હવે 6 વર્ષ સુધી જૂના BS-6 વાહનોમાં PUC 3 વર્ષ સુધી ચાલશે અને જૂના વાહનોમાં...

કેન્દ્ર સરકારે વાહનો માટે PUC (પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર) માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે, નવા BS-6 સુસંગત ખાનગી વાહનોને વારંવાર PUC રિન્યુઅલ કરાવવાની જરૂર રહેશે નહીં. જો તમારું ખાનગી વાહન 6 વર્ષ સુધી જૂનું હોય, તો એક જ PUC 3 વર્ષ માટે માન્ય રહેશે. વાહનની ઉંમર વધવાની સાથે, PUC નવીકરણનો સમયગાળો પણ ઘટશે. તેથી, વાહન માલિકો માટે તેમના વાહન માટેના નવા નિયમોથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે.

નવા નિયમો હેઠળ, BS-VI સુસંગત ખાનગી વાહનો માટે PUCની માન્યતા તેમની ઉંમરના આધારે નક્કી કરવામાં આવી છે.

BS6-PUC Certificate
speaks.co.in

જો વાહન 6 વર્ષ સુધી જૂનું હોય, તો એક વખત બનાવેલું PUC પ્રમાણપત્ર 3 વર્ષ માટે માન્ય રહેશે. આ ઉપરાંત, 6થી 10 વર્ષ જૂના વાહનોને દર 6 મહિને તેમના PUC પ્રમાણપત્ર રિન્યુ કરાવવાની જરૂર પડશે. આ સાથે 10 વર્ષથી વધુ જૂના વાહનોને દર 6 મહિને નવું PUC પ્રમાણપત્ર મેળવવાની જરૂર પડશે.

આનો અર્થ એ થયો કે, જો તમારું વ્યક્તિગત BS-VI વાહન 5 વર્ષ જૂનું છે, તો તમારે દર 6 મહિને કે દર વર્ષે PUC લેવાની જરૂર રહેશે નહીં. જો તમે એકવાર તમે પ્રમાણપત્ર મેળવી લીધું છે, તો પછી તે 3 વર્ષ માટે માન્ય રહેશે.

BS6-PUC Certificate
newsarenaindia.com

સરકારે BS-VI ધંધાકીય વાહનો માટે એક અલગ સમય મર્યાદા નક્કી કરી છે, જે ડ્રાઇવરોએ તેમના વાહનના આધારે જાણવી જોઈએ.

જો તમારું વાહન 6 વર્ષ સુધી જૂનું હોય, તો PUC પ્રમાણપત્ર 2 વર્ષ માટે માન્ય રહેશે. આ ઉપરાંત, જો તમારું વાહન 6 થી 10 વર્ષ જૂનું હોય, તો તમારે દર વર્ષે PUC રિન્યુ કરવાની જરૂર પડશે. સાથે જ, 10 વર્ષથી વધુ જૂના વાહનો માટે, દર 6 મહિને એક નવું PUC પ્રમાણપત્ર જરૂરી રહેશે.

BS6-PUC Certificate
ndtv.com

સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ નિયમો ક્યારથી લાગુ કરવામાં આવ્યા હતા, તો તમે જાણી લો કે, મંત્રાલયે 13 નવેમ્બર, 2026ના રોજ એક સૂચના બહાર પાડી હતી, અને તે આજે, 19 નવેમ્બર, 2026ના રોજ, સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા પછી જ અમલમાં આવી ગઈ છે.

6થી 10 વર્ષ જૂના વાહનોને દર વર્ષે PUC કરાવવું પડશે, અને 10 વર્ષથી વધુ જૂના વાહનોને દર 6 મહિને PUC કરાવવું પડશે. ધંધાકીય BS-6 વાહનોને 6 વર્ષ સુધી બે વર્ષની માન્યતા અવધિ મળશે, ત્યારપછી દર વર્ષે નિરીક્ષણ અને 10 વર્ષ પછી દર 6 મહિને નિરીક્ષણ કરવામાં આવશે. જૂના BS-1, 2 અને 3 વાહનોને હજુ પણ એ જ 3 મહિનાની માન્યતા અવધિ મળશે, અને BS-4 વાહનોને હજુ પણ એ જ 6 મહિનાની માન્યતા અવધિ મળશે.

About The Author

Related Posts

Top News

હવે 6 વર્ષ સુધી જૂના BS-6 વાહનોમાં PUC 3 વર્ષ સુધી ચાલશે અને જૂના વાહનોમાં...

કેન્દ્ર સરકારે વાહનો માટે PUC (પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર) માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે, નવા BS-6 સુસંગત...
Business 
હવે 6 વર્ષ સુધી જૂના BS-6 વાહનોમાં PUC 3 વર્ષ સુધી ચાલશે અને જૂના વાહનોમાં...

પાટીદાર આંદોલનના 11 વર્ષે દિનેશ બાંભણિયાને આનંદીબેનની માફી કેમ માંગવી છે?

ગુજરાતના રાજકારણમાં 11 વર્ષ અગાઉ થયેલું પાટીદાર અનામત આંદોલન ય ચર્ચાનું વિષય બન્યું છે. જસદણ ખાતે યોજાયેલા એક સ્નેહમિલન કાર્યક્રમમાં...
Gujarat 
પાટીદાર આંદોલનના 11 વર્ષે દિનેશ બાંભણિયાને આનંદીબેનની માફી કેમ માંગવી છે?

મેં કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડી 22% કર્યો, તમે તમારા કર્મચારીઓની સેલેરી વધારી કે નહીં? ઉદ્યોગપતિઓને PM મોદીનો સવાલ

ગુરુવારે નવી દિલ્હીમાં FICCIના એક કાર્યક્રમમાં બોલતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ભારતનો વિકાસ દર...
National 
મેં કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડી 22% કર્યો, તમે તમારા કર્મચારીઓની સેલેરી વધારી કે નહીં? ઉદ્યોગપતિઓને PM મોદીનો સવાલ

CM ભૂપેન્દ્ર પટેલે દાહોદ પ્રવાસના બીજા દિવસે આદિવાસી પરિવારની ઓચિંતી મુલાકાત લીધી

સામાન્ય રીતે એવું જોવા મળે કે મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય અને લોકો તેમને માત્ર દૂરથી જ જોતા રહી જાય. પરંતુ...
Gujarat 
CM ભૂપેન્દ્ર પટેલે દાહોદ પ્રવાસના બીજા દિવસે આદિવાસી પરિવારની ઓચિંતી મુલાકાત લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.