78 લાખ પેન્શનરો માટે મોદી સરકારની મોટી જાહેરાત

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા ઈપીએફના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરપર્સને કર્મચારી પેન્શન યોજના, 1995 માટે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (સીપીપીએસ)ની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. સીપીપીએસ રાષ્ટ્રીય સ્તરની કેન્દ્રીયકૃત પ્રણાલીની સ્થાપના કરીને એક મોટો બદલાવ સૂચવે છે, જે સમગ્ર ભારતમાં કોઈ પણ બેંક, કોઈ પણ શાખા દ્વારા પેન્શન વિતરણને સક્ષમ બનાવે છે.

આ સીમાચિહ્નરૂપ નિર્ણય અંગે વાત કરતાં કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (સીપીપીએસ)ની મંજૂરી EPFOના આધુનિકીકરણમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ બેંક, કોઈ પણ શાખામાંથી પેન્શનરોને તેમનું પેન્શન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવીને, આ પહેલ પેન્શનર્સ દ્વારા લાંબા સમયથી સામનો કરવામાં આવતા પડકારોનું સમાધાન કરે છે અને એક અવિરત અને કાર્યક્ષમ વિતરણ વ્યવસ્થાને સુનિશ્ચિત કરે છે. EPFOને વધુ મજબૂત, પ્રતિભાવશીલ અને ટેક-સક્ષમ સંસ્થામાં પરિવર્તિત કરવાના અમારા ચાલુ પ્રયાસોમાં આ એક નિર્ણાયક પગલું છે, જે તેના સભ્યો અને પેન્શનર્સની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમથી EPFOના 78 લાખથી વધુ ઇપીએસ પેન્શનર્સને લાભ થવાની અપેક્ષા છે. અદ્યતન આઇટી અને બેંકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે પેન્શનર્સ માટે વધારે કાર્યદક્ષ, સાતત્યપૂર્ણ અને વપરાશકર્તાને અનુકૂળ અનુભવ પ્રદાન કરશે.

જ્યારે પેન્શનર એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે અથવા તેની બેંક કે શાખામાં ફેરફાર કરે, ત્યારે પણ સીપીપીએસ પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ (પીપીઓ)ને એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં તબદીલ કરવાની જરૂર વિના સમગ્ર ભારતમાં પેન્શનનું વિતરણ સુનિશ્ચિત કરશે. નિવૃત્તિ પછી તેમના વતન જતા પેન્શનરોને આ એક મોટી રાહત હશે.

આ સુવિધા EPFOના ચાલી રહેલા આઇટી આધુનિકીકરણ પ્રોજેક્ટ સેન્ટ્રલાઇઝ્ડ આઇટી સક્ષમ સિસ્ટમ (CITES 2.01)ના ભાગરૂપે 1 જાન્યુઆરી 2025થી શરૂ કરવામાં આવશે. આગામી તબક્કામાં સીપીપીએસ આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમ (એબીપીએસ)માં સરળ સંક્રમણને સક્ષમ બનાવશે.

સીપીપીએસ વર્તમાન પેન્શન વિતરણ પ્રણાલીથી એક આદર્શ પરિવર્તન છે, જે વિકેન્દ્રિત છે, જેમાં EPFOની દરેક ઝોનલ/પ્રાદેશિક કચેરીએ માત્ર 3-4 બેંકો સાથે અલગ સમજૂતી જાળવી રાખી છે. પેન્શનર્સે પણ પેન્શન શરૂ થાય તે સમયે કોઈપણ ચકાસણી માટે શાખાની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં અને પેન્શન રિલીઝ થયા પછી તરત જ જમા કરવામાં આવશે. આ ઉપરાંત, EPFO નવી સિસ્ટમમાં ગયા પછી પેન્શન વિતરણમાં ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા રાખે છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.