- Business
- સેબીએ Zee બિઝનેસ પર ટીપ્સ આપતા 10 નિષ્ણાતો પર કેમ પ્રતિબંધ મુક્યો?
સેબીએ Zee બિઝનેસ પર ટીપ્સ આપતા 10 નિષ્ણાતો પર કેમ પ્રતિબંધ મુક્યો?

Securities and Exchange Board of India (SEBI)એ એક બિઝનેસ ચેનલ પર રોકાણકારોને સલાહ આપતા 10 ગેસ્ટ એક્સપર્ટ પર પ્રતિબંધ મુકી દીધો છે. સેબીએ 127 પાનાના આદેશમાં જણાવ્યું છે કે બિઝનેસ ન્યૂઝ ચેનલ પર બ્રોડકાસ્ટ થાય તે પહેલાં આ ગેસ્ટ એક્સપર્ટ તેમના મળતિયાઓને માહિતી આપી દેતા હતા.
સેબીએ કહ્યું છે કે આવા ટીપ આપનારાઓએ સોદાના સેટલમેન્ટમાંથી 7.41 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો અને આ રકમ પાછી આપવાનો સેબીએ આદેશ કર્યો છે. ZEE બિઝનેસ ચેનલ પર શેરબજારના જાણકારો મહેમાન તરીકે આવીને રોકાણકારોને શેરોની માહીતી અને ટીપ્સ આપતા હોય છે. આવા શેરબજારના મહેમાન નિષ્ણાતો પર સેબીએ પગલાં લીધા છે. જેમાં સિમી ભૌમિક, મુદિત ગોયલ, હિમાંશુ ગુપ્તા, આશિષ કેલકર, કિરણ જાધવ, રામાવતાર લાલચંદ ચોટીયા, અજય કુમાર શર્મા, રૂપેશ મટોલિયા, નિતીન છલાની અને સાર સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે.
આ મહેમાનો નિર્મલ કુમાર સોની, પાર્થ સારથી ધાર, સાર કોમોડિટીઝસ મનન શેરકોમ અને કન્હૈયા ટ્રેડીંગને ન્યૂઝ ચેનલ પર બ્રોડકાસ્ટ કરતા પહેલાં જ માહિતી આપી દેતા હતા. જેને કારણે આ લોકો પહેલેથી શેરબજારમાં ખરીદી કરી લેતા હતા અને જ્યારે રોકાણકારો માહિતીને આધારે ખરીદી કરે અને ભાવ ઉંચકાઇ એટલે આ લોકો શેરો વેચીને નફો રળી લેતા હતા.