ઇ-કોમર્સ નેટવર્કને મંત્રી પિયુષ ગોયલે ચિંતાનો વિષય કેમ ગણાવ્યો

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ઇ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોય. નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે પહલે ઇન્ડિયા ફાઉન્ડેશનના 'ઇ-કોમર્સ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ઝ્યુમર વેલ્ફેર ઇન ઇન્ડિયા' વિષય પરના એક અહેવાલના વિમોચન પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ઇ-કોમર્સના વિકાસને પગલે સમાજના વિશાળ વર્ગમાં લાભની વહેંચણીનું લોકશાહીકરણ થવું જોઈએ.

ગોયલે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી એ સશક્ત બનાવવા, નવીનતા લાવવાનું અને ઉપભોક્તાઓની જરૂરિયાતો પૂર્ણ કરવાનાં માધ્યમો – કેટલીક વાર વધારે અસરકારક રીતે – માટેનાં માધ્યમો છે. પરંતુ આ વૃદ્ધિ વ્યવસ્થિત રીતે થવી જોઈએ, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, બજારહિસ્સોની દોડમાં આપણે દેશભરના 100 મિલિયન નાના રિટેલરો માટે વિક્ષેપ ઊભો ન કરવો જોઈએ.

તેમણે ભારતનાં વિકસતાં અર્થતંત્રનું સંરક્ષણ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને જેમને હજુ પણ હકારાત્મક કામગીરીની જરૂર છે તેમને સાથસહકાર આપવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ત્યાં મોટો વર્ગ છે, જે હજુ પણ આપણી મદદને પાત્ર છે. જ્યારે ભારતના ભવિષ્ય માટે નોકરીઓ અને તકોની વાત આવે છે, ત્યારે મને લાગે છે કે આપણે બધાએ આપણી ભૂમિકા ભજવવી પડશે, તેમણે જણાવ્યું હતું.

ગોયલે ભારતનાં પરંપરાગત રિટેલ ક્ષેત્ર પર ઇ-કોમર્સનાં વધતાં પ્રભાવ અને રોજગારી પર તેની સંભવિત અસરનાં સંબંધમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રીએ એવી શક્યતા પર પ્રકાશ પાડ્યો હતો કે આગામી દાયકામાં ભારતનું અડધું બજાર ઇ-કોમર્સ નેટવર્કનો ભાગ બની શકે છે, આ વિકાસને તેમણે ચિંતાનો વિષય ગણાવ્યો હતો.

ઇ-કોમર્સની વ્યાપક અસરો પર વિચાર કરીને શ્રી ગોયલે તેની અસરનું નિષ્પક્ષ અને ડેટા-સંચાલિત વિશ્લેષણ કરવા અપીલ કરી હતી. પશ્ચિમના દેશો સાથે સરખામણી કરતા શ્રી ગોયલે નોંધ્યું હતું કે, ઇ-કોમર્સના ઉદયને કારણે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં પરંપરાગત મોમ એન્ડ પોપ સ્ટોર્સમાં ઘટાડો થયો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડ ઈ-કૉમર્સ પ્રત્યે સાવચેતીભર્યો અભિગમ ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, હું ઈ-કોમર્સની ઇચ્છા નથી રાખતો. તે અહીં રહેવા માટે છે, પરંતુ આપણે તેની ભૂમિકા વિશે ખૂબ કાળજીપૂર્વક અને સાવચેતીપૂર્વક વિચારવું પડશે. શું શિકારી ભાવો દેશ માટે સારા છે?

તેમણે ઈ-કોમર્સની સ્થાનિક ઉદ્યોગો અને રોજગારી પર ખાસ કરીને ફાર્મસીઓ અને મોબાઈલ ફોન રીપેરીંગ શોપ જેવા ક્ષેત્રોમાં થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોતાની ટીપ્પણીના સમાપનમાં તેમણે વ્યાવસાયિક સમુદાય અને નિષ્ણાતોને આગ્રહ કર્યો હતો કે તેઓ વિગતવાર અને વૈજ્ઞાનિક રીતે દેશની જરૂરિયાતોના સંદર્ભમાં ઇ-કોમર્સની અસરનો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને તેનું મૂલ્યાંકન કરે.

Related Posts

Top News

મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
Gujarat 
મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
Business 
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
National 
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Entertainment 
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Copyright (c) Khabarchhe All Rights Reserved.