મહિલા PSI સાથે ધક્કામુક્કી કરનાર ધારાસભ્ય વિરજી ઠુમ્મર મુશ્કેલીમાં

ગાંધીનગર ખાતે કોંગ્રેસની ખેડૂત રેલી વખતે વિધાનસભામાં પ્રવેશ કરતી વખતે કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે થયેલી ધક્કામુક્કીના મામલે મહિલા PSI મહિલા આયોગમાં ગયા છે. મહિલાએ આયોગમાં અરજી કરી છે કે તેમની સાથે યોગ્ય વર્તન કરાયુx ન હતું. ગાંધીનગરમાં ખેડૂત આક્રોશ રેલીમાં પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસ દ્વારા વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને રોકતા ધક્કામુક્કી થઈ હતી.

ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સચિવાલયના ગેટ નંબર-1 પર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને મહિલા PSI વચ્ચે ઘર્ષણનો મામલો મહિલા આયોગ પાસે પહોંચ્યો છે. ગાંધીનગરની મહિલા પોલીસકર્મીએ આ અંગે મહિલા આયોગમાં વિરજી ઠુમ્મર વિરુદ્ધ રજૂઆત કરી છે. આ અંગે મહિલાકર્મીએ આયોગમાં એક અરજી આપી છે. આ અરજી બાદ હવે મહિલા આયોગ વિરજી ઠુમ્મર સામે આ મામલે તપાસ કરશે.

ધક્કામુક્કી દરમિયાન એક મહિલા PSI પણ હાજર હતા ત્યારે વિરજી ઠુમ્મરે મહિલા PSIને ધક્કો મારી આગળ વધી ગયા હતા. તો બીજી બાજુ ધક્કો મારવાના મામલે વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારું ધારાસભ્યનું કાર્ડ હતું તેમ છતાં અમને વિધાનસભામાં આવતા રોકવામાં આવ્યા હતા. પોલીસ સરકારના નિયમો પ્રમાણે ચાલે છે તેમ પ્રહારો કર્યા હતા.

About The Author

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.