- Business
- દર મિનિટે મુકેશ અંબાણી અને રિલાયન્સ જેટલી કમાણી કરે છે તે જાણીને ચોંકી જશો
દર મિનિટે મુકેશ અંબાણી અને રિલાયન્સ જેટલી કમાણી કરે છે તે જાણીને ચોંકી જશો
એક મિનિટનો સમય આપણને ખૂબ જ ઓછો લાગે છે, પરંતુ 60 સેકન્ડનો આ સમય ભારતના સૌથી ધનવાન વ્યવસાયી મુકેશ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એવુ એટલા માટે, કારણ કે મુકેશ અંબાણી અને તેમની કંપની એક મિનિટમાં 1.1 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
અંબાણી પરિવારની પાસે 77.3 અબજ ડૉલર એટલે કે 5.74 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે દુનિયાનું પાંચમાં નંબરનું સૌથી ધનવાન પરિવાર છે. ઈ-કોમર્સ કંપની વોલમાર્ટના કો-ફાઉન્ડર વોલ્ટનની ફેમિલી 244 અબજ ડૉલર એટલે કે 18.12 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પહેલા નંબર પર છે.

મુકેશ અંબાણીની કમાણી ક્યાંથી થઈ રહી છે?
| સમય | સેલરી | ડિવિડન્ડ |
| પ્રતિ મિનિટ | 285 રૂપિયા | 37824 રૂપિયા |
| પ્રતિ કલાક | 17123 રૂપિયા | 22.7 લાખ રૂપિયા |
| પ્રતિ દિવસ | 4.1 લાખ રૂપિયા | 5.5 કરોડ રૂપિયા |
મુકેશ અંબાણીની આવક
- 2008-09થી દર વર્ષે 15 કરોડ રૂપિયાની સેલરી મળતી રહી.
- 2020-21થી તેમણે સેલરી ન લેવાનો નિર્ણય લીધો.
- 2020-21 માટે તેમને પ્રતિ શેર 7 રૂપિયા ડિવિડન્ડ મળ્યું.
- ડિવિડન્ડથી તેમની આવક 1988 કરોડ રહી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવક
પ્રતિ મિનિટઃ 1.1 કરોડ રૂપિયા
પ્રતિ કલાકઃ 65 કરોડ રૂપિયા

RILને દરેક રૂપિયાની કમાણી ક્યાંથી થાય છે?
| 56 પૈસા | 30 પૈસા | 08 પૈસા | 06 પૈસા |
| ઓઈલ, કેમિકલ અને ગેસ બિઝનેસમાંથી આવે છે. | ડિજિટલ સર્વિસ બિઝનેસમાંથી આવે છે. | રિટેલ વ્યવસાયમાંથી આવે છે. | ની કમાણી ફાયનાન્સિયલ સર્વિસીસ અને અન્યમાંથી થાય છે. |
રિલાયન્સનો રિટેલ કારોબાર કઈ સ્પીડથી વધી રહ્યો?
| સમય | આવક | નેટ પ્રોફિટ |
| પ્રતિ મિનિટ | 29.4 લાખ રૂપિયા | 73413 રૂપિયા |
| પ્રતિ કલાક | 17.7 કરોડ રૂપિયા | 44 લાખ રૂપિયા |
| પ્રતિ દિવસ | 423.6 કરોડ રૂપિયા | 10.6 કરોડ રૂપિયા |
જિયો પ્લેટફોર્મની કમાણી
પ્રતિ મિનિટઃ 2.8 લાખ રૂપિયા
પ્રતિ કલાકઃ 1.7 કરોડ રૂપિયા
પ્રતિ દિવસઃ 40 કરોડ રૂપિયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કેટલું દેવુ લે છે?
પ્રતિ મિનિટઃ 2600 રૂપિયા
પ્રતિ કલાકઃ 1.56 લાખ રૂપિયા
પ્રતિ દિવસઃ 93.6 લાખ રૂપિયા
Apple અને Relianceની દર મિનિટની કમાણી
| કંપની | આવક | આવકમાં વધારો | પ્રોફિટ | માર્કેટ વેલ્યૂ |
| રિલાયન્સ | 1.1 કરોડ રૂપિયા | 40.4 લાખ | 10.5 લાખ | 12.82 લાખ કરોડ રૂપિયા |
| એપલ | 4.6 કરોડ રૂપિયા | 123.4 લાખ | 123.5 લાખ | 189.42 લાખ કરોડ રૂપિયા |

