- Business
- ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના રોકાણ પર સંકટ મંડરાવા લાગ્યું છે. આ સેલિબ્રિટીઓ સાથે અન્ય ઘણા લોકોએ બેંગ્લોર સ્થિત કેબ સર્વિસ કંપની બ્લૂસ્માર્ટમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે હાલમાં SEBIના તપાસના દાયરામાં ફસાઈ ગઈ છે અને કંપનીએ કેબ બુકિંગ સર્વિસ પણ બંધ કરી દીધી છે.
કંપનીના કો-ફાઉંડર અનમોલ સિંહ પર જગ્ગી પર ભંડોળનો દુરુપયોગ અને તેના ગેરકાયદેસર ઉપાડનો આરોપ લાગ્યો છે, ત્યારબાદ તેમને SEBIએ શેરબજારમાંથી પ્રતિબંધિત કરી દીધા હતા અને બ્લૂસ્માર્ટ સહિત અન્ય કંપનીઓની તપાસ શરૂ કરી દીધી છે. SEBIની આ કાર્યવાહી બાદ, બ્લૂસ્માર્ટે કેબ બુકિંગ માટે ઓર્ડર લેવાનો પણ બંધ કરી દીધો છે. આ પગલાથી કંપની પર સંકટના વાદળો મંડરાવા લાગયા છે અને રોકાણકારોને પણ પોતાની પૂંજી પર જોખમ દેખાવા લાગ્યું છે.

ઓલા અને ઉબરને પડકાર આપવા માટે વર્ષ 2018માં બ્લૂસ્માર્ટની શરૂઆત કરવામાં આવી હતી. કંપનીએ પોતાના રોકાણકારો પાસેથી 4100 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જેમાં મહેન્દ્ર સિંહ ધોની, દીપિકા પાદુકોણ અને અશ્નીર ગ્રોવારનો સમાવેશ થાય છે. કંપનીએ 17 એપ્રિલના રોજ ગ્રાહકોને લખેલા ઇ-મેલમાં કહ્યું હતું કે, ‘અમે બ્લૂસ્માર્ટ એપ પર બુકિંગ અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે.’
બ્લૂસ્માર્ટના ફાઉંડર અનમોલ અને પુનિત પર આરોપ છે કે બંનેએ કંપનીના બિઝનેસને વિસ્તૃત કરવા માટે લોન લીધી અને ગુરુગ્રામમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદી લીધો. આ પૈસાઓને પોતાના શોખ પાછળ ખર્ચ કર્યો, જેમાં 26 લાખ રૂપિયાના ગોલ્ફ ઉપકરણો ખરીદવાનું પણ સામેલ છે. આ આરોપો બાદ, SEBIએ બંનેને બજારમાં કોઈપણ ગતિવિધિ કરતા રોકી દીધા હતા અને SEBIની સખ્તાઈ બાદ, બ્લૂસ્માર્ટે બિઝનેસ પણ રોકી દીધો છે.

કોણે કેટલા પૈસા લગાવ્યા?
દીપિકા પાદુકોણે કંપનીમાં એકદમ શરૂઆતના સમયમાં એટલે કે એક એન્જલ રોકાણકાર તરીકે રોકાણ કર્યું હતું. તેણે વર્ષ 2019માં, આ કંપનીમાં 30 લાખ ડૉલર એટલે કે લગભગ 25.80 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. બજાજ કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે પણ રજત ગુપ્તા અને જીતો એન્જલ નેટવર્ક સાથે મળીને લગભગ 26 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
કંપનીએ ગયા વર્ષે 2.4 કરોડ ડૉલરનું ફંન્ડિંગ ઉઠાવ્યું હતું, જેમાં ધોની અને તેના પરિવારના રોકાણ ઉપરાંત, રિન્યૂ પાવરના સુમંત સિંહાએ પણ મોટું રોકાણ કર્યું હતું. BharatPeના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરે પણ કંપનીમાં 1.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. SEBIએ આરોપ લગાવ્યો છે કે બ્લૂસ્માર્ટે ગ્રોવરના સ્ટાર્ટઅપ થર્ડ યુનિકોર્ન પ્રાઇવેટ લિમિટેડને પણ 50 લાખ રૂપિયા આપ્યા હતા.
Related Posts
Top News
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Opinion
