આ મોટી કંપનીમાં છટણીની તૈયારી, 9000થી વધુ કર્મચારીઓની નોકરી પર લટકી તલવાર

ટેક ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ ફરી એક વખત મોટા પાયે છટણી કરવાની તૈયારી કરી રહી છે. સિએટલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, માઈક્રોસોફ્ટ આ વખત લગભગ 4 ટકા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે, જે લગભગ 9,100 કર્મચારીઓ બરાબર છે. આ કંપનીની 2023 બાદ સૌથી મોટી છટણી બતાવવામાં આવી રહી છે. માઇક્રોસોફ્ટે જૂન 2024 સુધીમાં દુનિયાભરમાં લગભગ 2,28,000 કર્મચારીઓને રોજગારી આપી હતી. જોકે, છટણી અંગે કંપનીએ રોઇટર્સ દ્વારા પૂછવામાં આવેલા સવાલના તાત્કાલિક જવાબ આપ્યા નથી.

switzerlands-passport
instagram.com/hypebeast

બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ, આ છટણીની સૌથી મોટી અસર સેલ્સ વિભાગ પર પડવાની છે. કંપની પહેલા જ મે 2025માં લગભગ 6,000 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે અને હવે જુલાઈમાં બીજું મોટું પગલું ઉઠાવવાની તૈયારી કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની પોતાના ઓપરેશન્સને સ્ટ્રીમલાઇન કરવા અને ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લઈ રહી છે.

માઈક્રોસોફ્ટ એકલી કંપની નથી, જે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. કોર્પોરેટ અમેરિકામાં આર્થિક અનિશ્ચિતતાઓ અને મંદીના આશંકાને કારણે ઘણી મોટી કોર્પોરેટ્સ વિભિન્ન સેક્ટર્સમાં છટણી કરી રહી છે. કંપનીઓ AI અને ઓટોમેશન જેવા નવા ટેક્નોલોજીકલ મોડેલોને અપનાવીને પોતાના ખર્ચ ઘટાડી રહી છે અને જૂના માળખામાં બદલાવ કરી રહી છે.

microsoft1
financialexpress.com

આ છટણીને કારણે હજારો માઇક્રોસોફ્ટ કર્મચારીઓના માથા પર અનિશ્ચિતતાનો પડછાયો મંડરાઈ રહ્યો છે. જે વિભાગોમાં પહેલા જ સંસાધન સીમિત હતા, ત્યાં કર્મચારીઓને પોતાની નોકરીને લઈને ચિંતા સતાવવા લાગી છે. આ છટણીથી પ્રભાવિત થનારા કર્મચારીઓ માટે આ મુશ્કેલ સમય હોઈ શકે છે. માઇક્રોસોફ્ટે અત્યાર સુધી સ્પષ્ટ કર્યું નથી કે કયા વિભાગો અથવા ક્ષેત્રોમાં કાપ મૂકવામાં આવશે, પરંતુ સેલ્સ અને સંબંધિત ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે. આ પગલાથી કંપનીની ભવિષ્યની રણનીતિ અને કર્મચારીઓના મનોબળ પર પણ પ્રભાવ પડી શકે છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.