- Business
- સુરત ડાયમંડ બુર્સમાં 21 ફેબ્રુઆરીએ 150 ટ્રેડીંગ કેબિનનું ઉદઘાટન
સુરત ડાયમંડ બુર્સમાં 21 ફેબ્રુઆરીએ 150 ટ્રેડીંગ કેબિનનું ઉદઘાટન

ડાયમંડ ઉદ્યોગ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. દુનિયાના સૌથી ઉંચી બિલ્ડીંગ ગણાતા સુરત ડાયમંડ બુર્સમાં 21 ફેબ્રુઆરી અને શુક્રવારના દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 150 ટ્રેડીંગ કેબિનો અને મહીધરપરા- મીનીબજારના હીરાના વેપારીઓની ઓફિસોનું ઉદઘાટન કરવામાં આવશે.
સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજી પટેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમણે કહ્યું છે કે,21 ફેબ્રુઆરી ટ્રેડીંગ કેબિન અને ઓફિસાનું ઉદઘાટન સુરત ડાયમંડ બુર્સ ખાતે સવારે 10 વાગ્યે રાખવામાં આવ્યું છે. થોડા સમયમાં હીરાદલાલો માટે હોલમાં ટેબલ ફાળવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
સુરત ડાયમંડ બુર્સના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2023ના દિવસે ઉદઘાટન કર્યા પછી અનેક મુશ્કેલીનો સામનો બુર્સે કરવો પડ્યો છે. લાંબા સમયની મંદીને કારણે બુર્સને જોઇએ તેવી સફળતા ન મળી, પરંતુ સંચાલકો સતત પ્રયાસ કરી રહ્યા છે.