નવા પોપ રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટ કોણ છે? અમેરિકા કેમ આટલું ખુશ છે?

કાર્ડિનલ રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટ નવા પોપ તરીકે ચૂંટાયા છે. 8 મેના રોજ તેઓ કેથોલિક ચર્ચના પાદરી તરીકે ચૂંટાયા. તેમનું નામ લીઓ 14 રાખવામાં આવ્યું છે. તેઓ પોપ બનતા અમેરિકા ખૂબ ખુશ છે. કારણ કે તેઓ કેથોલિક ચર્ચના પાદરી બનનારા પ્રથમ અમેરિકન છે. શિકાગોમાં જન્મેલા, પ્રીવોસ્ટને વ્યાપક વૈશ્વિક અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય દક્ષિણ અમેરિકામાં મિશનરી તરીકે વિતાવ્યો. પોપ ફ્રાન્સિસના સ્થાને તેમને કેથોલિક ચર્ચના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

Pope-Robert-Prevost
timelinedaily.com

પ્રીવોસ્ટ (રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટ)નો જન્મ અમેરિકામાં થયો હતો. તેઓ પેરુના ટ્રુજિયો સહિત અનેક સ્થળોએ રહ્યા છે. ત્યાર પછી તેમને પેરુવિયન શહેર ચિક્લાયોના બિશપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યાં તેઓ 2013 થી 2014 સુધી રહ્યા. તેમને સ્પેનિશ અને ઇટાલિયન ભાષાઓનું સારું જ્ઞાન છે. સ્વર્ગસ્થ પોપ ફ્રાન્સિસ પણ પ્રીવોસ્ટને ખૂબ માન આપતા હતા. પ્રીવોસ્ટ ઓગસ્ટિનિયન ધાર્મિક ક્રમના સભ્ય છે. તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. તેઓ એક દાયકાથી વધુ સમયથી તેના જનરલ રહી ચુક્યા છે.

નવા પોપ તરીકે ચૂંટાયા પછીના પોતાના પહેલા સંબોધનમાં, તેમણે પોતાને સેન્ટ ઓગસ્ટિનના પુત્ર તરીકે વર્ણવ્યા. એવું કહેવાય છે કે, પ્રિવોસ્ટમાં શરૂઆતથી જ નેતૃત્વ ક્ષમતાઓ હતી. આ જ કારણ છે કે તેમને ખૂબ જ નાની ઉંમરથી મોટી જવાબદારીઓ મળી રહી છે. તેઓ શાંત અને સંતુલિત વ્યક્તિ તરીકે જાણીતા છે. તેમના કહેવામાં અને કાર્ય કરવામાં કોઈ ફરક નથી. આ કારણે, તેઓ જ્યાં પણ રહેતા હતા, તેમને લોકો તરફથી આદર મળતો રહ્યો.

Pope-Robert-Prevost1
ncronline.org

નવા પોપ ચૂંટાયા પછી રોમમાં, પ્રિવોસ્ટે કહ્યું કે, તેઓ હજુ પણ પોતાને એક મિશનરી માને છે. આ અગાઉ એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, પેરુમાં વિતાવેલા સમય દરમિયાન તેમણે જીવનનો ખૂબ નજીકથી અનુભવ કર્યો. તેના વ્યક્તિત્વમાં તેનો મોટો ભાગ હતો. ખાસ વાત એ છે કે, તેમની પાસે અમેરિકાની સાથે પેરુવિયન નાગરિકતા પણ છે. તેમને ઓગસ્ટ 2015માં પેરુવિયન નાગરિકતા મળી હતી. આ જ કારણ છે કે, પેરુવિયન રાષ્ટ્રપતિ દિના બોલુઆર્ટે કેથોલિક ચર્ચના ધાર્મિક નેતા બનવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે તેને પેરુ અને સમગ્ર વિશ્વ માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી.

Pope-Robert-Prevost
vaticannews.va

પ્રીવોસ્ટે અમેરિકાના પેન્સિલવેનિયામાં વિલાનોવા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ત્યારપછી તેમણે ધર્મશાસ્ત્રમાં ડિપ્લોમા કર્યો. તેમને રમતગમતમાં પણ રસ રહ્યો છે. તેમને ટેનિસ રમવાનું ગમે છે. જોકે, મોટી જવાબદારીઓને કારણે તેમને રમવાનો સમય મળતો નથી. તેને વાંચવાનો, મુસાફરી કરવાનો અને નવી જગ્યાઓ જોવાનો પણ શોખ છે. તેઓ પોપ તરીકે ચૂંટાયા ત્યારે શિકાગો સહિત સમગ્ર અમેરિકામાં ઉજવણી થઈ હતી.

Related Posts

Top News

Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

આ મહિનાની શરૂઆત 1 ઓગસ્ટથી, ઓટો-સેક્ટરમાં લોન્ચ થવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. આ મહિને, બજારમાં એક એકથી...
Tech and Auto 
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.