- Business
- SBIએ ATMથી કમાઇ લીધા 2000 કરોડ, પરંતુ બાકી બેન્કોને થયું મોટું નુકસાન
SBIએ ATMથી કમાઇ લીધા 2000 કરોડ, પરંતુ બાકી બેન્કોને થયું મોટું નુકસાન

સાર્વજનિક ક્ષેત્રની બેન્કોના ATMથી થનારી આવકને લઈને કેન્દ્ર સરકારે સંસદમાં મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે. લોકસભામાં સાંસદ માલા રૉયના સવાલ પર નાણાં મંત્રાલય તરફથી આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે, છેલ્લા 5 નાણાકીય વર્ષમાં ATMએ કેટલી કમાણી કરી છે. ઘણી ઓછી બેન્કો છે, જેમને ATMથી નફો થઇ રહ્યો છે, જ્યારે મોટાભાગની બેન્કો ખોટમાં ચાલી રહી છે. ડિજિટલ પેમેન્ટમાં તેજી બાદ ગ્રાહકો દ્વારા ATMનો ઉપયોગ ઓછો કરવામાં આવી રહ્યો છે. SBI જેવી બેન્ક, જેનું નેટવર્ક મોટું છે અને એ હિસ્સા સુધી પણ પહોંચી રહ્યું છે, જ્યાં ડિજિટલ લેવડ-દેવડ ઓછી છે. તેમને ATMથી ફાયદો થઈ રહ્યો છે. જો કે, તેમના નફામાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2019-20 થી વર્ષ 2023-24 સુધીના 5 વર્ષમાં અલગ-અલગ સાર્વજનિક બેન્કોએ ATMના માધ્યમથી અલગ-અલગ આવક હાંસલ કરી છે. આ દરમિયાન કેટલીક બેન્કોએ સારું પ્રદર્શન કર્યું, જ્યારે કેટલીક બેન્કોએ નુકસાન પણ ઉઠાવવું પડ્યું. સૌથી વધુ કમાણી કરનારી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેન્ક (PNB) સામેલ છે, જ્યારે કેટલીક બેન્ક જેમ કે, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાને નુકસાનનો સામનો કરવો પડ્યો.

જો આંકડાઓ પર નજર કરીએ તો, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2019-20માં 656 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પંજાબ નેશનલ બેન્કે વર્ષ 2019-20માં 102.40 કરોડ રૂપિયાની કમાણી કરી. બીજી તરફ, બેન્ક ઓફ બરોડાને વર્ષ 2019-20માં 70.06 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 2023-24માં આ આંકડો વધીને 212.08 કરોડ રૂપિયા પર આવી ગયો. એ જ પ્રકારે બેન્ક ઓફ ઈન્ડિયાને 129.82 કરોડ રૂપિયાનું નુકસાન થયું, પરંતુ 2023-24માં આ નુકસાન 66.12 કરોડ રૂપિયા રહ્યું.

ઈન્ડિયન બેન્કે વર્ષ 2019-20માં રૂ. 41.85 કરોડની ખોટ નોંધાવી હતી, જે વર્ષ 2023-24માં વધીને 188.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાને પણ વર્ષ 2019-20માં 60.26 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જે વર્ષ 2023-24માં 195.88 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આ સિવાય, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019-20માં 3.17 કરોડની આવક મેળવી હતી, પરંતુ વર્ષ 2023-24માં 203.87 કરોડની ખોટમાં બદલાઈ ગઈ.
વિશ્લેષકોનું માનવું છે કે, ATMથી થનારી આવકમાં આ ઉતાર-ચઢાવ ડિજિટલ પેમેન્ટના વધતા જતા ચલણ અને રોકડના ઉપયોગમાં ઘટાડો થવાને કારણે હોઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મની લોકપ્રિયતામાં વધારો થવાને કારણે, લોકો ઓછી રોકડનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે બેન્કોની ATM આવક પર અસર પડી છે. આ સિવાય ATMની જાળવણી અને સંચાલનનો ખર્ચ પણ એક મોટું કારણ છે જેના કારણે કેટલીક બેન્કોને નુકસાન ઉઠાવવું પડે છે.
Related Posts
Top News
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે
Opinion
