રિલાયન્સથી અલગ થશે મુકેશ અંબાણીની આ કંપની, ડીમર્જર માટે તારીખ નક્કી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ (RIL) પોતાની સહયોગી ફર્મ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (RSIL)ને અલગ કરીને નવી કંપની બનાવવા જઈ રહી છે. તેના માટે રેકોર્ડ તારીખ 20 જુલાઇ નક્કી કરવામાં આવી છે. રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ડીમર્જર બાદ કંપનીનું નામ બદલીને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (JFSL) થઈ જશે. એ સિવાય 20 જુલાઇના રોજ સમૂહ કંપનીના ઇક્વિટી શેરધારકોનું નિર્ધારણ કરશે, જે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ માટે નવા ઇક્વિટી શેર પ્રાપ્ત કરવાના હકદાર છે.

આ વર્ષે માર્ચમાં મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યું હતું કે, તે પોતાની નાણાકીય સેવાઓના ઉપક્રમે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ડીમર્જર કરવાની યોજના બનાવી રહી છે. હિતેશ કુમાર સેઠી MD અને CEOના રૂપમાં નવું યુનિટ કમાન સંભાળશે. અનુમાન છે કે કંપનીની કુલ સંપત્તિ લગભગ 1,50,000 કરોડ રૂપિયા છે, જેમાંથી લગભગ 1,10,000 કરોડ રૂપિયાની કિંમતના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર છે. બાકી રકમ રિયલ નેટવર્થના રૂપમાં છે. તેની તુલનામાં બજાજ ફાઇનાન્સ જે વર્તમાનમાં સૌથી મોટી રિટેલ NBFC છે. તેની કુલ સંપત્તિ લગભગ 44,000 કરોડ રૂપિયા છે.

કંપનીએ જણાવ્યું કે, ડીમર્જર હેઠળ શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રત્યેક શેરના બદલે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના શેર મળશે. ફાઇનાન્શિયલ સર્વિસિસ બિઝનેસને ડીમર્જ કરીને અલગ ફર્મ બનાવવાથી કંપની નાણાકીય સર્વિસિસ પર સારી રીતે ધ્યાન આપી શકશે. ડીમર્જર બાદ JFSL ઉપભોક્તા, વેપારીઓ વગેરેને લોન આપવા માટે જરૂરી રેગ્યુલેટરી પૂંજી પ્રદાન કરવા માટે લિક્વિડ એસેટ અધિગ્રહણ કરશે અને ઓછામાં ઓછા આગામી 3 વર્ષોમાં વીમા, પેમેન્ટ, ડિજિટલ બ્રોકિંગ અને એસેટ મેનેજમેન્ટ જેવી નાણાકીય સેવાઓ ડેવલપ કરશે.

કે.આર. ચોક્સી હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના MD દેવેન ચોક્સીએ જણાવ્યું કે, જેમ જિયો ફાઇનાન્શિયલ પાસે બિઝનેસ ઉત્પન્ન કરવ માટે બજાર તૈયાર છે. આ રિલાયન્સ ગ્રુપના શેરધારકો માટે એક સારું વેલ્યૂ એડિશન હશે કેમ કે હાલના શેરધારાકોને રેકોર્ડ તારીખથી અગાઉ મફતમાં જિયો ફાઇનાન્શિયલની સર્વિસ મળશે. શેરધારકોને રેકોર્ડ તિથી બાદ તેમના ડીમેટમાં જિયો ફાઇનાન્શિયલના સ્ટોક મળી શકશે. RSIL બોર્ડે 6 જુલાઇ 2028 સુધી 5 વર્ષની અવધિ માટે એડિશનલ ડિરેક્ટરના રૂપમાં રાજીવ મહર્ષિ, સુનિલ મેહતા અને વિમલ મનુ તન્નાની નિમણૂકની પણ મંજૂરી આપી દીધી છે. બોર્ડે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને અંશુમન ઠાકુરને ગેર-કાર્યકારી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.