સુરતમાં રિયલ એસ્ટેટનો ‘મહાકુંભ’: HALO પ્રોપર્ટી એક્સ્પો 2026નું 24 એપ્રિલે ભવ્ય ઉદ્ઘાટન

શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાતા “HALO પ્રોપર્ટી એક્સ્પો 2026”નું આયોજન 24 થી 26 એપ્રિલ દરમિયાન એન્થમ સર્કલ, વલથાણ-પુણાગામ કેનાલ રોડ, આઉટર રિંગ રોડ પર કરવામાં આવશે. સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિયેશન (SEBA) દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ઇવેન્ટને ‘પ્રોપર્ટીનો મહાકુંભ’ કહેવામાં આવી રહ્યો છે, જેમાં શહેરના અગ્રણી ડેવલપર્સ અને રોકાણકારો એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે.

આ આયોજન અંગે શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે એક્સ્પોનું ભવ્ય ઉદ્ઘાટન 24 એપ્રિલે બપોરે 12:30 વાગ્યે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી મંગળ પ્રભાત લોઢાના હસ્તે થશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ માત્ર પ્રોપર્ટી પ્રદર્શન નથી, પરંતુ સમગ્ર રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમને જોડતું એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે.

HALO પ્રોપર્ટી એક્સ્પોમાં 40થી વધુ જાણીતા ડેવલપર ગ્રુપ્સ ભાગ લઈ રહ્યા છે, જ્યારે કુલ 179થી વધુ પ્રીમિયમ એક્ઝિબિટર્સ અને 180થી વધુ રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ એસી ડોમમાં યોજાનારા આ એક્સ્પોમાં અંદાજે 2 લાખથી વધુ મુલાકાતીઓ પહોંચવાની અપેક્ષા છે. જે. એક્લેરા, અનંત ગ્રુપ, ગ્રીન ગ્રુપ અને દેવમ જેવા મોટા ડેવલપર્સ અહીં પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કરશે, જેમાં એફોર્ડેબલ હાઉસિંગથી લઈને પ્રીમિયમ પ્રોપર્ટી અને રોકાણના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

SEBAના અધ્યક્ષ શ્રેયાંશ સવાણીએ જણાવ્યું હતું કે, “આ એક્સ્પોનો હેતુ માત્ર પ્રોજેક્ટ્સ બતાવવાનો નથી, પરંતુ ખરીદદારોને પારદર્શક અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. પૂર્વ સુરતના વિકાસ માટે આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.”

SEBAના સેક્રેટરી દીપેશ ધનાણી અને વિપુલ રાડાડિયાએ અને હિરેન પટેલ પણ વધુમાં વધુ ડેવલપર્સ અને સ્ટેકહોલ્ડર્સને આ પહેલ સાથે જોડાવા અપીલ કરી છે.

SEBAના મીડિયા હેડ હિરેન પટેલે જણાવ્યું કે આ એક્સ્પોનું ખાસ આકર્ષણ તેમાં હાજર રહેતી સેલિબ્રિટીઝ રહેશે. એક્સ્પોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો દર્શન જરીવાલા, હિતેન કુમાર, જાનકી બોડીવાલા અને શ્રદ્ધા ડાંગર ખાસ ઉપસ્થિત રહેશે. પ્રેસવાર્તામાં ગોપીન ડેવલપર્સના પિયુષ ડાલિયા, એન્થમ ગ્રુપના નિકુંજ ગજેરા, જે. એક્લેરાના જૈંતીભાઈ બાબરિયા, અનંત ગ્રુપના હરેશભાઈ પાચાણી, ગ્રીન ગ્રુપના મીત કોટડિયા, એસોસિયેશનના પ્રવક્તા તેમજ સહજ ગ્રુપના સંચાલક કમલેશભાઈ કોરાટ અને તાપી રિયલ્ટીના રવિભાઈ સવાણી અને MK ગ્રુપ પણ હાજર રહ્યા હતા.

- SEBA: પૂર્વ સુરતના વિકાસ માટે મજબૂત નેટવર્ક

750થી વધુ સભ્યો ધરાવતી SEBA આજે માત્ર એક એસોસિયેશન નથી, પરંતુ મજબૂત રિયલ એસ્ટેટ નેટવર્ક બની ગઈ છે. શહેરના આશરે 75% વિસ્તારોને આવરી લેતી આ સંસ્થા અબ્રામા, મોટા વરાછા, ઉત્રાણ, કોશાડ, અમરોલી, વલથાણ, કડોદરા, ડિંડોલી, સચિન, કામરેજ, કિમ અને પીપોદરા જેવા વિસ્તારોમાં સક્રિય છે. આ વિસ્તારો ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યા છે, જેને SEBA દ્વારા “સુરતનો સૂર્યોદય” નામ આપવામાં આવ્યું છે.

- પૂર્વ સુરત બનશે આગામી ગ્રોથ એન્જિન

વરાછા, કતારગામ, ઉધના, ડિંડોલી, સચિન, કડોદરા અને કિમ-પીપોદરા જેવા વિસ્તારોમાં ડાયમંડ, ટેક્સટાઇલ અને આઈટી ઉદ્યોગોના કારણે ઝડપી શહેરીકરણ થઈ રહ્યું છે. મેટ્રો, એક્સપ્રેસવે અને આઉટર રિંગ રોડ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે આ વિસ્તાર રોકાણકારો માટે હોટસ્પોટ બની રહ્યો છે. આ એક્સ્પો દ્વારા પૂર્વ સુરતને નવી ઓળખ મળશે, રોકાણકારોમાં વિશ્વાસ વધશે અને પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે.

02
- ખરીદનારાઓ માટે સરળ બનશે નિર્ણય

આ એક્સ્પોની વિશેષતા એ છે કે હોમબાયર્સ અને રોકાણકારોને એક જ સ્થળે વિવિધ વિકલ્પો સાથે કાનૂની અને નાણાકીય માર્ગદર્શન મળશે. જેના કારણે યોગ્ય અને સુરક્ષિત રોકાણનો નિર્ણય લેવો સરળ બનશે. સાથે જ ડેવલપર્સને સીધા ગ્રાહકો સાથે જોડાવાનો મોકો મળશે, જેનાથી બજારમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે.

- કેમ ખાસ છે ‘પ્રોપર્ટીનો મહાકુંભ’?

HALO પ્રોપર્ટી એક્સ્પો 2026 માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ એક મૂવમેન્ટ તરીકે ઉભરી રહ્યું છે, જે પૂર્વ સુરતને શહેરના આગામી ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો તમે ઘર ખરીદવા, રોકાણ કરવા અથવા રિયલ એસ્ટેટમાં રસ ધરાવતા હો, તો આ ત્રણ દિવસીય ઇવેન્ટ તમારા માટે સોનેરી તક સાબિત થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાર્યકર્તાઓને કહ્યું- ‘જે કરવું પડે એ કરજો, પરંતુ આપણાં ઉમેદવારો...’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સામાન્ય રીતે રાજકીય નિવેદનબાજીઓ પણ વધતી હોય છે. આ દરમિયાન...
Gujarat 
ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાર્યકર્તાઓને કહ્યું- ‘જે કરવું પડે એ કરજો, પરંતુ આપણાં ઉમેદવારો...’

ભારતમાં હવે 85 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવ વધી રહ્યા છે, તેલ મોંઘુ છે, અને વિશ્વ હોર્મુઝ સ્ટ્રેટ પર ધ્યાન કેન્દ્રિત કરી...
Tech and Auto 
ભારતમાં હવે 85 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

સુરતમાં રિયલ એસ્ટેટનો ‘મહાકુંભ’: HALO પ્રોપર્ટી એક્સ્પો 2026નું 24 એપ્રિલે ભવ્ય ઉદ્ઘાટન

શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાતા “HALO પ્રોપર્ટી એક્સ્પો 2026”નું આયોજન 24 થી 26 એપ્રિલ દરમિયાન એન્થમ સર્કલ, વલથાણ-પુણાગામ...
Gujarat 
સુરતમાં રિયલ એસ્ટેટનો ‘મહાકુંભ’: HALO પ્રોપર્ટી એક્સ્પો 2026નું 24 એપ્રિલે ભવ્ય ઉદ્ઘાટન

સુરતમાં પેઢી ખોલીને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14 લોકોનું કરી નાખ્યું, હરી ભક્તો ઠગાયા, ત્રણની ધરપકડ

સુરતમાં ફરી એકવાર ઓનલાઈન રોકાણના નામે મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં વધુ એક પોન્ઝી સ્કીમનો...
Gujarat 
સુરતમાં પેઢી ખોલીને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14 લોકોનું કરી નાખ્યું, હરી ભક્તો ઠગાયા, ત્રણની ધરપકડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.