ગુજરાતમાં આ તારીખથી ચોમાસાની શરૂઆત થશે

હવામાન વિભાગના રિપોર્ટ મુજબ 31 મેના રોજ ચોમાસું કેરળ પહોંચશે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. પણ જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે. આ સાથે જ ગુજરાતમાં 19થી 30 જૂન સુધી ચોમાસું બેસે તેવી શક્યતા છે. ચોમાસું આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુ જૂથોમાં 2 દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે.

કેરળમાં સમય પહેલા ચોમાસાનું આગમન, ગરમીથી મળશે રાહત! IMDએ વરસાદની જાણકારી આપી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળ પહોંચે તેવી શક્યતા છે, તેના આધારે અન્ય રાજ્યોમાં ચોમાસાની હિલચાલ નક્કી કરવામાં આવશે. જે ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે ચાર મહિનાની વરસાદી ઋતુનો તખ્તો તૈયાર કરશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચી શકે છે. જો કે, તે ચાર દિવસ આગળ કે પાછળ રહેવાની સંભાવના રહે છે.

IMDની આગાહી અનુસાર, આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેથી 4 જૂન, 2024 વચ્ચે થઈ શકે છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 થી 4 જૂન છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે જણાવ્યું હતું કે, 'તે વહેલું નથી. તે સામાન્ય તારીખની નજીક છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.'

આ અગાઉ, હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચવાની અપેક્ષા રાખી હતી, જે સામાન્ય તારીખથી 3 દિવસ પહેલા છે. દર વર્ષે ચોમાસું 22 મે સુધીમાં આંદામાન અને નિકોબારમાં આવે છે. આંદામાન અને નિકોબારથી આગળ વધીને ચોમાસું કેરળ પહોંચે છે. ચોમાસાના આગમનની સામાન્ય તારીખ વિશે વાત કરીએ તો, તે 10મી જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચી જાય છે.

ત્યાર પછી આગળ વધીને 15 જૂને તે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર પહોંચે છે. જ્યારે, 20 જૂને, તે ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશમાં ત્રાટકશે. જો કે હવામાન વિભાગે હજુ સુધી આ રાજ્યોમાં ચોમાસાના આગમનની કોઈ તારીખ આપી નથી. હવામાન વિભાગ ચોમાસાની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે.

ગયા મહિને, IMDએ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે, જૂન અને જુલાઈને કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના માનવામાં આવે છે, કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે. માહિતી અનુસાર, કેરળમાં ગયા વર્ષે 8 જૂને, 2022માં 29 મે, 2021માં 3 જૂન, 2020માં 1 જૂન અને 2019માં 8 જૂને ચોમાસું શરૂ થયું હતું.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.