સીમાંકન બિલ માટે સરકાર સંસદનું ખાસ સત્ર બોલાવવાની તૈયારીમાં; કોંગ્રેસે મામલો જટિલ બનાવ્યો!

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સીમાંકન બિલને આગળ વધારવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવી શકે છે. જોકે, કોંગ્રેસે BJP પર રાજકીય પક્ષોને પ્રસ્તાવિત સીમાંકન પ્રક્રિયામાં ફસાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે આ પગલું લોકશાહી પર હુમલો છે.

તેમ છતાં, મીડિયા સૂત્રોએ નજીકના ગણાતા ખાસ સૂત્રોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સંસદનું ખાસ સત્ર બોલાવી શકે છે. આ ઘટના એવા સમયે બની છે કે, જ્યારે સંસદનું ચોમાસુ સત્ર હજુ ઔપચારિક રીતે મુલતવી રાખવામાં આવ્યું નથી. ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ, 2026ના રોજ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું હતું.

Parliament Session
indiatv.in

PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર માટે આ એક મોટો આંચકો છે, કારણ કે તે બંધારણ સુધારા બિલ પસાર કરવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગઈ હતી.

બંધારણ (131મો સુધારો) બિલ, 2026, સંબંધિત સીમાંકન બિલ, 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ, 2026, 16 એપ્રિલે લોકસભામાં કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, આ બિલો 17 એપ્રિલે લોકસભામાં નકારી કાઢવામાં આવ્યા હોવાથી પસાર થઈ શક્યા ન હતા.

Parliament Session
livehindustan.com

બંધારણ (128મો સુધારો) અધિનિયમ, 2023, જેને સામાન્ય રીતે 'નારી શક્તિ વંદન અધિનિયમ' તરીકે ઓળખવામાં આવે છે, તે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરે છે. જોકે, તેનો અમલ આગામી વસ્તી ગણતરી પછી સીમાંકન પૂર્ણ થવા પર આધાર રાખે છે.

આ વર્ષે એપ્રિલમાં સીમાંકન બિલ રજૂ થયા પછી 'INDIA' ગઠબંધન નબળું પડી ગયું છે. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, જેમાં 22 સાંસદો હતા, તેમાં મોટા ભાગ પડી ગયા, તેના 20 સાંસદો પાર્ટી છોડીને BJPના નેતૃત્વ હેઠળના NDAમાં જોડાયા. 'INDIA' ગઠબંધનના મુખ્ય સ્તંભોમાંનો એક, DMK હવે કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનનો ભાગ નથી.

Parliament Session
instagram.com

કોંગ્રેસના મહાસચિવ KC વેણુગોપાલે ખાસ સત્રના મુદ્દા પર કહ્યું કે, છેલ્લા 95 દિવસથી સંસદ સ્થગિત કરવામાં આવી નથી. સામાન્ય રીતે, રાષ્ટ્રપતિ સત્ર સમાપ્ત થયાના એક દિવસ પછી ગૃહને સ્થગિત કરવાનો આદેશ બહાર પાડી શકે છે. વચગાળાનું સત્ર શરૂ થવામાં થોડા જ દિવસો બાકી રહ્યા છે.

વેણુગોપાલે આરોપ લગાવ્યો કે, BJP સીમાંકન બિલને આગળ ધપાવતા પહેલા DMK, શિવસેના અને NCP જેવા રાજકીય પક્ષોને પોતાની તરફ કરી શકે છે કે કેમ તેની રાહ જોઈ રહ્યું છે.

About The Author

Related Posts

Top News

કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

અલીનગર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અને લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર હાલમાં જમીન વિવાદને કારણે ચર્ચામાં છે. આ વિવાદમાં તેમના અને તેમના...
Politics 
કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

સહારનપુરના ગંગોહ નગરમાં ગુરુવારે કડક પોલીસ સખત દેખરેખ હેઠળ બે મુસ્લિમ બહેનોનો નિકાહ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા. હરિયાણાના હિસાર જિલ્લાના...
National 
વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

નમિત મલ્હોત્રાની 'રામાયણ: ભાગ 1'એ પાત્રોના ચિત્રણ અને આ હિન્દુ મહાકાવ્યના અર્થઘટન પર ખુબ મોટી ચર્ચા ચાલુ થઇ...
Entertainment 
'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

ભારતમાં લોન્ચ થઈ BYD Denza D9; એક ચાર્જમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જશો, તો પણ 200 Kmની રેન્જ વધશે

લક્ઝરી કારનો શોખ ધરાવતા લોકો માટે બજારમાં વધુ એક મોટી એન્ટ્રી થઇ ચુકી છે. ચીનના અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક,...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઈ BYD Denza D9; એક ચાર્જમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જશો, તો પણ 200 Kmની રેન્જ વધશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.