- Business
- સુરતની રિલાયન્સ કંપનીનું રૂ. 1.46 કરોડનું પાણી બિલ સરકારે માફ કરવું પડશે
સુરતની રિલાયન્સ કંપનીનું રૂ. 1.46 કરોડનું પાણી બિલ સરકારે માફ કરવું પડશે
રાજ્ય સરકારે હજીરાની રીલાયન્સ કંપનીને મોકલેલું રૂ. 1.46 કરોડનું પાણીનું બિલ માફ કરવું પડશે. હાઇકોર્ટે સરકારની માગને નકારી કાઢી છે. રાજ્ય સરકારે જુલાઈ 2005માં રિલાયન્સને નોટિસ આપી હતી, જેમાં 1997થી 2005 વચ્ચેના સમયગાળા માટે પાણીના ચાર્જિસનો ફરી હિસાબ કરીને ₹146.79 લાખની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કંપનીએ આ માંગણીનો વિરોધ કર્યો હતો અને મામલો કોર્ટમાં ગયો હતો. કંપનીએ દલીલ કરી હતી કે તે સમયગાળા માટેના તમામ બિલ પહેલેથી જ ચૂકવી દેવામાં આવ્યા છે. વર્ષ 2003 સુધી “નો ડ્યુ સર્ટિફિકેટ” પણ આપવામાં આવ્યું હતું
કરાર પૂર્ણ થયા પછી સરકાર દ્વારા નવા ચાર્જિસ લગાવવી યોગ્ય નથી
કપનીની દલીલને સ્વીકારતા હાઈકોર્ટએ એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું હતું કે એકવાર કરાર પૂર્ણ થઈ જાય પછી તેને જૂના કેસને ફરી ખોલી શકાય નહીં
સરકાર પાછલી અસરથી કોઇ નવા આર્થિક બોજા મૂકી શકતી નથી. આવી કાર્યવાહી કાયદાની દ્રષ્ટિએ અયોગ્ય અને અન્યાયપૂર્ણ ગણાય. અદાલતે જણાવ્યું કે, “ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર દ્વારા બાકી રકમની માંગણી કરવી યોગ્ય નથી.”

ઉલ્લેખનીય છે કે હજીરાની કંપનીઓને પાણી પૂરવઠો પૂરો પાડવા માટે સરકારે સિંગણપોર ખાતે કોઝવેનું નિર્માણ કરાવ્યું હતું. તેના રૂપિયા 33 કરોડ કંપનીઓએ આપ્યા હતા. સરકાર અને કંપનીઓ વચ્ચે પાણી માટે કરાયા કરાયા હતા. રિલાયન્સ અને રાજ્ય સરકાર વચ્ચે 1993માં પાણી પુરવઠા અંગે કરાર થયો હતો. પરંતુ સરકારે વર્ષ 1997માં નિયમોમાં ફેરફાર કરીને વર્ષ 1997થી વર્ષ 2005 સુધી નવું બિલ કંપનીને મોકલ્યું હતું જે તેમને સ્વીકાર્ય ન હતું. કંપનીની દલીલ હતી કે તેમણે ઓક્ટોબર 2003 સુધીના તમામ બિલ ચૂકવીને નો ડ્યુ સર્ટિફિકેટ પણ મેળવી લીધું છે. સરકારે તેમને પછીથી નવું બિલ મોકલ્યું છે. કંપનીએ પણ કહ્યું કે તેઓ પાણીનો ઉપયોગ ઉદ્યોગ ઉપરાંત તેમના સ્ટાફના રહેણાક અને હજીરા વિસ્તારના મોરા ગામને મફત પાણી સપ્લાય કરવા માટે પણ કરે છે. પરંતુ સરકારે તેમને ઔદ્યોગિક રેટ પર પાણીનું બિલ મોકલ્યું હતું. આ ઉપરાંત સરકારે વધારાનું બિલ મોકલ્યું હતું. કંપનીની રજૂઆત સ્વીકારીને હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે.

આ ચુકાદો માત્ર એક કંપની માટે નહીં પરંતુ સમગ્ર ઉદ્યોગ જગત માટે મહત્વનો માનવામાં આવે છે, એકવાર કરાર પૂર્ણ થાય તો નિયમોમાં ફેરફાર કરી શકાય નહીં. આનાથી કંપનીઓને પાછળથી થતી અચાનક વસૂલાતથી રાહત થશે.

