રોડ પર બનેલું સ્પીડ બ્રેકર કેટલું ઊંચું હશે અને ક્યાં બનશે, એ કોણ નક્કી કરે છે?

શહેરની અંદર સ્પીડ બ્રેકર તમને ગલી ગલીમાં મળી જશે. ઘણી વખત એ એટલા ઊંચા હોય છે કે જો તમે પોતાની ગાડીની સ્પીડ ઓછી ન કરો તો તમે દુર્ઘટનાના શિકાર થઈ શકો છો. એ સિવાય આજકાલ તમને ગલીઓની અંદર થોડે થોડે દૂર પર જ સ્પીડ બ્રેકર જોવા મળે છે. હવે સવાલ ઉઠે છે કે અંતે એટલા ઊંચા અને એટલી નજીક ઘણા સ્પીડ બ્રેકર બનાવવાનો અધિકાર રોડ નિર્માણકર્તાઓને કોણ આપે છે? તેની સાથે જ જાણીશું કે અંતે સ્પીડ બ્રેકર સાથે જોડાયેલો કાયદો શું કહે છે?

સામાન્યતઃ સ્પીડ બ્રેકર એટલે બનાવવામાં આવે છે કે, પુરપાટ ઝડપ ચાલતી ગાડીઓથી થતી દુર્ઘટનાઓથી લોકો બચી શકે છે. જો કે, આજકાલ ઊલટું જ થઈ રહ્યું છે. લગભગ 9 ઇંચ, ઘણી જગ્યાએ તેનાથી પણ ઊંચા સ્પીડ બ્રેકર પોતે દુર્ઘટનાઓનું કારણ બની રહ્યા છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને તેનાથી સૌથી વધુ પરેશાની થઈ રહી છે. એ એટલા ઊંચા હોય છે કે જો ઝડપથી ગાડી તેના પરથી પસાર થાય છે તો ગાડીમાં બેઠા લોકોને જોરદાર ઝટકો લાગે છે.

સ્પીડ બ્રેકર તમે પોતાના હિસાબે અને પોતાના મન પ્રમાણે નહીં બનાવી શકાય. સ્પીડ બ્રેકર બનાવવા માટે લોકો અને ટ્રાફિક પોલીસની જરૂરિયાતના હિસાબે નગરિય સંસ્થા પાસે તેની માગ કરવાની હોય છે. તેના અધિકારી તપાસ બાદ મંજૂરી આપે છે કે ક્યાં સ્પીડ બ્રેકર બનાવવાના છે. સ્પીડ બ્રેકર બનાવવાના કેટલાક નિયમ છે. તેમાં ઊંચાઈને લઈને કહેવામાં આવ્યું છે કે, સ્પીડ બ્રેકરની ઊંચાઈ 10 સેન્ટિમીટર હોવી જોઈએ. તો તેની લંબાઈ 3.5 મીટર અને વૃત્તાકાર રેડિયસ 17 સેન્ટિમીટર હોય છે.

સ્પીડ બ્રેકર બનાવવાનું ઉદ્દેશ્ય હોય છે વાહનોની સ્પીડ 20-25 કિલોમીટર ઓછી કરવાનું. તો સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ તેના પર થર્મો પ્લાસ્ટિક પેઈન્ટ કે પટ્ટીઓ બનાવવી જરૂરી છે. એવું એટલે કરવામાં આવે છે જેથી વાહન ચાલકોને સ્પીડ બ્રેકર રાતના અંધારામાં પણ દેખાઈ શકે. એ સિવાય સ્પીડ બ્રેકરથી 40 મીટર અગાઉ ચેતવણીવાળા બોર્ડ પણ લગાવેલા હોવા જોઈએ. જો આ બધી વસ્તુ સ્પીડ બ્રેકર સાથે નથી તો એ ગેરકાયદેસર માનવામાં આવશે અને સંબંધિત લોકો પર કાર્યવાહી થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ભારત માટે વ્યાપારનો રસ્તો ખોલો... PoKના પ્રદર્શનકારીઓની માંગ! અસીમ મુનીરને ફેંક્યો સીધો પડકાર

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં વિરોધની આગ સતત ચાલુ છે. વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે, પાકિસ્તાની સરકાર નિર્દોષ...
World 
ભારત માટે વ્યાપારનો રસ્તો ખોલો... PoKના પ્રદર્શનકારીઓની માંગ! અસીમ મુનીરને ફેંક્યો સીધો પડકાર

શું હવે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવું ઉત્તર પ્રદેશમાં પણ થશે? કેમ થઈ રહ્યો છે બળવો?

ઉત્તર પ્રદેશના DyCM કેશવ પ્રસાદ મૌર્યએ કાનપુરમાં મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે 25થી 26 સમાજવાદી પાર્ટીના...
National 
શું હવે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવું ઉત્તર પ્રદેશમાં પણ થશે? કેમ થઈ રહ્યો છે બળવો?

‘મદદ કરો સાહેબ!’ માતા અને પુત્રી કલેક્ટરના પગમાં પડી ગઇ; જનસુનાવણીમાં મચી ગયો હોબાળો

મધ્ય પ્રદેશના જબલપુરમાં કલેક્ટર કચેરીમાં જનસુનાવણી દરમિયાન એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે એક મહિલા અને તેની પુત્રી ન્યાય...
‘મદદ કરો સાહેબ!’ માતા અને પુત્રી કલેક્ટરના પગમાં પડી ગઇ; જનસુનાવણીમાં મચી ગયો હોબાળો

‘તાવ તો ઘરે દવા લઇને પણ સારો થઇ જાય...’, 65000ની પોલિસી છતા વીમા કંપનીએ આપ્યો ઝટકો, મહિલાનું દુઃખ વાયરલ

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ વીડિયો શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે....
National 
‘તાવ તો ઘરે દવા લઇને પણ સારો થઇ જાય...’, 65000ની પોલિસી છતા વીમા કંપનીએ આપ્યો ઝટકો, મહિલાનું દુઃખ વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.