SBI ધોનીને વર્ષે 6 કરોડ અને અભિષેકને મહિને 19 લાખ કેમ આપે છે

દેશની સૌથી મોટી સરકારી માલિકીની, અગ્રણી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના 50 કરોડથી વધુ ગ્રાહકો, 50,000થી વધુ કર્મચારીઓ, 22500થી વધુ શાખાઓ છે. SBIની દેશ અને દુનિયાના ઘણા દેશોમાં શાખાઓ છે.  સામાન્ય રીતે લોકો લોન લે છે અથવા તો બચત માટે બેંકમાં પૈસા આપે છે, પરંતુ દેશની સૌથી મોટી બેંક દર મહિને ક્રિકેટર MS ધોનીને 6 કરોડ રૂપિયા અને અભિનેતા અભિષેક બચ્ચનને 18.9 લાખ રૂપિયા આપે છે. અહીં તમને આશ્ચર્ય થશે કે બેંક આ બંનેને આટલી મોટી રકમ કેમ આપે છે?

MS-Dhoni

મહેન્દ્ર સિંહ ધોની ભલે ક્રિકેટ રમતો ન હોય, પણ તેનો ચાર્મ અકબંધ છે. ધોની ભારતનો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પાવરહાઉસ છે. તેમની કમાણીનો મોટો હિસ્સો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે. તેમની પાસે એવી કંપનીઓની લાંબી યાદી છે જેમની બ્રાન્ડ છબી ધોની છે. આમાંનું એક નામ SBIનું પણ છે. ધોની દેશની સૌથી મોટી બેંક SBIના બ્રાન્ડ એમ્બેસેડર છે, વર્ષ 2023થી તે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માટે જાહેરાત કરે છે.

SBI
tv9hindi.com

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના બદલામાં SBI MS ધોનીને મોટી ફી ચૂકવે છે. જાહેરાતો દ્વારા લોકોને SBIની યોજનાઓ, સ્કીમ, બેંક સુવિધાઓ વગેરે વિશે માહિતી આપવા બદલ તેમને વાર્ષિક 6 કરોડ રૂપિયા ફી મળે છે.  ધોની SBIની બ્રાન્ડ છબી છે. જેના કારણે તે તેમની પાસેથી ફી મેળવે છે.

Abhishek1
telugu.news18.com

ધોની જ નહીં, SBI દર મહિને અભિષેક બચ્ચનને પણ 18.9 લાખ રૂપિયા આપે છે. હકીકતમાં આ પૈસા બચ્ચન પરિવારને ભાડા તરીકે આપવામાં આવે છે. અભિષેક બચ્ચનનો જુહુનો આલીશાન બંગલો, અમ્મુ અને વત્સનો ગ્રાઉન્ડ ફ્લોર SBIને ભાડે આપવામાં આવ્યો છે. આ લીઝ કરાર 15 વર્ષ માટે છે. આ લીઝ કરાર હેઠળ, બેંક બચ્ચન પરિવારને દર મહિને 18.9 લાખ રૂપિયા ભાડા તરીકે આપે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, અભિષેક આ કરાર હેઠળ કંઈ પણ કર્યા વિના બેંકમાંથી દર મહિને 18.9 લાખ રૂપિયા કમાય છે. અહીં તમને જણાવી દઈએ કે, બચ્ચન પરિવારના ઘર 'જલસા'ની નજીક આવેલી આ મિલકત 3,150 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. એટલે કે અભિષેક બચ્ચન માત્ર એક માળના ભાડામાંથી લગભગ 19 લાખ રૂપિયા કમાય છે.

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.