અદાણી ખરીદશે એટલી વાતથી જ આ સિમેન્ટ કંપનીનો શેર 15 ટકા ઉછળી ગયો

લાગે છે કે અદાણી ગ્રુપ સિમેન્ટ બિઝનેસમાં દેશની સૌથી લીડિંગ કંપની બનવા માંગે છે. ACC,અંબુજા સિમેન્ટ અને તાજેતરમાં સાંઘી સિમેન્ટ પછી હવે અદાણી ગ્રુપની અન્ય એક સિમેન્ટ કંપની સાથે વાત ચાલી રહી હોવાની વાત બજારમાં ફેલાઇ જતા આ સિમેન્ટ કંપનીના શેરમાં બારે ઉછાળો જોવા મળ્યો હતો.

અદાણી ગ્રુપ સિમેન્ટ બિઝનેસના વિસ્તરણ પર સતત કામ કરી રહ્યું છે. તાજેતરમાં, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે જર્મનીની હાઇડલબર્ગ મટિરિયલ્સ ખરીદવાની રેસમાં ત્રણ દિગ્ગજો સામેલ છે. જો કે આ ડીલ અંગે અદાણી ગ્રુપ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતુ.

ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલમાં દાવો કરવામાંઆવ્યો છે કે સીકે બિરલાએ ઓરિએન્ટ સિમેન્ટમાં તેનો પ્રમોટર હિસ્સો વેચવા માટે ગૌતમ અદાણીનો સંપર્ક કર્યો છે. આ પછી ઓરિએન્ટ સિમેન્ટના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગૌતમ અદાણીની કંપનીના શેર ખરીદવાની અફવા બાદ ઓરિએન્ટ સિમેન્ટના શેર 52 સપ્તાહના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.

મંગળવારે શેરબજારાં ઓરિએન્ટ સિમેન્ટના શેરનો ભાવ 189.30 રૂપિયા પર બંધ થયો હતો. પરંતુ બુધવારે જ્યારે શેરબજાર ખુલ્યું તો શેરનો ભાવ 6 રૂપિયાના ઉછાળા સાથે 195 રૂપિયા પર ખુલ્યો હતો. એ પછી શેરના ગાડી એવી ભાગી કે એક તબક્કે 216.35ના હાઇ લેવલને ટચ કરી હયો હતો. જો કે એ પછી નફારૂપી વેચવાલી નિકળવાને કારણે શેરનો ભાવ 203.70 પર બંધ રહ્યો હતો, જે આગલા બંધથી 14 રૂપિયાનો વધારો દર્શાવે છે.

ઇકોનોમિક ટાઇમ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સી કે બિરલા ગ્રુપે સ્થાનિક પ્લેયરોની પ્રારંભિક ઓફરો નકાર્યા પછી ગૌતમ અદાણીનો સંપર્ક કર્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અદાણી જૂથ માટે સંભવિત સોદા અંગે ચર્ચા કરવા માટે બંને કંપનીના સિનિયર મેનેજમેન્ટે બેઠક પણ કરી હતી.

ગૌતમ અદાણીનું ગ્રુપ દેશમાં પહેલેથી જ સિમેન્ટ સેક્ટરમાં બીજા નંબરની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની છે. ભારતમાં પહેલા નંબર પર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનું નામ છે. તાજેતરમાં અદાણીની કંપનીએ સાંઘી સિમેન્ટ હસ્તહત કર્યા પછી હવે કંપનીની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 110 Mtpa થઇ ગઇ છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સી કે બિરલા અને અદાણી વચ્ચે ઓરિએન્ટ સિમેન્ટની ડીલ માટે ઘણા સમયથી વાત ચાલી રહી છે. ટ્રેડલાઇનના ડેટા મુજબ સપ્ટેમમ્બર 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળામાં સી કે બિરલા પાસે ઓરિએન્ટ કંપનીમાં 37.9 ટકાની હિસ્સેદારી છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.