- Business
- આ કંપનીએ 2 મિનિટના વીડિયો કૉલમાં છૂટા કરી દીધા 200 કર્મચારી, જાણો શું હતું કારણ
આ કંપનીએ 2 મિનિટના વીડિયો કૉલમાં છૂટા કરી દીધા 200 કર્મચારી, જાણો શું હતું કારણ

અમેરિકન ટેક ફર્મ ફ્રન્ટડેસ્કે નવા વર્ષની શરૂઆત મોટા પ્રમાણ પર કર્મચારીઓની છટણીથી કરી છે. કંપનીએ પોતાના 200 કર્મચારીઓને માત્ર 2 મિનિટની ગૂગલ મીટ વીડિયો કોલ પર નોકરીથી હટાવવાની જાણકારી આપી અને તેમની સાથે સંબંધ પૂરા કરી દીધા. મંગળવારે સવારે કરવામાં આવેલી આ છટણીની ઝપેટમાં કંપનીના ફૂલ ટાઈમ કર્મચારીઓ સાથે જ પાર્ટ ટાઈમ અને કોન્ટ્રાક્ટ કર્મચારી પણ આવ્યા છે. TechCrunchના રિપોર્ટ મુજબ, ઓનલાઇન પ્રોપર્ટી બિઝનેસ ચલાવનારી ફ્રન્ટડેસ્ક કંપની સતત આર્થિક સંકટથી ઝઝૂમી રહી છે અને આ સંકટ વધી ગયા બાદ પોતાના ખર્ચ ઓછા કરવા માટે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફ્રન્ટડેસ્કના CEO જેસ્સે ડિપિન્ટોએ વીડિયો કોલ દરમિયાન કર્મચારીઓને કંપનીના આર્થિક સંકટની જાણકારી આપી. સાથે જ તેમણે જણાવ્યું કે, કંપની સ્ટેટ રિસિવરશિપ હાંસલ કરવા માટે અરજી દાખલ કરવાની છે, જે દેવાળિયા જાહેર થવાનો એક વિકલ્પ છે, તેમાં કંપનીનું સંચાલન સરકારના હાથોમાં જાય છે.
રિપોર્ટ મુજબ ફ્રન્ટ ડેસ્ક સ્ટાર્ટઅપ્સનું બિઝનેસ મોડલ માર્કેટ રેન્ટલ રેટ્સ અપાર્ટમેન્ટ્સને લીઝ પર લેવાનું અને પછી તેમને ફિનિશિંગ કરાવીને શોર્ટ ટર્મ ભાડા પર બીજી પાર્ટીને આપવાનું છે. કંપનીનું આ કામ 30 માર્કેટમાં કરી રહી છે, પરંતુ આ કામમાં ખૂબ જ વધારે અપફ્રન્ટ કોસ્ટ સામેલ થવાના કારણે તેને આર્થિક સંકટથી ઝઝૂમવું પડી રહ્યું છે. કંપનીએ હાલમાં જ જેન્ટબ્લૂ વેન્ચર્સ અને વેરિટાસ ઇન્વેસ્ટમેન્ટ્સ જેવા ઈન્વેસ્ટર્સ પાસેથી 2.6 કરોડ રોલરની રકમ એકત્ર કરી હતી, પરંતુ હવે તેને ઇન્વેસ્ટર્સને ફૂલ બિલ્ડિંગ મેનેજમેન્ટથી પોતાનું ધ્યાન પૂરી રીતે લગાવવા માટે તૈયાર કરવામાં ખૂબ જ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
વર્ષ 2017માં સ્ટાર્ટ કરવામાં આવેલી ફ્રન્ટ ડેસ્ક આખા અમેરિકામાં 1000 કરતા વધુ ફર્નિશ્ડ અપાર્ટમેન્ટ્સનું સંચાલન કરે છે. લગભગ 7 મહિના અગાઉ જ કંપનીએ વિસ્કોનસિનમાં તેને પડકાર આપી રહેલી નાનકડી કંપની જેનસિટીનું અધિગ્રહણ કર્યું હતું. કંપની હવે આર્થિક સંકટના કારણે પ્રોપર્ટી રેન્ટલ પેમેન્ટ પણ આપી શકતી નથી, જેથી તેના અપાર્ટમેન્ટ માલિકો સાથે સંબંધ ખરાબ થઈ રહ્યા છે. આ કારણે કર્મચારીઓની છટણી કરીને પોતાનો ખર્ચ ઓછો કરવા અને આર્થિક સંકટથી બહાર આવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
Opinion
