- National
- વિદેશમંત્રીની ચેતવણી- ખાદ્ય સંકટ આવી શકે છે, અલ નિનોનો મોટો ભય, ખાતરની ભારે અછત
વિદેશમંત્રીની ચેતવણી- ખાદ્ય સંકટ આવી શકે છે, અલ નિનોનો મોટો ભય, ખાતરની ભારે અછત
અલ નિનોની અસર અને ઓછા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 માટે ખાદ્યાન્ન ઉત્પાદન લક્ષ્ય ઘટાડીને 373.93 મિલિયન ટન કર્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે જણાવ્યું હતું કે, સરકારે 2026-27 પાક વર્ષ (જુલાઈ-જૂન) માટે કુલ ખાદ્યાન્ન ઉત્પાદન માટે 373.93 મિલિયન ટનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
આ લક્ષ્યાંક ગયા વર્ષના 376.56 મિલિયન ટનના વાસ્તવિક ઉત્પાદન (2025-26) કરતા 2.63 મિલિયન ટન ઓછો છે, જોકે આ વર્ષ માટે નિર્ધારિત લક્ષ્યાંક 2025-26 પાક વર્ષ માટે નિર્ધારિત 362 મિલિયન ટનના લક્ષ્યાંક કરતા વધારે છે. 2026-27 માટે નિર્ધારિત કુલ લક્ષ્યાંકમાંથી, 2026 ખરીફ સિઝન માટે અનાજ ઉત્પાદન લક્ષ્યાંક 196.21 મિલિયન ટન અને રવિ પાક સિઝન માટે 177.72 મિલિયન ટન છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે એશિયા સોસાયટીની વાતચીતમાં ચેતવણી આપી હતી કે આગામી મહિનાઓમાં વિશ્વમાં મોટું ખાદ્ય સંકટ ઊભું થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે યુક્રેન અને ઈરાન-અખાતી સંઘર્ષના કારણે દુનિયા પહેલાથી જ ખાતરની ભારે અછત ભોગવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, આ બે યુદ્ધોની ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોના અર્થતંત્રો પર ઊંડી અને તણાવપૂર્ણ અસર પડી છે. તેમણે તેલ પુરવઠાની સુરક્ષા અને તેના પર થઈ રહેલી રાજનીતિને પણ મોટી ચિંતા ગણાવી હતી.
જયશંકરે કહ્યું કે સૌથી વધુ ચિંતા ઊર્જાને લઈને છે, કારણ કે તેલનું બજાર પહેલાથી જ ખૂબ મર્યાદિત છે. એવામાં તેલ પર રાજનીતિ થવાથી કિંમતો વધે છે, જ્યારે આ સમયે કિંમતો સ્થિર કરવાની જરૂર છે. જયશંકરના મતે એક તરફ તેલ પુરવઠાની સુરક્ષાનો સવાલ છે અને બીજી તરફ તેલની રાજનીતિ છે. બંને એકબીજાને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેનાથી બેવડું અથવા વધુ ગંભીર સંકટ સર્જાઈ રહ્યું છે. અનાજના સંકટ પર તેમણે કહ્યું કે કેટલાક મોટા અનાજ નિકાસકાર દેશો પોતાના જથ્થા બહાર મોકલી શકશે નહીં, ખાસ કરીને કાળા સમુદ્ર (બ્લેક સી)માંથી. વિશ્વમાં ખાતરની પણ ભારે અછત છે, કારણ કે તેના મોટા ઉત્પાદકો પશ્ચિમ એશિયા અને રશિયામાં છે અને ત્યાં ઉત્પાદન પ્રભાવિત થયું છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય અલ નીનોની સ્થિતિ, પાણીની ઉપલબ્ધતા અને જમીનની ભેજના વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે લેવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે અથવા જળાશયનું સ્તર ઓછું છે, ત્યાં વધુ પાણીની આવશ્યકતાવાળા પાકોને બદલે કઠોળ અને તેલીબિયાંની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.
દેશમાં ખરીફ સિઝન દરમિયાન આશરે 12 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. 5 રાજ્યોમાં દુષ્કાળ અને કેન્દ્ર સરકારની રાહત-મૂલ્યાંકન પહેલ, સરકારે સ્વીકાર્યું છે કે ખરીફ સિઝન દરમિયાન દુષ્કાળ જેવી પરિસ્થિતિઓએ કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો (રાયસીના, વગેરે), તેલંગાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોને અસર કરી છે.
કર્ણાટક અને મહારાષ્ટ્રે કેન્દ્રીય ટીમો દ્વારા મુલાકાત લેવાની વિનંતી કરી છે, અને કેન્દ્ર સરકાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે. આ ઉપરાંત, સરકાર ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવામાં મદદ કરવા માટે એક મોટી જાગૃતિ ઝુંબેશ શરૂ કરી રહી છે.
આ ઝુંબેશ ખેડૂતોને ભારતના મુક્ત વેપાર કરારો (FTA), શૂન્ય-આયાત ડ્યુટી બજારો, ગુણવત્તા ધોરણો અને વિદેશમાં વધુ માંગ થઇ રહેલા પાક વિશે શિક્ષિત કરશે, જેનાથી તેઓ વૈશ્વિક તકોનો સંપૂર્ણ લાભ લઈ શકશે.
કૃષિ મંત્રીના જણાવ્યા મુજબ, દેશમાં હાલમાં 12 ટકા વરસાદની ખાધ છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈ ખાસ મોટી રાષ્ટ્રીય કટોકટી નથી અને સમસ્યા ચોક્કસ વિસ્તારો સુધી મર્યાદિત છે. સામાન્ય રીતે, જ્યારે આપેલ સમયગાળા માટે વરસાદની ખાધ 20 ટકાથી વધુ હોય ત્યારે દુષ્કાળ ગણવામાં આવે છે. મંત્રીના જણાવ્યા મુજબ, વર્તમાન વરસાદની ખાધ ખાદ્ય અનાજના ઉત્પાદન પર ખુબ મોટી અસર કરે તેવી અપેક્ષા નથી. તેમણે જણાવ્યું હતું કે ખરીફ ખાદ્ય અનાજના ઉત્પાદનમાં ઘણો મોટો ઘટાડો થવાની અપેક્ષા નથી, અહીં તમને બતાવી દઈએ કે, સરકારે અલ નીનો ઘટનાની અપેક્ષાએ એપ્રિલમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

