધાઈ હતી, જે ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શનનો સંકેત છે.

નોંધનીય છે કે વિવિધ અર્થશાસ્ત્રીઓએ એપ્રિલ-જૂન સમયગાળા માટે 7.1-7.2 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો હતો, જેને ભારતીય અર્થતંત્રએ પાછળ છોડી દીધો છે. આનાથી ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં, ભારતીય અર્થતંત્રની 6.9 ટકાના દરે વૃદ્ધિ થઇ હતું.

About The Author

Top News

થાઇલેન્ડમાં મંદીમાંથી બહાર આવવા લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે 'ના ના થોંગ' વિધિ!

થાઇલેન્ડની એક અનોખી વિધિના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં થાઇલેન્ડના પોર કાએ ન્ગોએન લેન પાર્કમાં...
World 
થાઇલેન્ડમાં મંદીમાંથી બહાર આવવા લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે 'ના ના થોંગ' વિધિ!

ભારતમાં નેપાળ જેવી તબાહી આવી શકે છે, ઉત્તરાખંડમાં 219 હેંગિંગ ગ્લેશિયર; 2 રાજ્ય પર મોટું જોખમ

નેપાળ અને તિબેટના હિમાલય પ્રદેશોમાં બનેલા ગ્લેશિયર તળાવો ઉત્તર ભારત માટે જોખમી બની રહ્યા છે. જો તેમના કુદરતી બંધો તૂટે...
National 
ભારતમાં નેપાળ જેવી તબાહી આવી શકે છે, ઉત્તરાખંડમાં 219 હેંગિંગ ગ્લેશિયર; 2 રાજ્ય પર મોટું જોખમ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 04-09-2026 દિવસ: શુક્રવાર મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોના હલ આવતા જણાય, ખર્ચ વધે. વૃષભ: સંજોગો સાનુકુળ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે

Xiaomiએ 10,000mAh બેટરી ધરાવતો પોતાનો પહેલો સ્માર્ટફોન, Redmi Note 17 Pro Max 5G લોન્ચ કર્યો છે. આ ફોન...
Tech and Auto 
10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.