- National
- ‘કેન્દ્ર સરકારે મોકલ્યો છે...’, કહીને શાળામાં પહોંચ્યો શખ્સ, શિક્ષકોને 350 રૂપિયામાં વેચ્યા મેગ્નેટિ...
‘કેન્દ્ર સરકારે મોકલ્યો છે...’, કહીને શાળામાં પહોંચ્યો શખ્સ, શિક્ષકોને 350 રૂપિયામાં વેચ્યા મેગ્નેટિક બેલ્ટ
આંધ્ર પ્રદેશના ખમ્મમમાં સરકારી શાળાઓના શિક્ષકોને મેગ્નેટિક બેલ્ટ વેચવાનો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિ અનેક શાળાઓમાં પહોંચ્યો અને તેણે શિક્ષકોને મેગ્નેટિક બેલ્ટ. તેણે દાવો કર્યો કે, તેને કેન્દ્ર સરકારે મોકલ્યો છે. તે આરોગ્ય સેતુ' પહેલના ભાગરૂપે આ પટ્ટા વહેંચવા આવ્યો છે, અને તેણે શિક્ષકો પાસેથી પ્રતિ બેલ્ટ 300-350 રૂપિયા વસૂલ્યા.
આ ઘટના સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી. ખમ્મમ અર્બન વિસ્તારના મંડલ શિક્ષણ અધિકારી (MEO) શૈલજાએ સંબંધિત શાળાઓના શિક્ષકો સાથે વાતચીત કરી. તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક શિક્ષકોએ તે વ્યક્તિ પાસેથી આ બેલ્ટ ખરીદ્યા હતા. MEO શૈલજાએ જણાવ્યું કે તે વ્યક્તિએ ખમ્મમના શાંતિનગર, નયા બજાર અને રાજેન્દ્ર નગર વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં ગયો હતો. તેણે શિક્ષકોને કહ્યું કે તે 'આરોગ્ય સેતુ' તરફથી આવ્યો છે અને તેણે એવો પણ દાવો કર્યો કે કેન્દ્ર સરકારે તેને શાળાઓમાં મેગ્નેટિક બેલ્ટ વેચવા મોકલ્યો છે.
શખ્સે શિક્ષકોએ તેના દાવાઓ પર વિશ્વાસ કરીને આ પટ્ટા ખરીદી લીધા. ઘટનાની જાણ થતા MEO શૈલજાએ સંબંધિત શાળાઓના શિક્ષકોનો સંપર્ક કર્યો હતો. તેમને પૂછ્યું કે શું 'આરોગ્ય સેતુ' કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ ગણાવીને કોઈ વ્યક્તિ ત્યાં આવી હતી. શિક્ષકોએ પુષ્ટિ કરી કે તેમને આ બેલ્ટ વેચવામાં આવ્યા હતા. ત્યારબાદ શૈલજાએ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર કે 'આરોગ્ય સેતુ' તરફથી કોઈને પણ શાળાઓમાં જઈને મેગ્નેટિક બેલ્ટ વેચવાની મંજૂરી આપવામાં આવી નથી. આ અંગે કોઈ સત્તાવાર આદેશ પણ આપવામાં આવ્યો નથી.
શિક્ષણ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોઈ વ્યક્તિ દ્વારા મંજૂરી વિના કેન્દ્ર સરકાર કે 'આરોગ્ય સેતુ' સાથે સંબંધ હોવાનો ખોટો દાવો કરવો સંપૂર્ણપણે અયોગ્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારી સંસ્થાઓના નામનો ઉપયોગ કરીને વસ્તુઓ વેચવી એ અયોગ્ય છે. આ ઘટનાએ સરકારી શાળાઓમાં બહારની વ્યક્તિઓના પ્રવેશ અને સરકારની ઓળખ બતાવીને સામાન વેચવાને લઇને સવાલ ઊભા કર્યા છે. કેટલાક શિક્ષકોએ આ બેલ્ટ ખરીદ્યા હતા. શિક્ષણ વિભાગના અધિકારીએ પણ શિક્ષકો સાથે વાત કર્યા બાદ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે.

